ધર્મ ડેસ્ક: ભલે કહેવાતું હોય કે ખોટુ બોલવું તે પાપ છે. પણ આ પાપ આપણે દરરોજ કરતાં હોઇએ છીએ. ક્યારેક જાણે તો ક્યારેક અજાણે. ત્યારે આપણે થોડા ફ્લેક્સીબલ થઇ જઇએ છીએ કે.. હવે આવી નાની બાબતમાં તો જુઠ્ઠું ચાલે. પણ આજે આપણે એવી રાશિનાં જાતકો વિશે વાત કરીશું જેઓ વારંવાર જુઠ્ઠું બોલતા હોય છે. તે પણ સહજતાથી અને સરળતાથી.
વૃષભ: આ રાશિનાં જાતકો નાના-મોટા જુઠ્ઠું બોલતા અચકાતા નથી કારણ કે તેમનો સ્વભાવ ખુબજ જીદ્દી હોય છે અને તેઓ દરેક ચીજ પોતાની જરૂરિયાત પ્રમાણે જોઈતી હોય છે પોતાની મરજી પ્રમાણેની વસ્તુઓ મેળવવા માટે તેઓ સહજતાથી જુઠ્ઠું બોલી લેતા હોય છે.
મિથુન: આ રાશિના જાતકોને હમેશાં આકર્ષણમાં રહેવું પસંદ હોય છે. દરેક જગ્યાએ તેમની જ વાત થાય તે તેમને ગમે છે તેથી જ તે એવું કંઇ બોલી નાખે છે જે ખોટુ હોય. તેઓ આ જુઠ્ઠાનો સહારો લઇને બધાની વચ્ચે પોતાની વાત મુકવા કે પછી ફેમસ થવા કરતાં હોય છે. વાત-વાત પર ખોટું બોલવાની તેમની આદત હોય છે. તેમના વિચાર સ્થિર હોતા નથી, સાથે તેમની પસંદ નાપસંદ પણ બદલાતી રહેતી હોય છે.
કન્યા: આ રાશિના જાતકોને આમ તો જુઠ્ઠું બોલવું પસંદ હોતુ નથી પણ જો કે ક્યારેક એવું લાગે કે સત્ય બોલવાથી વાત બગડી શકે છે ત્યારે તે ખુબ વિચારીને જુઠ્ઠનો સહારો લેતા હોય છે, પરંતુ તેમનો ઈરાદો એકદમ સાચો હોય છે.
વૃશ્વિક: ખોટું બોલવું વૃશ્વિક રાશિ માટે ખુબ સરળ હોય છે. ઘણી વખત તેમણે સમજવા ખૂબ જ મુશ્કેલ હોય છે. તે એકની વાત ચાર કરવામાં માહેર હોય છે. સામાન્ય વાતની અંદર કંઇક મીર્ચ મસાલેદાર ઉમેરીને બોલવાની તેમની આદત હોય છે. તેઓ ખુબજ સહજથી જુઠ્ઠું બોલે છે કે તેના પર શંકા કરવી બિલકુલ અશક્ય હોય છે.
મીન: મીન રાશિવાળા જાતકો ખુબજ જુઠ્ઠું બોલે છે. જોકે આ રાશિનાં જાતકો ખુબ જ સંવેદનશીલ હોય છે. તેથી તે ભલે જુઠ્ઠું બોલવામાં નંબર વન હોય પણ તે કોઇને દુ:ખી જોઇ શકતા
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર