કુમકુમ મંદિરે ત્રિરંગા નકશાની થીમ વાળી વિશાળ 6/10 ફૂટની રાખડી તૈયાર કરાઈ

આ રાખડીના ભાવિક ભકતોના દર્શન માટે તા. ૧૧ ઓગષ્ટને રવિવારથી તા. ૧પ ઓગષ્ટ ને ગુરુવાર - રક્ષાબંધનના દિવસ સુધી સવારે ૮-૦૦ થી ૧ર-૦૦ અને સાંજે ૪-૦૦ થી ૮-૦૦ સુધી મૂકવામાં આવશે.

News18 Gujarati
Updated: August 9, 2019, 8:30 PM IST
કુમકુમ મંદિરે ત્રિરંગા નકશાની થીમ વાળી વિશાળ 6/10 ફૂટની રાખડી તૈયાર કરાઈ
કુમકુમ સ્વામીનારાયણ મંદિર, મણીનગર
News18 Gujarati
Updated: August 9, 2019, 8:30 PM IST
શ્રી સ્વામિનારાયણ - કુમકુમ - મંદિર - મણિનગર - અમદાવાદ ખાતે થર્મોકોલમાંથી કલાત્મક રીતે શણગારીને ૬ ફૂટ લંબાઈ અને 10 ફૂટ પહોળાઈ ધરાવતી ભારતના ત્રિરંગા નકશાની થીમ સાથે વિશાળ રાખડી તૈયાર કરીને શ્રી સ્વામિનારાયણ ભગવાનને મહંત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં અર્પણ કરવામાં આવશે.

આ રાખડીના ભાવિક ભકતોના દર્શન માટે તા. ૧૧ ઓગષ્ટને રવિવારથી તા. ૧પ ઓગષ્ટ ને ગુરુવાર - રક્ષાબંધનના દિવસ સુધી સવારે ૮-૦૦ થી ૧ર-૦૦ અને સાંજે ૪-૦૦ થી ૮-૦૦ સુધી મૂકવામાં આવશે.

રાખડીની અંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આ વિશાળ રાખડીની અંદર ત્રિરંગા ભારતના નકશાની કૃતિ તૈયાર કરવામાં આવી છે. અને જેને ભારતને આઝાદી આપવામાં બલિદાન આપ્યું છે અને ભારતના સર્વાગી વિકાસ માટે જેમન મહત્વનો ફાળો આપ્યો છે. તેમના ફોટોગ્રાફસ અંકિત કરવામાં આવ્યા છે.

આ સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના પાયાના સંતોના પણ ફોટોગ્રાફસ અંકિત કરવામાં આવેલા છે.સાથે અનેક પ્રકારની નાની - નાની રાખડીઓ પણ શણગારવામાં આવી છે. અન શ્રી સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરવામાં આવી છે કે, ભારત દેશના નાગરિકોની આંતકવાદથી થકી રક્ષા કરજા,અને સૌનો સર્વાગી વિકાસ થાય, અને જે રક્ષાબંધનના દિવસે ભાઈઓને રાખડી બાંધે તેઓ આલોક અને પરલોકમાં સુખી થાય અને તેમના કામ, ક્રોધાદિ દોષો થકી રક્ષા કરજા અને અંતકાળે તેમને ભગવદ્‌ સુખની પ્રાપ્તિ થાય.

આ સિવાય તા. ૧પ ઓગષ્ટના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનને પણ ત્રિરંગા શણગાર ધરાવવામાં આવશે. આ સાથે શ્રી સ્વામિનારાયણ ભગવાનને ઝુલાવવા માટે રાખડી અને પવિત્રમાંથી હિંડોળો પણ તૈયાર કરવામાં આવ્યા છે.
First published: August 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...