Guruwar Upay: ગુરુવારના દિવસે અપનાવો આ 6 ઉપાય, ઘરમાં નહી થાય આર્થિક સમસ્યા
Guruwar Upay: ગુરુવારના દિવસે અપનાવો આ 6 ઉપાય, ઘરમાં નહી થાય આર્થિક સમસ્યા
ગુરુવાર ઉપાય
Astrology: ગુરુવારના દિવસે ઘરમાં અથવા ઘર પાસે કોઈપણ વિષ્ણુ મંદિરમાં ભગવાન વિષ્ણુ (Vishnu Bhagwan) સામે ઘીનો દીવો કરવો જોઈએ. આ સિવાય ભગવાન વિષ્ણુને પીળા રંગના ફૂલ અર્પણ કરવા જોઈએ.
Guruwar Upay: હિન્દુ પંચાંગ અનુસાર સપ્તાહનો દરેક દિવસ કોઈને કોઈ દેવી દેવતા સાથે જોડાયેલો છે. દરેક દિવસે કોઈને કોઈ દેવી દેવતાની પૂજા કરવામાં આવતી હોય છે. આ જ પ્રમાણે ગુરુવારનો દિવસ ગુરુ અને ભગવાન વિષ્ણુનું પૂજન કરવામાં આવે છે. ઘાર્મિક માન્યતા અનુસાર ગુરુવારના દિવસને ધન અને સમૃદ્ધિનો દિવસ માનવામાં આવે છે. આ જ કારણે આ દિવસે સંપૂર્ણ વિધી વિધાનથી પૂજા કરવામાં આવે છે. કુંડળીમાં ગુરુની સ્થિતી મજબૂત હોય તો જીવનમાં સુખ, શાંતિ અને વૈભવ રહે છે. આ જ કારણે વ્યક્તિ ગુરુવારના દિવસે કેટલાક એવા ઉપાય કરે છે કે, જેનાંથી જીવનમાં કોઈપણ સમસ્યા ન રહે. આવો જાણીએ કે કાયમ ગુરુની કૃપા કાયમ બની રહે તે માટે ગુરુવારના દિવસે શું કરવું જોઈએ.
ગુરુવારના દિવસે સવારે બ્રહ્મ મહૂર્તમાં ઉઠીને સ્નાન કરવું જોઈએ. માન્યતા છે કે સ્નાન કરતા સમયે ઓમઃ બૃ બૃહસ્પતે નમઃ નો જાપ કરવો જોઈએ. આવું કરવાથી ગુરુની કૃપા તમારા પર બની રહે છે.
ગુરુવારના દિવસે ઘરમાં અથવા ઘર પાસે કોઈપણ વિષ્ણુ મંદિરમાં ભગવાન વિષ્ણુ સામે ઘીનો દીવો કરવો જોઈએ. આ સિવાય ભગવાન વિષ્ણુને પીળા રંગના ફૂલ અર્પણ કરવા જોઈએ.
ગુરુ બૃહસ્પતિને પીળો રંગ ખૂબ પ્રિય હોય છે. આ દિવસે જરૂરિયાતમંદ લોકોને પીળા રંગની વસ્તુઓ દાન કરવી જોઈએ. આમાં ચણાની દાળ, તુવેરની દાળ, ફળો અને કપડા પણ આપી શકાય છે.