Home /News /dharm-bhakti /Numerology Suggestions 7 December: જાણો આજે કેવો રહેશે તમારો દિવસ અને સફળતાનો માર્ગ, શેનું કરવું જોઇએ દાન

Numerology Suggestions 7 December: જાણો આજે કેવો રહેશે તમારો દિવસ અને સફળતાનો માર્ગ, શેનું કરવું જોઇએ દાન

જાણો આપનો દિવસ કેવો રહેશે.

7 December 2022 numerology predictions: કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ જાણો.

વધુ જુઓ ...
  નંબર 1 – સ્ત્રીઓએ પોતાની રસોડાની પૂર્વ દિવાલ પર ભગવાન સૂર્યની તસવીરને લગાવવી જોઇએ. સ્પર્ધાઓ અને ઇન્ટરવ્યુમાં એકેડેમિક જ્ઞાન પ્રદર્શિત કરવાનો સમય છે. આ દિવસ હીલિંગ સેશનમાં ભાગ લેવા, સરકારી કરારો પર સહી કરવા, પ્રેઝન્ટેશન સ્પોન્સર ઇવેન્ટઅને પ્લે ટુર્નામેન્ટ્સમાં ભાગ લેવામાં પસાર કરવો જોઈએ. તમારા મજબૂત બેકગ્રાઉન્ડ દ્વારા તમારા મિત્રો કે સંબંધીઓને કાયદાકિય અથવા ઓફિશ્યલ બાબતો ઉકેલવા માટે તમારો સહયોગ વધારવો જોઇએ. લેધર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાનું ટાળો.

  માસ્ટર કલર – પીળો
  લકી દિવસ – રવિવાર
  લકી નંબર – 3 અને 1
  દાન – મંદિરમાં કંકુનું દાન કરો

  નંબર 2 – આ દિવસ પ્રેમ સંબંધ માટે થોડો જટિલતાઓથી ભર્યો રહેશે. આજે તમારે તમારા દસ્તાવેજો અને સદ્દભાવના અંગે સાવધાન રહેવું જોઇએ. કારણ કે કોઇ તેને નુકસાન પહોંચાડી શકે છે. તમારા ગ્રોથને વધારવા માટે આંતરિક સમસ્યાઓને અવગણી કરિયર પર ધ્યાન આપવું જોઇએ. તમારી ભવિષ્યની યોજનાઓ વિશે અન્યને જણાવવાનું ટાળશો અને રાજકારણીઓએ દસ્તાવેજો સાઇન કરતા પહેલા સાવચેત રહેવું જોઇએ.

  માસ્ટર કલર – વાદળી અને પીળો
  લકી દિવસ – સોમવાર
  લકી નંબર – 2 અને 6
  દાન – આશ્રમમાં ચોખાનું દાન કરો.

  નંબર 3 – આજે તમારે થોડો સમય પોતાના માટે કાઢવો જોઇએ અને આધ્યાત્મિકતા અને ધ્યાન દ્વારા તમારી છઠ્ઠી ઇન્દ્રિયની શક્તિને જાગૃત કરવી જોઇએ, જે તમને તમારા ગ્રોથનો રસ્તો બતાવશે. સ્ટેજ પર આજે તમારી હાજરી મોહક રહેશે. થિયેટરના કલાકારોએ નવી શરૂઆત કરવી આવશ્યક છે. તમારા માર્ગમાં કોઈ નવા સંબંધની પણ શરૂઆત થવાની સંભાવના છે. જાહેર હસ્તીઓ અને વકીલોને નસીબનો સાથ મળશે. સંગીતકારો, ડીઝાઇનર્સ, ન્યૂઝ એન્કર્સ, રાજકારણીઓ, અભિનેતાઓ, આર્ટિસ્ટ, ગૃહિણી, હોટેલિયર અને લેખકોને કરીયર અંગે ખાસ તક મળી શકે છે.

  માસ્ટર કલર – ઓરેન્જ

  લકી દિવસ – ગુરૂવાર

  લકી નંબર – 3 અને 1

  દાન – બાળકોને પીળા આર્ટિફિશ્યલ ફૂલોનું દાન કરો.

  નંબર 4 – દિવસની શરૂઆત સકારાત્મકતાથી કરવા માટે તુલસીના પાન રાખો. સ્વાસ્થ્ય અને લાગણીઓ બંનેનો ખ્યાલ રાખશો. પૈસાની આવકમાં થોડો વિલંબ થતો જણાય શકે છે. આજે સાયટ્રસ ફ્રૂટ ખાવાથી શારિરીક અને માનસિક સ્વાસ્થ્ય સુધરશે. કન્સ્ટ્રક્શન, મશીનરી, મેટલ્સ, સોફ્ટવેર અને બ્રોકર્સ વગેરે બિઝનેસ સાથે સંકળાયેલા લોકોએ કોઇ પણ એગ્રીમેન્ટ સાઇન કરવાનું ટાળવું જોઇએ. પ્રોફેસનલ લાઇફ સારી રહેશે અને માતાપિતા તરીકે તમે ગર્વ અનુભવી શકશો.

  માસ્ટર કલર – બ્લૂ
  લકી દિવસ – મંગળવાર
  લકી નંબર – 6
  દાન- ગરીબોને લીંબુંનું દાન કરો

  નંબર 5 – તમારી વિસ્ડમને જાળવવા માટે કાર્યસ્થળ પર ઘૂવડની તસવીર લગાવશો. તમારા બોસ અથવા સિનિયર તમારા કામથી અને શબ્દોથી પ્રભાવિત થશે, છતા પણ તમને ઓછું અપ્રેઝલ મળશે. અન્યની ભૂલોને અવગણીને આગળ વધવાનો દિવસ. પ્રોપર્ટ કે સ્ટોક્સમાં ઇન્વેસ્ટ કરવાનો દિવસ, કારણ કે નાણાંકીય લાભ જલદી જ તમારા દરવાજે આવી શકે છે. સ્પોર્ટસમેન અને ટ્રાવેલર્સને શ્રેષ્ઠ પરિણામ મળશે. મીટિંગ્સમાં ભાગ્યનો સાથ મેળવવા લીલા કપડા પહેરો. તમારે તમારી લાગણીઓ અને પ્રેમનો એકરાર કરવો જોઇએ, કારણ કે આજે તમને ઘણી ચોઇસ મળી શકે છે. ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં સારો ગ્રોથ જોવા મળશે.

  લકી કલર – ટીલ
  લકી દિવસ – બુધવાર
  લકી નંબર – 5
  દાન – ગરીબોને લોટનું દાન કરો

  નંબર 6 – લેધર બેલ્ટની જગ્યાએ સિલ્વર મેટાલિક વોચ પહેરો. તમારા દુખના કારણને દૂર કરો કારણ કે તે તમારા માટે વધુ સમસ્યાઓ ઊભી કરી શકે છે. આજે તમારા મનમાં રોમાન્સ અને પ્રોમિસની લાગણીઓ ભમશે. પરંતુ છેતરપિંડી અને અવિશ્વાસથી સાવધાન રહેવું. બિઝનેસ અને જોબ ગ્રોથ સારી રહેશે, પરંતુ પર્સનલ પ્રોબ્લેમ્સ વધારે જટીલતા ભર્યા રહેશે, તેથી વિવાદોથી દૂર રહો. તમે બધાને ખુશ કરી શકતા નથી, તેથી વધારે પડતી જવાબદારીઓ તમારા ખભા પર ન લેશો. હોટેલર, ટ્રાવેલર્સ, જ્વેલર્સ, અભિનેતાઓ, જોકીસ અને ડોક્ટર્સ પોતાની સ્કિલ્સ બતાવશે, જે તેમના માટે લકી સાબિત થશે. સ્પોર્ટ્સમાં કોચની ગાઇડન્સ લેશો, તે ભવિષ્યમાં કામ આવી શકશે.

  માસ્ટર કલર – પીચ
  લકી દિવસ – શુક્રવાર
  લકી નંબર – 6
  દાન – તમારી મિત્ર અથવા વરીષ્ઠ મહિલાને બંગડીઓનું દાન કરો.

  નંબર 7 - રમતગમતના લોકો સારા સમયનો આનંદ માણશે અથવા સૌથી ખરાબ સમયનો સામનો કરી શકશે. ઘરના કામમાં વધુ સમર્પિત રહેવાનું ટાળો, કારણ કે તમને તણાવ અનુભવી શકો છો. વકીલો, સોફ્ટવેર ઇજનેરો, વિદ્યાર્થીઓ, સ્પોર્ટસમેન અને સીએ માટે એક ઉત્તમ દિવસ છે. તમારું નેતૃત્વ અને વિશ્લેષણાત્મક કૌશલ્ય એ તમારા વ્યક્તિત્વની સંપત્તિ છે. વિવાદોનો સામનો કરવાનું ટાળો, કારણ કે તમારી ઇમેજને નુકસાન થશે. પ્રેમ સંબંધમાં તમારી પ્રામાણિકતાના બદલામાં વિશ્વાસ અને આદર મળશે. આજે દસ્તાવેજો પર વિશ્વાસ ન કરશો, કારણ કે દિવસને ઓડિટની જરૂર છે. કોર્ટ્સ, થીએટર, ટેક્નોલોજી, સરકારી ટેન્ડર્સ, રીઅલ એસ્ટેટ, શાળાઓ, ઇન્ટિરીયર્સ, ગ્રેઇન્સમાં કામ કરતા લોકો માટે આ દિવસ શ્રેષ્ઠ છે. બિઝનેસ રીલેશન સારા રહેશે, જ્યાં સુધી તમે પાર્ટનરશિપમાં નથી રહેતા.

  માસ્ટર કલર – પીળો અને લીલો
  લકી દિવસ – સોમવાર
  લકી દિવસ – 7
  દાન – ગરીબોને સિક્કાનું દાન કરો

  નંબર 8 – ભગવાન શનિના મંત્રનો જાપ કરો અને તમારા કાર્યમાં તેમના જેવી જ પ્રામાણિકતા દાખવો. દૈનિક વિવાદોના કારણ તમે સમસ્યાઓના સમાધાનમાં વ્યસ્ત રહેશો. ટૂંકા ગાળાના ઉદ્દેશો પ્રાપ્ત કરી શકાશે, પરંતુ લાંબાગાળાના ઉદ્દેશોમાં વિલંબ થઇ શકે છે. તમારા સ્વાસ્થ્યની કાળજી રાખવાનો અને સ્વસ્થ જીવનશૈલી અપનાવાનો સમય છે. ફેમિલી ફંક્શન, પ્રેઝન્ટેશન, સરકારી એગ્રીમેન્ટ્સ અથવા ઇન્ટરવ્યૂ ખાસ અટેન્ડ કરવા જોઇએ. પરીવાર સાથે સમય વિતાવો. લોંગ ડ્રાઇવ્સ પર જવાનું ટાળશો. મેડિટેશન પાવર વધારવા અને પ્રેમ સંબંધને મજબૂત બનાવવાનો યોગ.

  માસ્ટર કલર – સી બ્લૂ અને બ્રાઉન
  લકી દિવસ – શુક્રવાર
  લકી નંબર – 6
  દાન – પશુઓને બ્રાઉન ગ્રેઇન્સનું દાન કરો

  નંબર 9 – લાલ ધાનને એક થેલીમાં બાંધીને તમારી સાથે રાખો, તે પોઝીટિવ એનર્જીને આકર્ષવામાં મદદ કરશે. લોકપ્રિયતા હંમેશાં તમારી નોકરી અને વ્યક્તિત્વનો એક ભાગ છે, પરંતુ આજે જાહેરમાં હાજર રહેવા માટે સંયમ રાખો તેના બદલે તમારા માટે સમય બચાવો. મીડિયા, સ્પોર્ટ-કન્સ્ટ્રક્શન, મેડિકલ, પોલિટિક્સ અને ગ્લેમર ઇન્ડસ્ટ્રીના લોકોને નવી ઊંચાઈઓ જોવા મળશે. વ્યવસાય અથવા નોકરીને વધારવા માટે કૌટુંબિક જોડાણોનો સંપર્ક કરવાનો એક સુંદર દિવસ, એક સારો અવસર રાહ જોઈ રહ્યો છે. દિવસની શરૂઆત કરવા માટે લાલ રંગનો પોશાક પહેરવો જોઇએ.

  માસ્ટર કલર – બીજ
  લકી દિવસ – મંગળવાર
  લકી નંબર – 9 અને 6
  દાન – ભીખારીઓને ઓરેન્જનું દાન કરો

  7 મી ડિસેમ્બરે જન્મેલા સેલિબ્રિટીઝ: અલી અસગર, પ્રમુખ સ્વામી મહારાજ, સુનિલકાંત મુંજાલ, વિગીતા આયંગર, પૂજા શર્મા, શ્રીધર
  First published:

  Tags: Dharm Bhakti, Horoscope, Numerology

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन