ગરુડ પુરાણ મુજબ આ 6 લોકોએ હમેશા સૂર્યને જળ અર્પણ કરવું જોઇએ

સ્નાન કર્યા બાદ તાંબાનાં લોટાથી સૂર્યને અર્ધ્ય અર્પિત કરવું જોઇએ. જળ ચઢાવતા સમયે બંને હાથથી લોટો પકડવો જોઇએ. અને જળની સાથે લાલ ફૂલ, કુમકુમ અને ચોખા પણ અર્પણ કરવા જોઇએ

સ્નાન કર્યા બાદ તાંબાનાં લોટાથી સૂર્યને અર્ધ્ય અર્પિત કરવું જોઇએ. જળ ચઢાવતા સમયે બંને હાથથી લોટો પકડવો જોઇએ. અને જળની સાથે લાલ ફૂલ, કુમકુમ અને ચોખા પણ અર્પણ કરવા જોઇએ

 • Share this:
  ધર્મ ડેસ્ક: ગરુડ પુરાણનાં બ્રાહ્મ પર્વમાં સૂર્ય પૂજા સાથે જોડાયેલી ખાસ વાતો જણાવવામાં આવી છે જેમાં 6 પ્રકારનાં લોકોએ સૂર્યને જળ ચઢાવવું જરૂરી છે તે વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હવે આ 6 લોકો કયા છે જાણો તેમને.

  -જે લોકોની કુંડળીમાં સૂર્ય નીચનો કે નબળો હોય તેમણે.
  -જેમનામાં આત્મ વિશ્વાસનો અભાવ હોય તેમણે
  -જે ખુબ બધા માણસોની વચ્ચે ગભરામણ અનુભવતો હોય
  -જે વ્યક્તિ પર નકારાત્મકતા હાવી હોય
  -જેને હમેશા અજ્ઞાત ભય સતાવતો રહેતો હોય.
  -જે લોકોને ઘર-પરિવાર અને સમાજમાં માન-સમ્માન જોયતુ હોય.

  આ તમામ 6 લોકોએ દરરોજ સવારે વહેલા ઉઠીને સૂર્યને જળ ચઢાવવું જોઇએ.

  સૂર્યને જળ ચઢાવવાનો સાચો ઉપાય
  -સૂર્યદેવને જળ ચઢાવવા માટે દરરોજ સવારે વહેલા પથારી છોડી દેવી જોઇએ.
  -સ્નાન કર્યા બાદ તાંબાનાં લોટાથી સૂર્યને અર્ધ્ય અર્પિત કરવું જોઇએ. જળ ચઢાવતા સમયે બંને હાથથી લોટો પકડવો જોઇએ. અને જળની સાથે લાલ ફૂલ, કુમકુમ અને ચોખા પણ અર્પણ કરવા જોઇએ.
  -સૂર્યને અર્ધ્ય સમર્પિત કરતા સમયે જળની પડતી ધારા માંથી સૂર્યની કિરણોને જરૂર જોવી જોઇએ.
  -પૂર્વ દિશા તરફ મુખ કરીને સૂર્યને જળ ચઢાવવું જોઇએ.
  -ધ્યાન રાખો કે જળ ચઢાવતા સમયે જમીન પર પડતુ પાણી તમારા પગને ન અડે. એવી જગ્યાએથી જળ સૂર્યને ચડાવવું જ્યાંથી ચઢાવતા સમયે પાણીનો રેલો પગ સુધી ન પહોંચે. એટલે બને તો નીચે માટી હોય કે પછી એક કુંડું રાખી લો. તેનાંથી પાણીની ધારા તેમાં જ સમાયી જાય અને આપને કે કોઇનાં પગમાં તે જળ ન અડે.
  -જળ ચઢાવતા સમયે જો સૂર્યનાં બાર નામ આવડા હોય તો તે બોલવાં જો તે ન આવડા હોય તો આપ ऊँ सूर्याय नम: મંત્રનો જાપ કરી શકો છો.

  સૂર્ય દેવનાં 12 નામ
  *ॐ सूर्याय नम: ।
  * ॐ भास्कराय नम:।
  * ॐ रवये नम: ।
  * ॐ मित्राय नम: ।
  * ॐ भानवे नम:
  * ॐ खगय नम: ।
  * ॐ पुष्णे नम: ।
  * ॐ मारिचाये नम: ।
  * ॐ आदित्याय नम: ।
  * ॐ सावित्रे नम: ।
  * ॐ आर्काय नम: ।
  * ॐ हिरण्यगर्भाय नम: ।
  Published by:Margi Pandya
  First published: