Home /News /dharm-bhakti /

Astronomy: 18 વર્ષમાં પહેલી વખત બની રહ્યો છે અનોખો સંયોગ, ટેલિસ્કોપ વગર જોઇ શકશો આ આકાશી નજારો

Astronomy: 18 વર્ષમાં પહેલી વખત બની રહ્યો છે અનોખો સંયોગ, ટેલિસ્કોપ વગર જોઇ શકશો આ આકાશી નજારો

5 ગ્રહો એક લાઇનમાં

5 Planets in Straight line: ઇન્સ્ટિટ્યૂટ ફોર એસ્ટ્રોનોમી, યુનિવર્સિટી ઓફ એડિનબર્ગમાં એક્સોપ્લેનેટ કેરેક્ટરાઇઝેશનના ખાનગી પ્રમુખ પ્રોફેસર બેથ બિલરે જણાવ્યું હતું કે, "આ નજારો ખૂબ જ સુંદર અને કૂલ હશે."

    ધર્મભક્તિ ડેસ્ક: જે લોકો સૂર્યોદય પહેલા (Early Morning) ઉઠી જાય છે તેમના માટે સારા સમાચાર છે. જો તમને વહેલા ઉઠવાનો શોખ હોય અને તમને અંતરિક્ષમાં બની રહેલા અદ્ભૂત નજારો જોવાનું પસંદ હોય તો તમને જણાવી દઇએ કે, કાલે સવારે બુધ, શુક્ર, મંગળ, ગુરુ અને શનિ ગ્રહ સૂર્યથી અંતરના ક્રમમાં એક જ લાઇનમાં (5 Planets in One Line) રહેશે અને તેને નરી આંખે જોઇ (visible from earth with naked eye) શકાશે. બે કે ત્રણ ગ્રહોને એક સાથે જોવા એ સામાન્ય વાત છે. પરંતુ એક સાથે 5 ગ્રહોને જોવાનું સૌભાગ્ય બહુ ઓછું પ્રાપ્ત થાય છે.

    પહેલી વાર ડિસેમ્બર 2004માં બ્રિટનથી એક જ ક્રમમાં એક સાથે પાંચ ગ્રહો જોવા મળ્યા હતા. ત્યારે હવે લગભગ 18 વર્ષ બાદ ફરી જોવા મળી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શુક્રવારે વહેલી સવારે પાંચ ગ્રહો ક્ષિતિજથી ઉપર નજર આવશે. બુધ સૌથી નબળો અને ક્ષિતિજની ખૂબ જ નજીક હશે, પરંતુ સૂર્યપ્રકાશમાં અદૃશ્ય થવાની શક્યતા પણ છે.

    સૂર્યોદયના પ્રકાશમાં અદૃશ્ય થતા પહેલા બુધ આવતીકાલે (3 જૂન) શો શરૂ થશે. ત્યારે બુધ સૌથી નબળો અને ક્ષિતિજની એકદમ નજીક હશે. પરંતુ જેમ જેમ મહિનો પસાર થશે તેમ તેમ તેને સરળતાથી જોઇ શકાશે. ઇન્સ્ટિટ્યૂટ ફોર એસ્ટ્રોનોમી, યુનિવર્સિટી ઓફ એડિનબર્ગમાં એક્સોપ્લેનેટ કેરેક્ટરાઇઝેશનના ખાનગી પ્રમુખ પ્રોફેસર બેથ બિલરે જણાવ્યું હતું કે, "આ નજારો ખૂબ જ સુંદર અને કૂલ હશે."

    આ પણ વાંચો-Budh Margi 2022: આજે 3 જૂને બુધની બદલાઇ ચાલ, આ રાશિઓના લોકોની ખુલશે કિસ્મત

    રોયલ મ્યુઝિયમ ગ્રીનવિચના ડૉ. ગ્રેગ બ્રાઉનના જણાવ્યા અનુસાર, "બુધ ઊગે તે પછી પણ સૂર્યોદય પહેલા તમને પાંચેય ગ્રહોને એક સાથે જોવાની એકમાત્ર તક ખૂબ જ ટૂંકા સમય માટે મળશે. યૂકેના સમય મુજબ શુક્ર અને ગુરુને જોવામાં સૌથી સરળતા રહેશે. શુક્ર સવારે 4 વાગ્યાની આસપાસ દેખાશે અને મંગળ, ગુરુ લગભગ 2:45 વાગ્યાથી તમને આકાશી ક્ષિતિજમાં દેખાશે. જ્યારે શનિ લગભગ 1.30 વાગ્યે GMT ક્ષિતિજથી ઉપર દેખાશે. પરંતુ સંધ્યાકાળમાં આ નજારો જોવો મુશ્કેલ બનશે."

    યુનિવર્સિટી ઓફ હર્ટફોર્ડશાયરના ઓબ્ઝર્વેટરીના ચીફ ટેક્નિકલ ઓફિસર ડો.સામંથા રોલ્ફના જણાવ્યા અનુસાર, જો તમારી પાસે દૂરબીન નથી તો કોઇ જ વાંધો નથી. તેની જરૂર પણ નહીં પડે. તમે ગમે ત્યાં હશો આ નજારો માણી શકશો. ભલે તમે તમારા સ્થાનેથી આ પાંચેય ગ્રહોને જોઇ ન શકો. આ એક દુર્લભ નજારો છે, જે આપણને પ્રકૃતિ અને આસપાસની દુનિયા સાથેના કનેક્શનનો અનુભવ કરાવે છે. સામાન્ય રીતે રાત્રે આકાશી નજારાઓનો આનંદ લેવો એક વ્યાયામ જેવું છે, જે સ્વાસ્થ્ય માટ પણ ફાયદાકારક છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: 5 Planets, Astrology, Astronomy, Earth

    આગામી સમાચાર