Home /News /dharm-bhakti /મંગળ-શુક્ર, બુધ-શનિ અને સૂર્ય-ગુરુના યોગથી બદલાશે આ રાશિઓનું ભાગ્ય, જાણો તમારી રાશિ શું કહે છે?

મંગળ-શુક્ર, બુધ-શનિ અને સૂર્ય-ગુરુના યોગથી બદલાશે આ રાશિઓનું ભાગ્ય, જાણો તમારી રાશિ શું કહે છે?

6 ગ્રહોની યુતિથી રાશિઓનું ભાગ્ય બદલાશે.

જ્યોતિષ શાસ્ત્ર (Astrology) મુજબ આ સમયે મંગળ અને શુક્ર ધનુ રાશિમાં છે. જ્યારે બુધ અને શનિ મકર રાશિમાં છે. આ સિવાય સૂર્ય અને ગુરુ કુંભ રાશિમાં ગોચરની સ્થિતિમાં છે. આ 6 ગ્રહોની યુતિ કેટલીક રાશિઓને લાભ આપી રહી છે.

Zodiac Signs: જ્યોતિષ શાસ્ત્ર (Astrology) મુજબ આ સમયે મંગળ અને શુક્ર ધનુ રાશિમાં છે. જ્યારે બુધ અને શનિ મકર રાશિમાં છે. આ સિવાય સૂર્ય અને ગુરુ કુંભ રાશિમાં ગોચરની સ્થિતિમાં છે. મંગળ-શુક્ર, બુધ-શનિ અને સૂર્ય-ગુરુનો યુતિ યોગ કેટલીક રાશિઓને લાભ આપી રહ્યો છે. જાણીએ બુધ, શનિ, સૂર્ય અને બૃહસ્પતિ (ગુરુ)ના યુતિ યોગનો દરેક રાશિ પર પડતો પ્રભાવ.

6 ગ્રહોના યુતિ યોગનો રાશિઓ પર પ્રભાવ

મેષ (Aries): નોકરીમાં પ્રગતિનો યોગ બનશે. સાથે જ સ્થાનમાં પરિવર્તન પણ થઈ શકે છે. પારિવારિક સુખમાં ઘટાડો થઈ શકે છે. વાણીમાં મધુરતા રહેશે.

વૃષભ (Taurus): પરિવાર સાથે યાત્રા પર જઈ શકો છો. માતાનું સ્વાસ્થ્ય પ્રભાવિત થઈ શકે છે. પરિવારના સભ્યોનો સહયોગ મળશે. ધનમાં વૃદ્ધિ શક્ય છે.

આ પણ વાંચો: દેખાડાથી દૂર રહે છે આ 3 રાશિના જાતકો, ન ખોટું બોલે છે કે ન તો સાંભળે છે

મિથુન (Gemini): નોકરીમાં પ્રગતિ થશે. મિત્રોનો સહયોગ મળશે. કાર્યક્ષેત્રમાં ફેરફાર સંભવ છે. પારિવારિક સુખમાં વૃદ્ધિ થશે.

કર્ક (Cancer): માનસિક શાંતિ રહેશે. પરિવારમાં માંગલિક કાર્ય સંપન્ન થશે. ખર્ચમાં વધારો થશે. મકાનમાં ધન ખર્ચ થશે.

સિંહ (Leo): સુખના સાધનોની પૂર્તિ થશે. નોકરીમાં આર્થિક પ્રગતિ થશે. સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતાનો યોગ છે. વેપારમાં આર્થિક સ્થિતિ સારી રહેશે.

કન્યા (Virgo): વ્યવસાયમાં આર્થિક લાભ થશે. દૈનિક આવકમાં વધારો થશે. શિક્ષણ સંબંધિત કાર્યોમાં સફળતા મળશે. રોજગારીની તક મળશે.

તુલા (Libra): પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. કાર્યસ્થળ પર તમને અધિકારીઓનો સહયોગ મળશે. નોકરીમાં પ્રમોશનનો યોગ બનશે.

વૃશ્ચિક (Scorpio): ધીરજ રાખવી પડશે. કોઈ સાથી તરફથી આર્થિક લાભ થઈ શકે છે. પારિવારિક જવાબદારીઓ પૂરી થશે. માતા-પિતા તરફથી આર્થિક સહયોગ મળી શકે છે.

આ પણ વાંચો: Vastu Tips: ઘરમાં આ જગ્યાએ ન રાખો તમારી દવાઓ, સ્વાસ્થ્યને થઈ શકે છે નુકસાન

ધનુ (Sagittarius): કલા ક્ષેત્રમાં રસ વધશે. પાર્ટનરશિપ વાળા વ્યવસાયમાં પાર્ટનરનો સહયોગ મળશે. જો કે, વાદ-વિવાદથી બચવું પડશે. આવક વધી શકે છે.

મકર (Capricorn): કાર્યસ્થળ પર કામમાં મન લાગશે. વેપારમાં લાભ થશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. પ્રવાસથી આર્થિક નુકસાન થઈ શકે છે.

કુંભ (Aquarius): નોકરીમાં પ્રમોશનની તક મળી શકે છે. વેપારમાં આવક વધશે. સંતાન પક્ષ તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. આવકમાં વધારો થશે.

મીન (Pisces): માનસિક શાંતિ મળશે. જો કે તમારે વાતચીતમાં સંયમ રાખવો પડશે. સુખના સાધનો પર ખર્ચ થશે. પરિવારમાં ધાર્મિક કાર્ય સંપન્ન થશે.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
First published:

Tags: Astrology in gujarati, Astrology tips, Budh Grah, Dharm Bhakti, Gujarati Rashifal, Jupiter, Mercury, Saturn, Venus, Zodiac signs, ધર્મભક્તિ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો