Home /News /dharm-bhakti /Numerology Suggestions: બિઝનેસમાં કંઈક નવું કરવાની અપેક્ષા સાથે શરૂઆત કરી શકો, જાણો તમારું રાશિભવિષ્ય

Numerology Suggestions: બિઝનેસમાં કંઈક નવું કરવાની અપેક્ષા સાથે શરૂઆત કરી શકો, જાણો તમારું રાશિભવિષ્ય

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

6 November 2022 numerology predictions: કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ જાણો.

વધુ જુઓ ...

  નંબર 1 : 1, 20, 19 અને 28 તારીખે જન્મેલા લોકો


  તમારે આ આખું સપ્તાહ દલીલોથી દૂર રહેવું જોઈએ. બાકીના દિવસો વાતચીતમાં જીતવા માટે મૌન એ શ્રેષ્ઠ ચાવી છે. કપલોએ એ પરસ્પર વિશ્વાસ પ્રત્યે સાવચેત રહેવું જોઈએ. તમે સ્ટેજ અથવા ઇવેન્ટ્સમાં જઈ શકો છો, પરંતુ મુસાફરી કરવાની ટાળો તો સારું રહેશે .તમારી હોંશિયારી અને શ્રેષ્ઠ વાણીથી તમે બીજા પર સારી એવી છાપ પાડી શકશો. સંબંધો સ્થાપિત કરવાનું અને પ્રમાણિકતા જાળવવાનું યાદ રાખો. થિયેટર કલાકારો, ક્રિકેટરો, નર્તકો, બેટરીના ડીલરો, લેખકો, સરકારી અધિકારીઓ, ડોકટરો, સંગીતકારો અને મીડિયા ઉદ્યોગના લોકોને નફો હાંસલ કરવા માટેની તકો મળવાની સંભાવનાઓ છે.

  માસ્ટર કલર્સ :નારંગી અને વાદળી

  લકી દિવસ: મંગળવાર

  લકી નંબર 1 અને 9

  દાન: મંદિરમાં નાળિયેરનું દાન કરો.

  નંબર 2 ( 2જી, 11મી, 20મી અને 29મી તારીખે જન્મેલા લોકો)


  તમને ગમતી વ્યક્તિ પ્રત્યે પ્રેમની લાગણીઓ એક અઠવાડિયું જ છુપાવી શકશો. રોમાંસની અનુભૂતિ થશે. બિઝનેસમાં કંઈક નવું કરવાની અપેક્ષા સાથે શરૂઆત કરી શકો છો.સોમવારે ભગવાન શિવને દૂધ અર્પણ કરો અને સ્ત્રીઓએ કુમકુમ લગાવવું જોઈએ.તમારા અંગત સંબંધને સુધારવા માટે તમારે બીજાની ભૂલોને નજરઅંદાજ કરવી જોઈએ. તમે સંપત્તિ વેચી શકો છો, અને નવા બિઝનેસ યુનિટમાં રોકાણ કરી શકો છો. તમે તમારા માતા-પિતાના સહયોગથી સફળ થશો. આળસ તમારા કાર્યને અવરોધશે. તમારા બાળકો અને સંબંધીઓ સાથે સમય વિતાવવું, કૌટુંબિક કાર્યોમાં હાજરી આપવી, ટૂંકી સફરની યોજના બનાવવી, સ્ટોકમાં રોકાણ કરી શકો છો.સંબંધોમાં રોમાંસ વધવાની શક્યતા છે.

  માસ્ટર કલર્સ પિંક

  લકી દિવસ સોમવાર

  લકી નંબર 2

  દાન: મંદિરમાં બે નારિયેળ દાન કરો.

  નંબર 3 ( 3જી, 12મી, 22મી અને 30મી તારીખે જન્મેલા લોકો)


  તમે જે લક્ષ્ય નક્કી કર્યું છે તેમાં ખૂબ જ મેહનતની જરૂર છે. સખત મેહનત માટે તૈયાર રહો નહીંતર તે કામને અત્યારે જ છોડી દો.જો કે અત્યારે કરિયરમાં વૃદ્ધિ થવામાં વિલંબ થઈ શકે છે, અંગત જીવનમાં પણ અવિશ્વાસનો સામનો કરવો પડે. કામના સ્થળે તમારા પરફોર્મન્સ માટે પ્રેસર અને સ્પર્ધાનું અઠવાડિયું રહી શકે છે. આધ્યાત્મિકતા અને જ્ઞાન વધારવા માટે મુસાફરી કરવાનો આ સમય છે. ખાસ કરીને ગાયકો, કોચ, શિક્ષણવિદો, રાજકારણીઓ અને વકીલો માટે ખૂબ જ પ્રભાવશાળી દિવસ રહેશે. કપડાં, ઝવેરાત, પુસ્તકો, સરંજામ, અનાજ અથવા મુસાફરી બુકિંગની ખરીદી કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે. ડિઝાઇનર્સ, હોટેલીયર્સ, એન્કર, જીવન અને રમતગમતના કોચ અને ફાઇનાન્સર્સ, સંગીતકારો આજે વિશેષ સિદ્ધિઓનો આનંદ માણશે.

  માસ્ટર કલર્સ :લાલ અને પીળો

  લકી દિવસ :ગુરુવાર

  લકી નંબર 3 અને 9

  ઉપાય : કૃપા કરીને કેસર મંદિરનું દાન કરો.

  નંબર 4 ( 4, 13, 22, 31 તારીખે જન્મેલા લોકો)


  આ અઠવાડિયે પાછલા દિવસોની તુલનામાં જીવનમાં થોડી લક્ઝરી અને આરામ અનુભવી શકશો. તમને તમારા બાળકો માટે ખૂબ ગર્વ થશે. સ્ટોક અને કોમર્શિયલ પ્રોપર્ટીમાં રોકાણ કરનારાઓ માટે અનુકૂળ દિવસ છે. વ્યવસાયિક સોદા અથવા સરકારી ઓડૅર સફળ થશે. જો આજે ફાઇનાન્સને લગતા મુખ્ય નિર્ણયો લેવામાં આવે તો સારા વળતરનો સામનો કરવો પડશે. સેલ્સ કર્મચારીઓ, IT કર્મચારીઓ, થિયેટર કલાકાર અથવા કલાકારો, ટીવી એન્કર અને નર્તકોએ ઇન્ટરવ્યુ માટે અરજી કરવી આવશ્યક છે, કારણ કે આજે લાભ મળવવાની ઉજ્જવળ તકો છે. બાંધકામ સામગ્રી, ધાતુ અને વસ્ત્રોના ઉત્પાદકોએ વ્યવસાયમાં નવી ઓફરની અપેક્ષા મળવાની શક્યતાઓ છે. સ્વાસ્થ્યને સારું રાખવા માટે લીલા પાંદડાવાળા શાકભાજીને તમારા આહારમાં સામેલ કરો.

  માસ્ટર્સ કલર્સ : જાંબલી

  લકી દિવસ: મંગળવાર

  લકી નંબર 9

  દાન : આશ્રમમાં લીલા ફળોનું દાન કરો.

  નંબર 5 ( 5, 14, 23 તારીખે જન્મેલા લોકો)


  અઠવાડિયું મુશ્કેલ છે. તમે કંઈક ગુમાવશો પરંતુ કોઈ વસ્તુનો વિનાશ નવી વસ્તુના નિર્માણ તરફ દોરી જશે. ભગવાન ગણેશની વિધિ કરો અને તેમને લીલું ઘાસ (દુર્વા) અર્પણ કરો. બીજાઓના વર્તનને ને ભૂલી તેમનામાં વિશ્વાસ કરવાનું શરૂ કરો. તમે તમારા સર્કલના લોકો સાથે ચેટ કરવાનું બંધ નહીં કરો તો તે બાબત લાંબા સમયે જટિલ મુદ્દાઓ તરફ લઈ જવાની સંભાવના છે. નાણાકીય નફો સાધારણ લાગશે, રોમેન્ટિક સંબંધમાં પડકારોનો સામનો કરે છે. તમારે તમારી આંખો ખોલવાની અને ભગવાન પ્રત્યે તમારી કૃતજ્ઞતા વ્યક્ત કરવાની જરૂર છે. આજે રમતગમત, ઈવેન્ટ્સ, ડીલરશીપ, ફ્રેન્ચાઈઝી અને મીડિયાના લોકો એ પોતાનું નસીબ અજમાવાનો સારો દિવસ છે.

  માસ્ટર કલર્સ : ગ્રીન

  લકી દિવસ: બુધવાર

  લકી નંબર 5

  દાન: પ્રાણીઓ અથવા અનાથાશ્રમમાં પાણીનું દાન કરો.

  નંબર 6 (6, 15, 24 તારીખે જન્મેલા લોકો)


  તમે ઘણા લોકો માટે માતા પિતા જેવા છો, તેથી તેમના પ્રત્યેની તમારી જવાબદારીઓ નિભાવો. તમને નિભાવેલી જવાબદારીઓથી કમાયેલું સન્માનનું વળતર મળવાની શક્યતાઓ છે. માઈક પકડીને ગ્રુપનું નેતૃત્વ કરવાની ઓફર પણ મળી શકશે. તકનો ઉપયોગ કરો પછી તે તમારી પસંદગીની હોય કે તેમાં સમાધાન કરવું પડે તો કરો. તે ભવિષ્ય માટે ઉપયોગી થશે. આજનો આરામદાયક દિવસ જીવનમાં સુખ અને સંપૂર્ણતા લાવશે. વ્યવસાયિક ગ્રાહકોની સમસ્યાઓ હલ કરવાનો અને રાત્રિભોજન અથવા ખરીદી માટે બહાર જવાનો સમય સારો છે. ગૃહિણીઓ, સ્પોર્ટ્સમેન, પ્રોપર્ટી ડીલર્સ, ત્વચારોગ વિજ્ઞાની ગાયકો, ડિઝાઇનર્સ, ઇવેન્ટ મેનેજમેન્ટ, બ્રોકર્સ, શેફ્સ, વિદ્યાર્થીઓને નવી જવાબદારીઓ પ્રાપ્ત થશે. જે તેમની વૃદ્ધિમાં વધારો કરશે. રોમેન્ટિક સંબંધો વધુ શક્તિશાળી બનશે.

  માસ્ટર કલર્સ : એક્વા

  લકી દિવસ :શુક્રવાર

  લકી નંબર 6

  દાન: આશ્રમમાં સફેદ ખાંડનું દાન કરો.

  નંબર 7 ( 7, 16 અને 25 તારીખે જન્મેલા લોકો)


  તમારી કુશળતા અને પ્રતિભા પ્રદર્શિત કરવા માટે આ અઠવાડિયું ખુબ જ સારું રહેશે. તેથી ઇન્ટરવ્યુ, પ્રસ્તુતિ, કોન્ફરન્સ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અથવા ઓડિશનમાં હાજરી આપવી જોઈએ. હંમેશા ફેબ્રિક અથવા ચામડાને બદલે મેટલનો ઉપયોગ કરો. મોટા અંગત નિર્ણયો લેતા પહેલા તમારે તમારા વડીલોની સલાહ, સંમતિ લેવાની જરૂર છે. ઓફર કરવામાં આવેલ પડકાર સ્વીકારો. કારણ કે તમારી પરિપક્વતા અને કૌશલ્યથી તમે જીતી શકશો. કોઈ તમારા પ્રદર્શનને ઓળખી શકે તેવી શક્યતા છે, તેથી તમે શક્ય હોય તેટલું પ્રદર્શન કરો. જ્વેલરી, વકીલો, કુરિયર, પાયલોટ, રાજકારણીઓ થિયેટર આર્ટિસ્ટ, સીએ, સોફ્ટવેરના લોકો ખાસ નસીબ ચમકવાની શક્યતાઓ છે.

  માસ્ટર કલર્સ: નારંગી

  લકી દિવસ સોમવાર

  લકી નંબર 7 અને 9

  દાન: તાંબાની ધાતુનો નાનો ટુકડો દાન કરો.

  નંબર 8 ( 8, 17 અને 26 તારીખે જન્મેલા લોકો)


  પ્રેમમાં રહેલા લોકો માટે પ્રેમ સંબંધ અને અન્ય યોજના બનાવવા માટે આ શ્રેષ્ઠ સપ્તાહ રહેશે. પ્રેમ લગ્ન સાકાર થવાની શક્યતા વધુ છે. પ્રવાસ કે પાર્ટીઓનો અઠવાડિયા સુધી આનંદ માણી શકશો. અઠવાડિયાની શરૂઆત પ્રાણીઓને ખવડાવવા અને દાનથી કરો. મોટી કંપનીઓ સાથે તમારું જોડાણ ભવિષ્યમાં ઉત્તમ વળતર મળવાની શક્યતાઓ છે, પરંતુ વર્તમાન સમય સંઘર્ષમય લાગી શકે છે, તેથી ધીરજ રાખો. વ્યવસાયિક લાભો વધુ રહેશે અને મિલકત અને મશીનરી ખરીદવા સંબંધિત નિર્ણયો તમારી તરફેણમાં આવશે. જોકે સફળતાનો શ્રેય તમારી બ્રાન્ડ ઈમેજને જાય છે જે બજારમાં તમારી વિશ્વસનીયતા વધારશે. ડોકટરો સિદ્ધિઓથી સન્માનિત અનુભવશે. ભાગીદારો સાથે રૂબરૂમાં દલીલો થવાની શક્યતા હોવાથી માથું ઠંડુ રાખો. પ્રાણીઓને ખારા ખોરાકનું દાન કરવું.

  માસ્ટર કલર્સ : જાંબલી

  લકી દિવસ: શુક્રવાર

  લકી નંબર: 6

  દાન: આશ્રમમાં મીઠું દાન કરો.

  નંબર 9 ( 9, 18 અને 27 ના રોજ જન્મેલા લોકો)


  તમે એકલતા અનુભવશો અને અન્ય લોકો સાથે સંબંધો જાળવવામાં મુશ્કેલી અનુભવશો.આ અઠવાડિયે તમે તમારા અને પરિવારની વૃદ્ધિ માટે વધુ ખર્ચ કરશો. તમારા આંસુ પર નિયંત્રણ રાખો અને વાંચનમાં સમય પસાર કરવાની યોજના બનાવો. ટ્રેનિંગના વ્યવસાયમાં લીડ્સ અને બાઉન્સ વધવાની શક્યતાઓ છે. તમારે આજે ભીડથી દૂર રહેવું જોઈએ કારણ કે નુકસાન થવાની સંભાવના છે. બિઝનેસમાં નફો મેળવવા માટે વધુ સમયની જરૂર પડી શકે છે. ગ્લેમર ઈન્ડસ્ટ્રી અને રાજનીતિના લોકોને પૈસા સંબંધિત અવરોધોનો સામનો કરવો પડી શકે છે. ફાઇનાન્સર વિદ્યાર્થીઓ, ટ્રેનર્સ, સંગીતકારો, લેખક, ડિઝાઇનર્સ, ડૉક્ટર્સ, વકીલો, એન્જિનિયર્સ અને અભિનેતાઓએ નવા રોકાણથી બચવું જોઈએ.

  માસ્ટરકલર્સ : લાલ.

  લકી દિવસ: મંગળવાર.

  લકી નંબર: 9

  દાન: મંદિરમાં કુમકુમનું દાન કરો.
  First published:

  Tags: Dharm Bhakti, Numerology

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन