Home /News /dharm-bhakti /Shree krihshna: ભગવાન શ્રી કૃષ્ણનાં જન્મ સાથે જોડાયેલી આ 5 અલૌકીક ઘટના, જાણો જન્માષ્ટમીની રાતનું રહસ્ય

Shree krihshna: ભગવાન શ્રી કૃષ્ણનાં જન્મ સાથે જોડાયેલી આ 5 અલૌકીક ઘટના, જાણો જન્માષ્ટમીની રાતનું રહસ્ય

ભગવાન શ્રી ક્રિષ્ણા

shri krishna janmasthami story: દ્વારિકાના નાથનું જીવન ખુબ સંઘર્ષથી શરૂ થયું હતું. જન્મની રાત્રે એવી 5 ચમત્કારિક ઘટનાઓ બની હતી, જોગમાયાની લીલા, ભગવાને કરેલા આ ચમત્કારની કહાનીઓ જાણીયે

સૌના દુઃખ દૂર કરનારા ભગવાન શ્રીકૃષ્ણનો (Shree Krishna) જન્મ જ ખુબ કપરા સમયે થાયો હતો. પરંતુ આપણે જયારે તેમના દર્શન કરીયે છે, ત્યારે તેમનુ મનમોહી લેનારું સ્મિત, સાથે મધુર વાંસળીનો અવાજ આપણે અનુભવીએ છે. જે આપણને કોઈ પણ પરિસ્થિતિમાં ખુશ રહી ઉપાય શોધવાની શિખ આપે છે. દ્વારિકાના નાથનું (dwarikanath) જીવન ખુબ સંઘર્ષથી શરૂ થયું હતું.(Dharm katha) તેમના જન્મની રાત્રે એવી 5 ચમત્કારિક ઘટનાઓ બની હતી, જેમાં સૌ કોઈ મોહી ગયા, ભગવાને કરેલા આ ચમત્કારની કહાનીઓ જાણીયે (Bhakti)

મથુરા આખું ઊંઘમાં, વાસુદેવ નીકળયા કારાગારની બહાર-
જ્યારે કૃષ્ણનો જન્મ થયો, ત્યારે જેલના બધા સિપાહીઓ જોગમાયા દ્વારા ગાઢ નિંદ્રામાં પડ્યા.અને જેલનો દરવાજો જાતે જ ખૂલી ગયો. તે સમયે ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. વાસુદેવજીએ બાળ ગોપાલને ટોપલામાં બેસાડી, એ જ ભારે વરસાદમાં તે ટોપલો લઈને જેલમાંથી બહાર નીકળ્યા. વાસુદેવજી મથુરાથી નંદગાંવ(ગોકુળ) પહોંચ્યા પરંતુ તમને કોઈ જોઈ ન શક્યું.

યમુનામાં તોફાન શાંત થયું-
શ્રી કૃષ્ણના જન્મ સમયે ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. યમુના નદીમાં ભારે પૂર આવ્યું હતું. વાસુદેવજી કન્હૈયાને ટોપલામાં લઈને યમુના નદીમાં પ્રવેશ્યા અને પછી આ ચમત્કાર થયો. યમુનાનું પાણી કન્હૈયાના પગને સ્પર્શી ગયું, પછી તોફાન શાંત થયું ને નદીમાં બે ભાગ પડયા, બીજી તરફ જવાનો રસ્તો ખુલ્યો. એ જ માર્ગે વાસુદેવજી ગોકુળ પહોંચ્યા.

જોગમાયાની લીલા-
દંતકથા અનુસાર, જ્યારે નંદરાયને ઘેર કન્યાનો જન્મ થયો, ત્યારે તેમને ખબર પડી કે વાસુદેવજી બાળક લઈને આવ્યા છે. ત્યારે વાસુદેવજીના આવતાની સાથે જ પોતાના ઘરે જન્મેલી બાળકીને તેમણે સોંપી દીધી. જો કે જોગમાયાના પ્રભાવથી નંદરાય અને વાસુદેવ બંને આ ઘટના ભૂલી ગયા.

આ પણ વાંચોઃ-Lord krishna: શ્રી કૃષ્ણના જીવન સાથે જોડાયેલા આ 4 સવાલ છે ખુબ રોચક, જાણો આ 4 ઘટના પાછળ ભગવાનની લીલા

બાળકો બદલાઈ ગયા, કોઈને ખબર ન પડી-
વસુદેવજી શ્રીકૃષ્ણને લઇ, યમુના પાર ગોકુલમાં તેમના મિત્ર નંદજીના ઘરે ગયા. ત્યાં નંદની પત્ની યશોદાજીએ એક બાળકીને જન્મ આપ્યો હતો. વાસુદેવ કૃષ્ણને યશોદા પાસે મૂકી, બાળકીને પોતાની સાથે લઈ આવ્યા.

આ પણ વાંચોઃ-Shi Krishna katha : જાણો, ભગવાન શ્રી કૃષ્ણએ શુ કહ્યું, દાન આપવું કે નહિ?

વિંધ્યવાસિની દેવીનો ચમત્કાર-
નંદબાબાના ઘરે જન્મેલી પુત્રી એટલે કે જોગમાયા સાથે વાસુદેવજી શાંતિથી મથુરાની જેલમાં પાછા ફર્યા. બાદમાં જ્યારે કંસને દેવકીના આઠમા સંતાનના જન્મના સમાચાર મળ્યા, તો કંસ કારાગારમાં પહોંચી ગયો. જયારે તેણે નવજાત બાળકીને પથ્થર પર ફેંકવાની કોશિશ કરી કે તરત જ, કંસના હાથમાંથી છૂટી આકાશમાં ઉડવા લાગી, તેમણે પોતાનું દૈવી ધારણ કર્યું અને કંસના વધની આગાહી કરી. આ પછી તે ભગવતી વિંધ્યાચલ પર્વત પર રોકાયા, જે આજે પણ વિંધ્યાવાસિની દેવી તરીકે પૂજાય છે.
First published:

Tags: DharmaBhakti, Religious, Shri Krishna