સ્વામિનારાયણ સંપ્રદાય: કુમકુમ મંદિરના મહંત આનંદપ્રિયદાસજી સ્વામીનો ૯૯મા વર્ષમાં મંગલ પ્રવેશ

News18 Gujarati
Updated: October 11, 2019, 6:10 PM IST
સ્વામિનારાયણ સંપ્રદાય: કુમકુમ મંદિરના મહંત આનંદપ્રિયદાસજી સ્વામીનો ૯૯મા વર્ષમાં મંગલ પ્રવેશ
મહંત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી, કુમકુમ મંદિર

સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી ઈ.સ. ૧૯૪૮માં આફ્રિકા ખાતે પ્રથમ વિદેશની ભૂમિ ઉપર પગ મૂકનાર સંત

  • Share this:
સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી ઈ.સ. ૧૯૪૮માં આફ્રિકા ખાતે પ્રથમ વિદેશની ભૂમિ ઉપર પગ મૂકનાર મહંત આનંદપ્રિયદાસજી સ્વામીનો ૯૯મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે, ત્યારે તેમના દીર્ઘાયુ માટે પ્રાર્થના સભા યોજાશે અને તેમને વિશાળ હાર પહેરાવી પૂજન કરાશે.

મંગળવાર તા. ૧પ ઓકટોમ્બરના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર-કુમકુમ મણિનગરના મહંત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીનો ૯૯ મા વર્ષમાં મંગલ પ્રવેશ થતાં તેમના સ્વસ્થ દીર્ઘાયું માટે ભારત - લંડન - અમરેકામાં વસતા સૌ સત્સંગી ભાઈ -બહેનો શ્રી સ્વામિનારાયણ ભગવાનને ધૂન - કીર્તન અને સમૂહ પ્રાર્થના કરશે. કુમકુમ મંદિર દ્રારા તા. ૧૩ ને રવિવાર ના રોજ શરદ્‌પૂર્ણિમા હોવાથી સાંજે ૪-૩૦ થી ૮-૦૦ શ્રી સ્વામિનારાયણ કુમકુમ સેવા કેન્દ્ર હીરાપુર ખાતે સત્સંગ સભા યોજાશે. જે પ્રસંગે વચનામૃત ઉપર પ્રવચન યોજાશે. સમૂહ રાસ યોજાશે. સંતો મહિમા ગાન કરશે અને સત્સંગીઓ આ પ્રસંગે વિશાળ હાર બનાવીને મહંત સ્વામીજી ને પહેરાવીને પૂજન અર્ચન આરતી કરશે.

આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ શ્રી મુકતજીવન સ્વામીબાપાના પ્રથમ પટશિષ્ટ શિષ્ય છે. જીવન પર્યંત તેમની સાથે રહયા છે. અને સત્સંગ ની વૃધ્ધિ માટે તેમણે લંડન - અમેરીકા, દુબઈ આદિ સ્થળોએ વિચરણ કર્યું છે. તેમજ ગુજરાતમાં જેમણે પોતાનું આખું આયખું સમાજમાં સદાચારનાં, ધર્મના, ભકિતનાં, વૈરાગ્યનાં, જ્ઞાનનાં બી વાવવાં તેમણે સખત પરિશ્રમ કરીને યુવાનોને સત્સંગના માર્ગે વાળ્યા છે.

સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી કોઈ જો સંત તરીકે પ્રથમ વિદેશની ભૂમિ ઉપર પગ મૂકનાર હોય અને ભારતીય સંસ્કૃતિનો પ્રચારને પ્રસાર કરનાર હોય તો તે શ્રી મુકતજીવન સ્વામીબાપા અને શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી છે. જેઓ ઈ.સ. ૧૯૪૮માં આફ્રિકા પધાર્યા હતા.

શ્રી મુક્તજીવન સ્વામિજી (જમણે) સાથે મહંત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી (ડાભે)


હાલ, તેમના માર્ગદર્શન હેઠળ કુમકુમ મંદિર દ્રારા શ્રી મુકતજીવન ગુરુકુળ, સ્વામિનારાયણ દિગ્વિજય, અનેક ધાર્મિક સાહિત્યનું પ્રકાશન, સત્સંગ શિબિરો, સત્સંગ સભાઓ, બાળસભાઓ, રવિ સભા આદિ અનેક વિવિધ પ્રવૃત્તિઓ ચાલી રહી છે.શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી એ હાલતાં-ચાલતાં પાવર હાઉસ છે. જે સર્વના જીવનમાં ભગવાનની ઉર્જા ભરી દે છે અને અનેકના જીવનનો પલટો કરી દે છે. તેમની જાગમાં જે આવે છે તે સત્સંગના રંગે રંગાઈ જાય છે. અનેક વ્યકિતઓ પોતાના જીવતરની કેડીને રચનાત્મક માર્ગે કંડારી શકયા છે. અનેક પરિવારોની નિરાશાઓ દૂર થઈ છે. પરિવારમાં સ્નેહ- સંપના દિપક પ્રગટયા છે. અનેક યુવાનોમાં સેવાના ધબકાર ઉઠયા છે. વિદેશમાં પણ જને - જને સત્સંગના તેજરશ્મિ ફેલાયાં છે.
First published: October 11, 2019
વધુ વાંચો
अगली ख़बर