Home /News /dharm-bhakti /Numerology Suggestions 8 Nov: આજે આ વસ્તુનું દાન કરવાથી થશે ફળપ્રાપ્તિ, જાણો કેવો રહેશે તમારો દિવસ

Numerology Suggestions 8 Nov: આજે આ વસ્તુનું દાન કરવાથી થશે ફળપ્રાપ્તિ, જાણો કેવો રહેશે તમારો દિવસ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

8 November 2022 numerology predictions: કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ જાણો.

વધુ જુઓ ...
  નંબર 1 (1, 20, 19 અને 28 તારીખે જન્મેલા લોકો)

  આજનો દિવસ નામના અને ખ્યાતિ કમાવવાનો છે. તમારા જીવનમાં આજે એક બાદ એક ઘટનાઓ બની શકે છે. તમારું પ્રદર્શન આજે ઉત્તમ જણાઇ શકે છે. આજે તમામ સ્પર્ધાઓ જીતવા માટે સક્ષમ છો. તમારે કોઇ ગેધરિંગમાં જવું જોઈએ અને માઇક પકડવું જોઇએ. તમારી બોલવાની ક્રિએટીવ શૈલી, અન્ય લોકો પર સારી છાપ પાડશે. દંપતી સમૃદ્ધી અને પ્રેમ સંબંધોનો આનંદ માણી શકશે. સરકારી અધિકારીઓ, ડોકટરો, સંગીતકારો અને ગ્લેમોર ઇન્ડસ્ટ્રીના લોકોને ભવ્ય લોકપ્રિયતા મળશે. તમારી વાતને અન્ય દ્વારા સાર્વત્રિક રૂપે સ્વીકારવામાં આવશે, તેથી તમારો અભિપ્રાય મજબૂત રાખો.

  માસ્ટર કલર – ઓરેન્ડ અને ગ્રીન
  લકી દિવસ – રવિવાર અને મંગળવાર
  લકી નંબર – 1 અને 9
  દાન – દાડમનું દાન કરો

  નંબર 2 (2, 11, 20 અને 29 તારીખે જન્મેલા લોકો)

  તમારા કાર્ય પ્રત્યે આજે તમારું સમર્પણ અનેક આશીર્વાદ અને શુભેચ્છાઓ લાવશે. તમારું અંતર્જ્ઞાન આજે તેની ઉંચાઇ પર હશે, તમામ મોટા નિર્ણયો લેતા પહેલા તમારી આંખો બંધ કરો અને તમારા મનની વાત સાંભળો. તમારું હ્યદય સાફ અને માસૂમ હોવાથી તમે દુઃખી અનુભવી શકો છો. શેર બજારના રોકાણો અને નિકાસના વ્યવસાયિક સોદા માટે આગળ વધો. સંબંધોમાં રોમાંસ વધશે. પરંતુ કોઇ પણ પ્રકારના અંધ વિશ્વાસથી દૂર રહો.

  માસ્ટર કલર – ગુલાબી
  લકી દિવસ – સોમવાર
  લકી નંબર – 2 અને 6
  દાન – મંદિરમાં ચાંદીના સિક્કાનું દાન કરો.

  નંબર 3 (3, 12, 22 અને 30 તારીખે જન્મેલા લોકો)

  લોકો સાથે જોડાવાનું શરૂ કરો અથવા સરકારી અધિકારીઓ સાથે તાલમેલ વધારવાનો પ્રયાસ કરો. એક ઉત્તમ તક તમારી પાસે આવી શકે છે. તમારા પાકની લણણી કરીને તેમાંથી પૈસા કમાવવાનો સારો સમય છે. તમારા પ્લાનિંગને હવે અમલમાં મૂકી શકો છો. વકીલો અને રાજકારણીઓ માટે એક શ્રેષ્ઠ દિવસ સાબિત થશે. ખરીદી કરવા, એડમિશન લેવા, નવું મકાન કે વાહન ખરીદવા, કપડા કે સજાવટ કરવા માટે ઉત્તમ દિવસ. ડિઝાઇનર્સ, હોટેઇલર્સ, એન્કર્સ, કોચ અને ફિશનર્સ, મ્યુઝીશિયન સફળતાનો આનંદ માણી શકશે. આજે પીળા ભાત ખાઇને તમારા દિવસની શરૂઆત કરો.

  માસ્ટર કલર – રેડ અને વાયોલેટ
  લકી દિવસ – ગુરૂવાર
  લકી નંબર – 3 અને 9
  દાન – મંદિરમાં ચંદનનું દાન કરો

  નંબર 4 (4, 13, 22 અને 31 તારીખે જન્મેલા લોકો)

  લાંબા સમય પછી બિઝનેસ અને ઘરમાં સમૃદ્ધિ તમને સંતોષ આપી શકે છે. બિઝનેસમાં નફો અને સફળતાનું એક સારું સંયોજન બનશે. તમારા પર્સનલ કનેક્શનનો ઉપયોગ કરવા માટે આજનો દિવસ યોગ્ય છે. બિઝનેસ ડિલ્સ કોઇ પણ પ્રકારના વિલંબ વગર પૂર્ણ થશે. ફાઇનાન્સ બુકમાં લેવામાં આવેલ નિર્ણયો તમને નફો કરાવી શકે છે. થિએટર કલાકાર અથવા અભિનેતાઓ, એન્કર્સ અને ડાન્સર્સ ઓડિશન આપવા માટે આગળ વધી શકે છે., કારણ કે આજે સફળતા મળી શકે છે. મેટલ, બિલ્ડર્સ, ડિસ્ટ્રિબ્યુટર્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસ, આઇટી પ્રોફેશનલ, ગાર્મેન્ટ્સના ઉત્પાદકોના દિવસનો અંતે મોટા નફા સાથે થશે. દિવસને વધુ શ્રેષ્ઠ બનાવવા માટે લીલા પાંદડાવાળા શાકભાજીનો આહાર લો.

  માસ્ટર કલર – પર્પલ
  લકી દિવસ – મંગળવાર
  લકી નંબર – 9
  દાન – બાળકોને છોડનું દાન કરો

  નંબર 5 (5, 14, 23 તારીખે જન્મેલા લોકો)

  તમારી પાસે વિશિષ્ટ બેકગ્રાઉન્ડના લોકો સાથે કામ કરવાની અનોખી ક્ષમતા છે, જે તમારા માટે સરેરાશ કરતાં વધુ પ્રાપ્ત કરવાનો રસ્તો સરળ છે. રોકાણ કરવામાં છલાંગ લગાવવાનો અને જોખમ લેવાનો દિવસ છે. લાંબા સમયના પ્રશ્નોના નિરાકરણ માટે તમને પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ ટેકો મળશે. નાણાંકીય નફો થશે અને ઇમ્પોર્ટ-એક્સપોર્ટમાં રોકાણ પર વળતર પ્રાપ્ત થવાની સંભાવના છે. તમારી આંખો ખોલોઅને તમારા જીવનસાથી દ્વારા તમને આપવામાં આવેલા આદરને આવકારો. આજે રાજકારણ, બાંધકામ, એક્ટિંગ, શેર બજાર, નિકાસ, ડિફેન્સ, ઇવેન્ટ્સ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ઇન્ટરવ્યુમાં નસીબ અજમાવવું જોઈએ. તમારો જીવનસાથી આજે સંપૂર્ણ તમારો હશે.

  માસ્ટર કલર – ઓરેન્જ
  લકી દિવસ – બુધવાર
  લકી નંબર – 5
  દાન – ગરીબોને ચોખાનું દાન કરો

  નંબર 6 (6, 15, 24 તારીખે જન્મેલા લોકો)

  સિંગર્સ અને ફાઇનાન્સર આજે ગ્રહોના આશીર્વાદ મેળવી શકશે. આજે તમારો દિવસ અને અસાઇન્મેન્ટ્સના કારણ થોડો વ્યસ્ત રહેશે, પરંતુ તમે સરળતા સાથે તમારા કાર્યો પૂર્ણ કરી શકશો. દિવસના અંતમાં તમારા જીવનમાં પૂર્ણતા અને સમૃદ્ધિ આવશે. તમારા પાર્ટનર સાથેના વિવાદનો ઉકેલ લાવીને શોપિંગ પર જઇ શકો છો. ડિઝાઇનર્સ, ઇવેન્ટ મેનેજર્સ, બ્રોકર્સ, શેફ, વિદ્યાર્થીઓને ગ્રોથને વધુ સારો બનાવવા માટે નવા અસાઇન્મેન્ટ મળી શકે છે. રોમેન્ટિક રીલેશનશિપ દ્વારા તમારા ઘરમાં ફરી ખુશીઓ આવશે.

  માસ્ટર કલર – વાયોલેટ
  લકી દિવસ – શુક્રવાર
  લકી નંબર – 6
  દાન – મહિલા હેલ્પરને કોસ્મેટિક આપો

  નંબર 7 (7 , 16, 25 તારીખે જન્મેલા લોકો)

  તમારી આંતરિક લાગણીઓને શેર કરવાનું શીખો નહીં તો ગેરસમજ થઇ શકે છે. વકીલો, સીએ, ડિફેન્સ અધિકારીઓ, ટ્રાવેલર્સ, ઇજનેરો અને બિઝનેસ ટાયકૂન જેવા લોકો સમાજમાં સારી છાપ ઊભી કરી શકશે. સાથીદારો પર શંકા રાખવાનું બંધ કરો, કારણ કે આજે બધું બરાબર થઈ રહ્યું છે. ઓફર કરવામાં આવેલા પડકારને સ્વીકારો, કારણ કે તમારી વિશ્લેષણાત્મક કુશળતા તેમાં જીતી શકે છે. તમારા હાથ ખુલ્લા રાખો અને કાર્યસ્થળ પર વિપરીત લિંગ દ્વારા આપવામાં આવતા સૂચનો સ્વીકારો. કોઈ પર્સનલ અથવા બિઝનેસ પ્રપોઝલ ઓફર કરી રહ્યું છે, તેને સ્વીકારવું જોઈએ. કારણ કે ભવિષ્યમાં તમને ફાયદો થશે. વકીલો, થિયેટર કલાકાર, સીએ, સોફ્ટવેર લોકોને વિશેષ નસીબનો આનંદ મળશે.

  માસ્ટર કલર – બ્રાઉન
  લકી દિવસ – સોમવાર
  લકી નંબર – 7 અને 9
  દાન – કોપર મેટલના નાના ટૂકડાનું દાન કરો.

  નંબર 8 (8, 17 અને 26 તારીખે જન્મેલા લોકો)

  તમે ડોમેસ્ટિક હેલ્પર પર ગુસ્સો અનુભવી શકો છો, જેની તમને પ્રતિકૂળ અસરો થઇ શકે છે, તેથી પરિસ્થિતિને નિયંત્રિત કરો. તમે નિષ્ફળ થયા વિના આજે સત્તા અને પૈસા બંનેનો આનંદ માણી શકશો. આર્થિક લાભ વધારે રહેશે અને સંપત્તિ સંબંધિત ડિકેશન તમારી તરફેણમાં આવશે. જો કે કાનૂની વિવાદોના સમાધાન માટે પૈસાની જરૂરિયાત પડશે. ઉત્પાદકો, આઇટી કર્મચારીઓ, સરકારી અધિકારીઓ, દલાલો અને ઝવેરીઓ, ડોકટરો અને જાહેર વક્તાઓ અનેક સિદ્ધિઓથી સન્માનિત થયાની લાગણી અનુભવશે. ભાગીદારો સાથે રૂબરૂમાં દલીલો થવાની સંભાવના હોવાથી તમારા મગજને ઠંડુ રાખો. અનાજનું દાન કરવું અને સાઇટ્રસ ખાવું એ આજે આવશ્યક છે.

  માસ્ટર કલર – ડીપ પર્પલ
  લકી દિવસ – શુક્રવાર
  લકી નંબર – 6
  દાન – જરૂરિયાતમંદોને કપડાનું દાન કરો

  નંબર 9 (9, 18 અને 27 તારીખે જન્મેલા લોકો)

  તમારે આજે વ્યવસાયમાં જોખમ લેવું જોઈએ કારણ કે તમારું ભાગ્ય આ વખતે તમારી તરફેણમાં છે. દિવસ નામના અને ખ્યાતિથી ભરેલો છે. તમે ઘણા લોકો માટે પ્રેરણા સાબિત થશો. તેથી એક લીડરની જેમ કાર્ય કરો અને તમારા વ્યક્તિત્વનો આનંદ માણો. પ્રેમમાં પડેલા લોકો માટે લેખિત અથવા મૌખિકમાં તેમની લાગણીઓને વ્યક્ત કરવા માટે એક ઉત્તમ દિવસ છે. વ્યવસાયિક સંબંધો અને સોદાઓ ટોચ પર પહોંચશે. ગ્લેમર ઇન્ડસ્ટ્રી અને મીડિયાના લોકો ખ્યાતિનો આનંદ માણશે અને રાજકારણીઓ આજે સારી મેળવશે. તેથી જાહેર હસ્તીઓએ આ દિવસનો ઉપયોગ સહયોગ અને પ્રગતિ પ્રાપ્ત કરવા માટે કરવો જોઇએ. પ્રશિક્ષકો, બેકર્સ, હોટેલિયર્સ, સ્ટોક બ્રોકર્સ, ડિઝાઇનર્સ, ડોકટરો, વકીલો, ઇજનેરો અને અભિનેતાઓ શ્રેષ્ઠ લોકપ્રિયતાનો આનંદ માણી શકશે.

  માસ્ટર કલર – રેડ
  લકી દિવસ – મંગળવાર
  લકી નંબરર – 9
  દાન – લાલ મસૂરનું દાન કરો

  8 નવેમ્બરે જન્મેલી હસ્તીઓ - એલ કે અડવાણી, પુરુષોત્તમ લક્ષ્મણ દેશપાંડે, નીતિ ટેલર, ઉષા ઉથુપ, સિતારા દેવી
  First published:

  Tags: Dharm Bhakti, Horoscope, Numerology

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन