Home /News /dharm-bhakti /Rashifal 7th Nov: આજે દેવદિવાળીનાં દિવસે આ રાશિના જાતકોને નવી તકથી લાભ થશે, જાણો આપનું રાશિફળ

Rashifal 7th Nov: આજે દેવદિવાળીનાં દિવસે આ રાશિના જાતકોને નવી તકથી લાભ થશે, જાણો આપનું રાશિફળ

દેવદિવાળી પર જાણો આપનું રાશિફળ

ORACLE SPEAK 7 November: એક નવું એસાઈનમેન્ટ આવનારા સમયમાં તમારા માટે ખાસ તક લાવે તેવી સંભાવના છે

મેષ (Aries)- 21 માર્ચથી 19 એપ્રિલ


ઓફિસમાં કોઈ વ્યક્તિ તમને દૂરથી રોમેન્ટીક મૂડ સાથે જોઈ રહી છે. એક નવો દ્રષ્ટિકોણ અને નેત્તૃતત્વ તમને તમારું કામ વિસ્તારવામાં મદદ કરી શકે છે. ટૂંક સમયમાં તમને કોલાબોરેશન માટેની તક મળવાની સંભાવના જોવા મળી રહી છે.

લકી સાઈન- જૂની વાસ્તુકળા

વૃષભ (Taurus)- 20 એપ્રિલથી 20 મે


જો તમે ઈરિટેટિંગ લોકોથી દૂર રહેવાનું વિચારી રહ્યા છો, તો તમારે તે નિયમનું કડકાઈથી પાલન કરવું જોઈએ. ઓફિસમાં અચાનકથી ગોસિપ થવાને કારણે તમને પરેશાની થઈ શકે છે. તમારા રસના વિષય અનુસાર કામ કરવું તે વધુ યોગ્ય છે. એકાગ્રતા કેળવવાથી તમને લાભ થઈ શકે છે.

લકી સાઈન- જેડ પ્લાન્ટ

મિથુન (Gemini)- 21 મેથી 21 જૂન


જો તમે સહમત નથી તો તે માટે તમારે એક લિમિટ નક્કી કરી દેવી જોઈએ, તે લિમિટથી આગળ તમારે વધવું ના જોઈએ. એક નિયોજિત એસાઈનમેન્ટના કારણે તમને તમારું મિશન પ્રાપ્ત થઈ શકે છે. તમે કામના સંબંધિત એક શોર્ટ ટ્રિપ માટે જઈ શકો છો.

લકી સાઈન- મોટુ ટેરેસ

કર્ક (Cancer)- 22 જૂનથી 22 જુલાઈ


તમારી તૈયારી પર્યાપ્ત ના હોવાથી તમે તેના કારણે નિરાશ થઈ શકો છો. તમારે તમારા લક્ષ્ય પર ધ્યાન આપવાનું રહેશે. તમારી ઈન્ડસ્ટ્રીનો સિનિયર વ્યક્તિ તમને કોઈ ખાસ સલાહ આપી શકે છે.

આ પણ વાંચો:  જાણો કેવો રહેશે તમારો દિવસ

લકી સાઈન- લાઈટ ટાવર

સિંહ (Leo)- 23 જુલાઈથી 23 ઓગસ્ટ


કામની તકના કારણે તમે ટ્રાવેલ માટે જઈ શકો છો. તમારે ડોમેસ્ટીક રીતે કેટલાક પડકારોનો સામનો કરવો પડશે. અચાનક બહાર જવાને કારણે તમને તમારા રેગ્યુલર રૂટીનથી રાહત મળી શકે છે.

લકી સાઈન- ગ્લાસ જાર

કન્યા (Virgo)- 23 ઓગસ્ટથી 22 સપ્ટેમ્બર


રોકાણ એક ચિંતાનું કારણ બની શકે છે. ઓફિસમાં તમારી ટીમ તમારી અપેક્ષા કરતા ઓછું પ્રદર્શન કરે તેવી સંભાવના જોવા મળી રહી છે. જો પરિવારનું કોઈ વ્યક્તિ તમારી પાસે સલાહ લેવા માટે આવે છે, તો તમારે તેનાથી બચીને રહેવું જોઈએ.

લકી સાઈન- કોફીનો મગ

તુલા (Libra)- 23 સપ્ટેમ્બરથી 23 ઓક્ટોબર


એક નવો પરિચિત વ્યક્તિ હંમેશા માટે તમારી લાઈમલાઈટ ચોરી શકે છે, પરંતુ તેની આ લાઈમલાઈટ હંમેશા માટે નહીં રહે. ઓનલાઈન કોર્સ અથવા ટ્યુટોરિયલનો પ્રયોગ કરવા માટે તમને ઈચ્છા થઈ શકે છે. આત્મવિશ્વાસની એક નવી લહેરના કારણે તમને સતત પ્રેરણા મળી શકે છે.

લકી સાઈન- કેન્ડલ સ્ટેન્ડ

આ પણ વાંચો : ભારતમાં ક્યાં ક્યાં દેખાશે ચંદ્રગ્રહણ? શું થશે નુકસાન

વૃશ્વિક (Scorpio)- 24 ઓક્ટોબરથી 21 નવેમ્બર


કેટલાક પ્રતિબંધોને કારણે તમારી કામની ગતિ પર અસર પડી શકે છે. તમારે આગળ વધવા માટે સતત પ્રયાસ કરવાના રહેશે. અગાઉના કેટલાક અટકી ગયેલા મામલાઓમાં કેટલીક મુવમેન્ટ જોવા મળી શકે છે.

લકી સાઈન- ગાર્ડન

ધન (Sagittarius)- 22 નવેમ્બરથી 21 ડિસેમ્બર


તમે જે બાબતે વિલંબ કરી રહ્યા છો, તે પ્રેઝન્ટ જરૂરથી કરવું જોઈએ. વિશેષરૂપે ઘરેલુ બાબતે કોઈ મહત્ત્વપૂર્ણ બાબત પર તમારું ધ્યાન આકર્ષિત થાય તેવી જરૂરિયાત ઊભી થઈ શકે છે. કોઈ અંગત વ્યક્તિ પાસેથી સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે.

લકી સાઈન- સોલાર પેનલ

મકર (Capricorn)- 22 ડિસેમ્બરથી 19 જાન્યુઆરી


આંતરરાષ્ટ્રીય તક પ્રાપ્ત થઈ શકે છે અને કોઈ સારા સમાચાર મળી શકે છે. લાંબા સમયથી જે એસાઈનમેન્ટ અટકી રહેલ છે, તેને મંજૂરી પ્રાપ્ત થઈ શકે છે. ફિટનેસ એલર્ટ મળી શકે છે અને ટૂંક સમયમાં તમે ફિટ રહેવા માટેની શરૂઆત કરી શકો છો.

લકી સાઈન- ફૂલદાની

કુંભ (Aquarius)- 20 જાન્યુઆરીથી 18 ફેબ્રુઆરી


એક એવો મોકો છે, જ્યાં તમારી કોઈ રસપ્રદ વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે, જે મોટાપાયે પ્રભાવ ઉભો કરી શકે છે. સર્વકાલિક સ્તરે સતર્કતા ઊત્પન્ન થઈ શકે છે. જો સાવચેત નહીં રહો તો કોઈ કિંમતી વસ્તુ ગુમ થવાની સંભાવના રહેલી છે.

લકી સાઈન- મધમાખી

મીન (Pisces)- 19 ફેબ્રુઆરીથી 20 માર્ચ


એક નવો પરંતુ નાનો એસાઈનમેન્ટ આવનારા સમયમાં તમારા માટે ખાસ તક લાવે તેવી સંભાવના છે. હંમેશા સારુ પ્રદર્શન થાય તેવી ચિંતાને કારણે તમે પીછેહઠ કરી શકો છો. સપ્તાહના અંતમાં રોકડ હાથમાં આવે તેવી સંભાવના જોવા મળી રહી છે.

લકી સાઈન- ભગવાન બુદ્ધની મૂર્તિ
Published by:Kaushal Pancholi
First published:

Tags: Aaj nu rashifal, Dev diwali, Horoscope

विज्ञापन
विज्ञापन