Home /News /dharm-bhakti /Numerology Suggestions 5 Dec: આજે ગાઢ રોમાંસ યુગલોના સંબંધોને મજબૂત બનાવશે, જાણો કેવો રહેશે તમારો દિવસ

Numerology Suggestions 5 Dec: આજે ગાઢ રોમાંસ યુગલોના સંબંધોને મજબૂત બનાવશે, જાણો કેવો રહેશે તમારો દિવસ

જાણો આપનો દિવસ કેવો રહેશે.

5 December 2022 numerology predictions: કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ જાણો.

વધુ જુઓ ...
  નંબર 1: આજે ભાગ્યનો સાથ મળે. અગામી સમયમાં કઈંક અઘટિત થવાની આશંકાએ પ્રેમમાં આપેલ વચનો-વાયદાઓ તેમજ બિઝનેસ કમિટમેન્ટ આજે કાયદેસર રીતે પૂર્ણ કરવાની જરૂર છે. વ્યક્તિગત રીતે પણ ઈમોશન લકનો આનંદ મળે. આજનો દિવસ સ્મિત માટેનો સુંદર દિવસ છે. આજે તમને ગિફ્ટ્સ, પ્રપોઝલ, રીવોર્ડ અથવા પ્રિયજનો તરફથી સપોર્ટ-સમર્થન પ્રાપ્ત થશે. ભગવાન સૂર્યને જળ અર્પણ કરવાનું યાદ રાખો અને તમારા ક્રોધ-આક્રમકતાને નિયંત્રિત કરો. આજનો દિવસ પૈસા અને સન્માનની દ્રષ્ટિએ ઘણું વળતર આપનારો છે.

  માસ્ટર કલર : લીલો અને ક્રીમ

  લકી દિવસ - રવિવાર

  લકી નંબર - 1 અને 5

  દાન: મંદિરમાં સૂર્યમુખીના બીજનું દાન કરો

  નંબર 2: પુરુષો આજે લીડરશિપનો આનંદ માણશે તો સ્ત્રીઓનો આત્મવિશ્વાસવધશે. આજનો દિવસ પ્રદર્શનની પ્રશંસા તરીકેનો યાદગાર દિવસ છે. માતા-પિતાને બાળકો વિશેના તમારા સપના પૂરા કરવાનો આ સમય છે. ગાઢ રોમાંસ યુગલોના સંબંધોને મજબૂત બનાવશે. મહત્વપૂર્ણ મીટિંગ અથવા ઇન્ટરવ્યુમાં સફેદ વસ્ત્રો નસીબ ચમકાવશે. ભવિષ્યમાં મદદ મેળવવા જૂના મિત્રો સાથે સમય વિતાવો.

  માસ્ટર કલર: સી લીલો

  લકી દિવસ : સોમવાર

  લકી નંબર : 2 અને 6

  દાન: ગરીબોને નમક દાન કરો

  નંબર 3: ભવિષ્યના શ્રેષ્ઠ પરિણામો મેળવવા માટે બિઝનેસમેન માટે ડિજિટલ માર્કેટિંગ અને કોર્પોરેટ કર્મચારીઓ માટે સોશિયલ નેટવર્કિંગની તાતી જરૂર છે. આજે શાંત રહેવાનો દિવસ નથી, સહજતાપૂર્વક તમારા પાર્ટનર સાથે ખૂલીને વાતચીત કરો નહીં તો સંબંધને નુકસાન થશે. સર્જનાત્મક લોકો એટલેકે ક્રિએટીકર્સ પાસે રોકાણ અને વળતર માટેનો શ્રેષ્ઠ સમય હશે. નવો ધંધો શરૂ કરવાનો આજે વિચાર આવશે, જે સફળતા સુધી પહોંચાડશે. શિક્ષણવિદો, હોટેલીયર્સ મ્યુઝિશિયન અને રાજકારણીઓને પ્રમોશન અને પ્રચાર કરવાની જરૂર રહેશે. બિઝનેસમેનોએ લંચ પછી જ ક્લાઈન્ટને મળવું.

  માસ્ટર કલર : બ્રાઉન

  લકી દિવસ : ગુરુવાર

  લકી નંબર : 3 અને 1

  દાન: આશ્રમોમાં પીળા ચોખાનું દાન કરો

  નંબર 4: ભવિષ્યનું ચક્ર આજે તમારા ભાગ્યને સીધું અને સ્પષ્ટ અસર કરી રહ્યું છે, સફળતાઓ મળશે તેથી યોજનાઓ શરૂ કરવાનો અને તેને અમલમાં મૂકવાનો શ્રેષ્ઠ દિવસ છે. માર્કેટિંગ વ્યૂહરચનાઓને એક્શન પર રાખો અને તમારા ભાગ્યને તેની ભૂમિકા ભજવવા દો. જોકે દિવસ ઝડપથી આગળ વધતો લાગશે. તમારે ઘરના કામ કરતાં વ્યાવસાયિક જીવન પર વધુ ફોકસ રાખવાની જરૂર છે. યંગસ્ટર્સ આજે પ્રેમની લાગણીઓ શેર કરી શકે. આજે નોન વેજ ટાળો

  માસ્ટર કલર : ટીલ

  લકી દિવસ : મંગળવાર

  લકી નંબર : 9

  દાન: ગરીબોને મીઠાયુકત વેજ ફૂડ દાન કરો

  નંબર 5: સંબંધોનો આનંદ માણવા માટે લકી અને સકારાત્મક દિવસ છે. આજે તમે તમામ સુખ-સુવિધાઓ સાથે ટૂંકી મુસાફરી માટે જશો. કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે. આજે તમને જે જોઈએ છે તે ખરીદો કારણ કે તે મોટી હોય કે નાની વસ્તુ, બધું જ સુંદર રીતે શ્રેષ્ઠ બને છે. સ્ટોક કે પ્રોપર્ટીમાં અવશ્ય રોકાણ કરો. પ્રમોશન અને અપ્રેઝલની મંજૂરી લેવાનો દિવસ છે. તમે કારકિર્દીમાં તમારો પ્રેમ અને સ્થિરતા પણ મેળવશો. શ્રેષ્ઠ પ્રદર્શન માટે આજે મીડિયા બંધુઓએ મુસાફરીની યોજનાઓ બનાવવી.

  માસ્ટર કલર : સમુદ્રી વાદળી(Sea Blue)

  લકી દિવસ : બુધવાર

  લકી નંબર : 5

  દાન: લીલા છોડનું દાન કરો

  નંબર 6: રોમેન્ટિક લાગણીઓ અને શ્રેષ્ઠ રીટર્નનો આજે સંયોગ છે. આજે તમામ ટાર્ગેટ પુરા કરશો અને તમારી ઓળખ વિજેતા તરીકે સ્થાપશો. રમતવીરો આજે ગોલ ફટકારશે અને મેચોમાં વિજય મેળવશે. તમારા પરિવાર દ્વારા આપવામાં આવેલા તમામ આદર અને સ્નેહ માટે ગૃહિણીઓએ ભગવાનનો આભાર માનવો. સરકારી અધિકારીઓ નવી પ્રોફાઇલ અને પ્રમોશનનો આનંદ માણશે. આજે આર્ટિસ્ટ લોકોના ટોળાંને પ્રભાવિત કરવા માટે સક્ષમ હશે. પ્રોપર્ટી સોદા સરળતાથી હાથ ધરાશે. લગ્નના પ્રસ્તાવો આવવાના છે.

  માસ્ટર કલર : સ્કાય એક્વા

  લકી દિવસ : શુક્રવાર

  લકી નંબર : 6 અને 2

  દાન: બાળકોને બ્લુ પેન્સિલ અથવા પેન દાન કરો

  નંબર 7: કેતુ ગ્રહની શુદ્ધ ઉર્જા મેળવવા માટે તમારી ઓફિસમાં સાત સળિયાની વિન્ડ ચાઇમ લગાવો. તમારી આસપાસનો પ્રેમ અને સ્નેહ આજે તમારા બધા સપના પૂરા કરશે. આજે પીળી દાળનું દાન કરવાનું ભૂલશો નહીં. તમારા કામની શરુઆત નાની બ્રાન્ડથી કરવી જોઇએ. આજે લીધેલા કોઈપણ નિર્ણયોની નાણાકીય સમીક્ષા થવી જોઈએ. કારણ કે તમે આજે તમારા ઓડિટર્સ પર વિશ્વાસ કરી શકતા નથી

  માસ્ટર કલર: બેઝ( Beige)

  લકી દિવસ-સોમવાર

  લકી નંબર-7

  દાન: તાંબાના વાસણનું દાન કરવુ.

  નંબર 8: તમે લીધેલા નિર્ણયો તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે. પશુઓને દાન કરવા માટે આ સુંદર દિવસ છે. દંપતી વચ્ચે પ્રેમ સંબંધો સ્વસ્થ રહેશે. ડોકટરો અને ઉત્પાદકોને નાણાકીય લાભ પ્રાપ્ત થશે. મશીનરી ખરીદવા અને પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે. તણાવને કારણે શારીરિક તંદુરસ્તી પર અસર થઈ શકે છે, તેથી ઊંઘ પહેલાં યોગાસન કરો.

  માસ્ટર કલર: ટીલ

  લકી દિવસ- શુક્રવાર

  લકી નંબર 6

  નંબર 9: મિત્રો અને સંબંધીઓ તમારો સપોર્ટ બનશે. તેથી તેમને મદદ કરવા માટે આગળ રહો. વ્યવસાયિક રોકાણ કરવા અથવા ઇન્ટરવ્યુ આપવા માટે આદર્શ દિવસ છે. આ સાથે યુવાઓ માટે પોતાના પાર્ટનરને પ્રભાવિત કરવા માટે આ દિવસ સારો છે. સર્જનાત્મક યુવાનો તેમની યોજનાઓ પર નિર્ણય લઇ શકે છે. સામૂહિક રીતે બોલવા, ઇવેન્ટમાં હાજરી આપવા, પાર્ટી હોસ્ટ કરવા, જ્વેલરીની ખરીદી કરવા અથવા સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માટે આજે શ્રેષ્ઠ દિવસ છે.

  માસ્ટર કલર : બ્રાઉન

  લકી દિવસ : મંગળવાર

  લકી નંબર : 9 અને 6

  દાન: સ્ત્રી બાળકને લાલ રૂમાલ દાન કરો

  5મી ડિસેમ્બરે જન્મેલી હસ્તીઓ: શિખર ધવન, રવીશ કુમાર, છોટા રાજન, ગુલામ અલી, મનીષ મલ્હોત્રા, શેખ અબ્દુલ્લા સજ્જન જિંદાલ, પાયલ રાજપ.
  First published:

  Tags: Dharm Bhakti, Numerology

  विज्ञापन
  विज्ञापन