નમ્રમુનિ મહારાજ સાહેબનો 50મો જન્મોત્સવ, રિલાયન્સ પરિવારના સહયોગથી આહાર સેવાની શરૂઆત

નમ્રમુનિ મહારાજ સાહેબનો 50મો જન્મોત્સવ, રિલાયન્સ પરિવારના સહયોગથી આહાર સેવાની શરૂઆત
આ હરખના પ્રસંગે નમ્રમુનિ મહારાજ સાહેબે એક વીડિયો સંદેશ દ્વારા આશિર્વાદ આપ્યા હતા.

નમ્રમુનિ મહારાજ સાહેબના આશિર્વાદથી અનંત અંબાણીના સહયોગ વડે 'અનંત અર્હમ આહાર' સેવાની શરૂઆત

 • Share this:
  દેશના રાષ્ટ્રીય સંત એવા નમ્રમુનિ મહારાજ સાહેબના 50માં જન્મત્સોવ નિમિતે દેશમાં સેવાની એક નવી સરવાણી શરૂ કરવામાં આવી છે. નમ્રમુનિ મહારાજ સાબેહના 50માં જન્મોત્સવ નિમિતે એક નવી સેવા પ્રવૃતિની શરૂઆત થઈ છે. આ જન્મદિવસના અવસરથી રિલાયન્સ પરિવારના સહયોહથી એક આહાર સેવા શરૂ કરવામાં આવી છે. રિલાયન્સ પરિવારના અનંત અંબાણીના સહયોગથી આ શુભ અવસરે 'અનંત અર્હમ આહાર સેવા'ની શરૂઆત કરવામાં આવી છે.

  આ પ્રસંગે પોતાના જન્મોત્સવથી શરૂ થનારી 'અનંત અર્હમ આહાર' અંગે નમ્ર મુનિ મહારાજ સાહેબે જણાવ્યું કે 'રિલાયન્સ પરિવાર દેશનો એક એવો પરિવાર છે જેમણે જીવનમાં તમામ સ્થિતિઓ જોઈ છે. આ પરિવાર દેશમાં સેવા કરવા માટે હંમેશા તત્પર રહે છે. આપણે કોરોના મહામારીના સમયમાં પણ જોયું કે આ પરિવારે અનેક ભુખ્યાઓને ભોજન અને સારવારની વ્યવસ્થા કરાવી આપી. દરમિયાન મેં રિલાયન્સના મોભી મુકેશ અંબાણીને આહાર સેવા અંગે એક અનુરોધ કર્યો હતો. તેમણે મને જણાવ્યું કે અનંત અંબાણી સાથે હું આ મુદ્દે ચર્ચા કરું. અનંત અંબાણીએ મારી આ વાતને તાત્કાલિક વધાવી લીધી. આ શુભ અવસરે અમે જે આહાર સેવા શરૂ કરવા જઈ રહ્યા છે તેને અનંત અર્હમ આહાર સેવા નામ આપ્યું છે.'  અરહમ યુવા સેવા ગ્રુપ દ્વારા અનંત અરહમ આહાર સેવાની શરૂઆત કરવામાં આવી છે.


  આ આહાર સેવાના કારણે રિલાયન્સ પરિવારની સેવા દ્વારા જે કરોડો લોકોને ભોજન મળી રહ્યું છે, તેમાં ઉમેરો થશે. નમ્રમુનિ મહારાજે કહ્યું કે હું તકે રિલાયન્સ પરિવારને અનેક શુભકામનાઓ સાથે મારા આશિર્વાદ આપું છું કે તેઓ સતત આવી જ સેવા કરતા રહે.

  દરમિયાન નમ્રમુનિ મહારાજ સાહેબના 50મા જન્મોત્સવ નીમિતે દેશના અનેક જાણીતા સંતો અને મહંતો સહિત નેતાઓએ તેમને શુભકામનાઓ પાઠવી હતી. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે તેઓ જૈન સમાજના વંદની મહારાજ છે અને રાષ્ટ્રીય સંત છે અને તેમના જન્મદિને મારા તરફથી વંદન સહ શુભેચ્છા પાઠવું છું.

  આ સાથે જ મહંત સ્વામી, શ્રી.શ્રી. રવિશંકર, સંઘના વડા મોહન ભાગવત, મહારાષ્ટ્રના ગર્વનર કોશિયારી સહિત અનેક મહાનુભાવોએ એક વીડિયો સંદેશ આપી અને તેમના જન્મદિને શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. આમ નમ્રમુનિ મહારાજનો જન્મોત્સવ પણ તેમના જીવનની જેમ પરોપકારી કાર્યોને વરી રહ્યો હતો.
  Published by:Jay Mishra
  First published:September 30, 2020, 18:06 pm

  ટૉપ ન્યૂઝ