શ્રી સ્વામિનારાયણ ભગવાનના પંચમ વારસદાર આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજીનો ૭૮મો પ્રેમાંજલિ પર્વ ઊજવાયો

News18 Gujarati
Updated: May 30, 2020, 3:05 PM IST
શ્રી સ્વામિનારાયણ ભગવાનના પંચમ વારસદાર આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજીનો ૭૮મો પ્રેમાંજલિ પર્વ ઊજવાયો
મણીનગર ગાદી સંસ્થાન આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી

અનંતકોટી બ્રહ્માંડના અધિપતિ શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાર્વભૌમ નાદવંશ ગુરુપરંપરાના પંચમ વારસદાર આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના ૭૮મા પ્રેમાંજલિ પર્વની સંતોએ સાથે મળી ઉમંગભેર ઉજવણી કરી

  • Share this:
ગરવી ગુજરાતના મહાનગર અમદાવાદની દક્ષિણે મણિ સમ સોહતા મણિનગરમાં અનંતકોટી બ્રહ્માંડના અધિપતિ શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાર્વભૌમ નાદવંશ ગુરુપરંપરાના પંચમ વારસદાર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના ૭૮ મા પ્રેમાંજલિ પર્વ - પ્રાગટ્ય પર્વની સંતોએ સાથે મળી ઉમંગભેર ઉજવણી કરી હતી.

શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગરમાં મઘમઘતા જુઈ, મોગરાના પુષ્પોના બાગમાં બિરાજમાન શ્રી સ્વામિનારાયણ ભગવાન, શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી સહજાનંદ સ્વામી મહારાજ, શ્રી અબજી બાપાશ્રી, શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર શ્રી મુક્તજીવન સ્વામીબાપાની પુનિતમય નિશ્રામાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે પુષ્પહાર પહેરાવી, ચરણોમાં બિરાજમાન થયા હતા.

સ્વામિનારાયણબાપા સ્વામીબાપા સમક્ષ અન્નકૂટોત્સવની મનોરમ્ય સજાવટ કરવામાં આવી હતી. આ પાવનકારી અવસરે પંચામૃત પૂજન, મહિમાગાન સહ લાઇવ સંતોના વિધ વિધ ધાર્મિક નૃત્યો, કેક કટિંગ સેરેમની અર્પણવિધિ, સદ્ગુરુઓની શબ્દ પુષ્પાંજલિ, આરતીઓ વગેરે અનેકવિધ કાર્યક્રમો સંપન્ન થયા હતા.

વિશ્વવાત્સલ્યમહોદધિ આચાર્ય સ્વામીજી મહારાજે વિશ્વમાં શાંતિ બની રહે તે માટે સક્રિય રહી સામાજીક, રચનાત્મક પ્રવૃત્તિઓ સહિત નાતજાતના ભેદભાવથી પર રહીને અઢારેય આલમને સમદ્રષ્ટિથી નિહાળ્યા છે. સનાતન વૈદિક ધર્મમાં ઉદારતાના પાઠ શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપા પાસેથી મેળવ્યા છે.

તેઓનું પાવનકારી સાંનિધ્ય, સત્સંગ અને પ્રસંગોથી અસંખ્ય મુમુક્ષોના જીવતરને સાર્થક બનાવવાના યજ્ઞમાં સક્રિય રહે છે. તેઓમાં પ્રભુભક્તિ, ગુરૂભક્તિ અને રાષ્ટ્રભક્તિનો સમન્વય છે તેમજ સેવા, સમર્પણ, સહજતા અને સરળતાના સંગમ દીપી ઊઠે છે એવી તેઓની લોકોત્તર પ્રતિભા છે.

આ અવસરે વર્તમાન સમયે ચાલી રહેલી વૈશ્વિક કોરોનાની મહામારી સંપૂર્ણ નાબૂદ થાય, એનાથી સંક્રમિત થયેલા જનો સાજા થાય અને સૌની આર્થિક સ્થિતિ સદ્ધર બને તેવી પ્રેમાંજલિ પર્વે સદ્ધર્મરત્નાકર આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે ભગવાનને પ્રાર્થના કરી હતી.વિશ્વભરમાં છવાયેલા શ્રી સ્વામિનારાયણ ગાદી પરિવારના હરિભક્તોએ પોતાના ઘરે રહી સાદાઈથી શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજનું ૭૮મુ પ્રેમાંજલિ પર્વ ઉજવ્યું હતું.
First published: May 30, 2020, 3:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading