ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા વિશેષ આયોજનમાં બે ગજરાજે જળાભિષેક કર્યું.
વડોદરા શહેરના ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા ગણેશ વિસર્જનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ (ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન) દ્વારા ઈલોરાપાર્ક ઇનોક્સ સામે ઇન્દ્રપ્રસ્થ સંકુલ ખાતે કુત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યો છે.
Nidhi Dave, Vadodara: આજે ફક્ત વડોદરામાં જ નહિ પરંતુ આખા દેશમાં ગણેશ વિસર્જનનો માહોલ સર્જાયો છે. એમાં ખાસ કરીને સંસ્કારી નગરી વડોદરાના ગણેશ ભક્તો દ્વારા જેવી રીતે ધામધૂમથી ગણેશની પધરામણી કરી ભગવાનનીસ્થાપના કરી હતી, એટલા જ ઉત્સાહ અને ઉમંગ સાથે આજરોજ વિસર્જન કરવા જઈ રહ્યા છે.
વડોદરા શહેરના ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા ગણેશ વિસર્જનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ (ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન) દ્વારા ઈલોરાપાર્ક ઇનોક્સ સામે ઇન્દ્રપ્રસ્થ સંકુલ ખાતે કુત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં અત્યાર સુધી 9 દિવસમાં 628 જેટલી શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું છે. ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા વિશેષ આયોજનમાં બે ગજરાજના જલાભિષેક કરીને ગણેશજીને આવકારી, ત્યાર બાદ વિસર્જન કરવામાં આવી રહ્યું છે. અનંત ચતુર્દશી માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પૂજા માટે 12 કાઉન્ટર, 5 મહારાજ, 11 વાહનો ઘરે લેવા માટે અને શ્રીજીની વિસર્જન કરાવી ઘરે પરત મુકી જવા માટે (નિઃશુલ્ક), હારફુલ કલેકશન માટે કંપોઝ મશીન મુકવામાં આવ્યું છે.
ગણેશ ચતુર્થી દરમિયાન છેલ્લા 9 દિવસમાં 1600 થી વધુ કિલો ફુલહાર એકત્રિત કરી ખાતર બનાવવા આવ્યું છે. શ્રીજી વિશર્જન માટે આવનાર ભક્તોને કોઈ તકલીફના પડે અને શ્રીજીનું વિસર્જન સ્વચ્છ પાણીમાં થાય તે માટેની તમામ તૈયારી પુર્ણ કરવામાં આવી છે. બુધવારે રાતે રાજય ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ એ ઇન્દ્રપ્રસ્થ મંડળની મુલાકાત લઇ કુત્રિમ કુંડ અને મંડળની પ્રવૃત્તિ જોઈ અભિનંદન પાઠવ્યા હતા.