Home /News /dharm-bhakti /કેવી રીતે થયું સપ્તાહના સાત દિવસનું નામકરણ? જાણો નવગ્રહ સાથે સબંધ

કેવી રીતે થયું સપ્તાહના સાત દિવસનું નામકરણ? જાણો નવગ્રહ સાથે સબંધ

સાત દિવસનું નામકરણ

7 Days Name: હિન્દુ ધર્મમાં નવગ્રહ સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રાહુ-કેતુનો ઉલ્લેખ છે. અઠવાડિયાના દરેક દિવસનું પોતાનું મહત્વ છે. દરેક દેવી-દેવતાની પૂજા માટે એક ખાસ દિવસ નક્કી કરવામાં આવે છે.

    હિન્દૂ ધર્મમાં સપ્તાહના પ્રત્યેક દિવસનું મહત્વ જણાવવામાં આવ્યું છે. દેવું દેવતાઓની પૂજાથી લઇ શુભ કાર્ય તેમજ જીવન સાથે જોડાયેલા કર્યોને વિશેષ દિવસ સાથે જોડવામાં આવ્યા છે. જેવી રીતે સપ્તાહમાં સાત દિવસ હોય છે, જેમાં સોમવારનો દિવસ ભગવાન શિવને શામર્પિત છે, એ જ રીતે તમામ દેવતાઓની પૂજા માટે એક દિવસ વિશેષ નિર્ધારીત છે. ધાર્મિક ગ્રંથોમાં કેટલાક કર્યો કોઈ વિશેષ દિવસ કરવાનો ઉલ્લેખ છે. એવામાં સવાલ આવે છે કે કેવી રીતે સાત દિવસનું નામકરણ થયું. તો ચાલો જાણીએ સપ્તાહના દિવસ સાથે જોડાયેલી રસપ્રદ વાત.

    નવ ગ્રહોના આધાર પર સાત દિવસ

    ગ્રંથ પુરાણોમાં બ્રહ્માંડના નવ ગ્રહો સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રાહુ-કેતુ અંગે વિસ્તારથી વર્ણન મળે છે. પંડિત ઇન્દ્રમણિ ઘનસ્યાલ જણાવે છે કે એમને નવ ગ્રહોના નામથી સપ્તાહના સાત દિવસોનું નામકરણ થયું છે. જેમકે સૂર્યના નામ પર રવિવાર, ચંદ્રમાના નામ પર સોમવાર, મંગળના નામ પર મંગળવાર, બુધના નામ પર બુધવાર, બૃહસ્પતિના નામ પર ગુરુવાર, શુક્રના નામ પર શુક્રવાર અને શનિના નામ પર શનિવાર.

    આ પણ વાંચો: Surya Gochar: સૂર્યદેવના વૃશ્ચિક રાશિમાં ગોચરથી ખુલી જશે 4 રાશિનું ભાગ્ય

    રાહુ અને કેતુ ગ્રહોને મંગળ અને શનિના પડછાયા ગ્રહો માનવામાં આવે છે, તેથી તેઓ મંગળ અને શનિ સાથે જોડાયેલા છે. પશ્ચિમના દેશોમાં નવો દિવસ રાત્રે 12 વાગ્યે શરૂ થાય છે, પરંતુ આપણા દેશમાં સૂર્યોદયથી નવો દિવસ શરૂ થાય છે.

    દરેક દેવતાને સમર્પિત વિશેષ દિવસ

    વૈદિક સાહિત્ય અને ધર્મની દૃષ્ટિએ દિવસોના નામોનું પોતાનું મહત્વ છે. સંસ્કૃત ભાષામાં દરેક ગ્રહના નામની આગળ વર અથવા વાસર શબ્દનો ઉપયોગ કરીને અઠવાડિયાના દિવસોનું નામકરણ કરવામાં આવ્યું હતું. ધર્મના દૃષ્ટિકોણથી, દરેક દિવસ દેવતાની પૂજા માટે નિર્ધારિત છે.

    આ પણ વાંચો: Kaal Bhairav Jayanti 2022: આ મંદિર પ્રસાદ તરીકે ચઢાવવામાં આવે છે દારૂ, ભગવાન પણ કરે છે ગ્રહણ



    જેમ- રવિવારના દિવસે સૂર્યદેવની પૂજા કરવામાં આવે છે, તેવી જ રીતે સોમવારે શિવ, મંગળવારે હનુમાન, બુધવારે ગણેશ, ગુરુવારે ગુરુ, શુક્રવારે દેવી લક્ષ્મી અને શનિવારે શનિદેવની પૂજા કરવાની જોગવાઈ છે. એવું માનવામાં આવે છે કે કોઈપણ વ્યક્તિના રોજબરોજના કામ તેની જન્મ રાશિ અને ગ્રહ સ્વામીથી પ્રભાવિત થાય છે અને તે મુજબ વ્યક્તિને ફળ પણ મળે છે.
    Published by:Damini Patel
    First published:

    Tags: 7 days, Dharm Bhakti

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन