Home /News /dharm-bhakti /

એક રશિયન નાગરિક, જેના રોમ-રોમમાં વસે છે શિવ!

એક રશિયન નાગરિક, જેના રોમ-રોમમાં વસે છે શિવ!

એંડ્રે ગ્લાગલોવ નામનો આ રશિયન નાગરિક મંદિરની આસપાસ જોવા મળે છે...

એંડ્રે ગ્લાગલોવ નામનો આ રશિયન નાગરિક મંદિરની આસપાસ જોવા મળે છે...

રશિયાનો એક નાગરિક પોતાનો દેશ છોડી શિવભક્તમાં લીન થઈ જીવન વિતાવી રહ્યો છે. ભગવાન શિવ માટે તેમના મનમાં એવી શ્રદ્ધા છે કે, તે રશિયા પાચો નથી જવા માંગતો અને ભારતમાં જ રહી પોતાનું જીવન વિતાવવા માંગે છે.

એંડ્રે ગ્લાગલોવ નામનો આ રશિયન નાગરિક મંદિરની આસપાસ જોવા મળે છે. કેટલાક દિવસો પહેલા ભારતમાં ટુરિસ્ટ વીઝા પર આવ્યા હતા એંડ્રે, શિવભક્તિમાં જ પૂરો સમય વિતાવે ચે.

શરીર પર શિવ અને પાર્વતીના પ્રીંટવાળી ટી-શર્ટ અને હાથમાં રુદ્રાક્ષ પહેરેલ એંડ્રોને આવતા જતા એકવાર જરીર ધ્યાનથી જુએ છે. તે બેપરવાહ થઈ મંજીરા વગાડતો રહે છે, અને જે પણ કઈં તેને દાનમાં મળે તે એક બોક્સમાં મુકી દે છે.

છેલ્લા કેટલાક દિવસથી એંડ્રે, ઓડિશાના પૂરીમાં છે અને આ પહેલા તેણે વૃંદાવનના મંદિરોમાં પણ જઈ આવ્યો હતો. એંડ્રોને જગન્નાથ મંદિરની સામે, તેમના બક્સા અને મંજીરા સાથે જોઈ શકાય છે. હાલમાં તે એક રેન બસેરામાં રહે છે.

એંડ્રોનો આ બક્સો ખાસ એટલા માટે છે, કારણ કે, તેમાં ભગવાન જગન્નાથ લગાયેલા છે. તે જ્યાં જાય છે ત્યાં આ બક્સાને સાથે લઈ જાય છે. તે વિસ્તારના લોકો જણાવે છે કે, એંડ્રો રશિયા પાછો નથી જવા માંગતો. તે ભારતમાં હંમેશા માટે રહેવા માંગે છે અને શિવભક્તિ માટે જીવન સમર્પિત કરવા માંગે છે.
First published:

Tags: Country russia, Lord shiva, Russian tourist, ઉપાસના

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन