Zodiac Signs: આ રાશિનો લોકો હોય છે ખોટું બોલવામાં માહિર, જાણો કઈ છે આ રાશિઓ

વૃશ્વિક (Scorpio)- વૃશ્વિક રાશિની વ્યક્તિ ખૂબ જ વફાદાર હોય છે તેમને કમિટેડ રિલેશનશીપમાં રહેવું પસંદ છે. વૃશ્વિક રાશિની વ્યક્તિઓ પોતાના પાર્ટનરથી હંમેશા સચેત રહે છે. આ રાશિની વ્યક્તિઓ કોઈપણ બાબત અંગે જાણ્યા અને સમજ્યા વગર જે જોવે તે માની લે છે. આ પરિસ્થિતિમાં તેઓ શાંતિ મેળવવા માટે અન્ય વ્યક્તિ પાસે જાય છે. વૃશ્વિક રાશીની વ્યક્તિના મનમાં વેરની લાગણી હોય તો તેના પાર્ટનર સાથે ચીટિંગ કરે છે.

કેટલાક લોકો ખોટું બોલવામાં મહારથ ધરાવે છે, એટલી મહારથ કે તમારી સામે તમારા મોઢા ખોટું બોલે તો પણ તમે તેને પકડી ન શકો. જ્યોતિષમાં કેટલીક રાશીઓને તેમના સ્વભાવના આધારે આ શ્રેણીમાં મુકવામાં આવ્યા છે.

  • Share this:
દરેક વ્યક્તિમાં કોઈને કોઈ એવી ટેવ જરૂર હોય છે જે તેની ઓળખ બની જાય છે. આવી અનેક ટેવમાંથી એક ટેવ છે ખોટું બોલવાની. કેટલાક લોકો ખોટું બોલવામાં મહારથ ધરાવે છે, એટલી મહારથ કે તમારી સામે તમારા મોઢા ખોટું બોલે તો પણ તમે તેને પકડી ન શકો. જ્યોતિષમાં કેટલીક રાશીઓને તેમના સ્વભાવના આધારે આ શ્રેણીમાં મુકવામાં આવ્યા છે. આવો જોઈએ કઈ છે આ રાશીઓ...

વૃષભ રાશિફળ (Taurus)

ખોટુ બોલવા અને અપ્રમાણિક હોવામાં ઘણો જ ફેર છે. વૃષભ રાશિના લોકો કડવા સત્યને શુગરકોટિંગ કરીને રજુ કરે છે. નોંધવા જેવી વાત એ છે કે આ લોકો ખોટું તો બોલે છે પણ અપ્રામાણિક નથી હોતા. જો આ લોકો તમને પ્રેમ કરે તો તમારી સાથે ખોટું નથી બોલતા. આ લોકો મોટાભાગે ત્યારે જ ખોટું બોલે છે જ્યારે તે તમને કોઈ વાત કહેવા નથી માંગતા. આ લોકો વફાદાર રીતે સરળ જીવન જીવે છે. આવા લોકો ફક્ત મજબૂર પરિસ્થિતિમાં જૂઠ્ઠાણાનો આશરો લે છે, નહીં તો તેઓ સત્ય સાથે જીવે છે.

વૃશ્ચિક રાશિફળ (Scorpio)

વૃશ્ચિક રાશિના લોકો ટોક ઓફ ધ ટાઉન બનવા માંગે છે. તેઓ આકર્ષક હોય છે, પરંતુ ઘણીવાર જૂઠું બોલવાના પહેલા તેઓ કોઈ પણ વિચાર કરતા નથી. તે તેમના વિશે હોય, અથવા અન્ય, તેઓ જૂઠું બોલતા પહેલા બે વાર વિચારશે નહીં જો તેઓને લાગે કે તેનાથી તેમને ફાયદો થઈ શકે છે. તો તે સતત ખોટી વસ્તુઓ બોલી શકે છે. જ્યાં સુધી તમને ખબર પડે કે તે ખોટું ન બોલવા વિશે ખોટું બોલી રહ્યાં છે ત્યાં સુધી કદાચ ખૂબ મોડું થઈ ગયું હોય છે. આ લોકો સચ્ચાઈ જાણવા માટે ખોટું બોલતા સહેજ પણ ખચકાતા નથી.

આ પણ વાંચો: આ 5 રાશિના લોકો હોય છે નિઃસ્વાર્થ, પોતાની પહેલા બિજા વિશે વિચારે છે

તુલા રાશિફળ (Libra)

જીવનમાં વસ્તુઓ બેલેન્સ કરવાની આવડત ધરાવતા તુલા રાશિના લોકોમાં સાચા અને ખોટાને બેલેન્સ કરવાની કળા પણ અદ્ભુત હોય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ તુલા રાશિના લોકો પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. જો તે તમારી પાસેથી કોઈ અપેક્ષા રાખે છે તો તે તમને સરળતાથી મેન્યુપ્યુલેટ કરી શકે છે. આ લોકો કોઈ વસ્તુને બેલેન્સ કરવા માટે ખોટું બોલતા હોય છે, ઘણી વખત આ તમામમાં તે પોતાને દુ:ખી કરી બેસતા હોય છે. આ રાશિને લોકોને જ્યારે ધમકાવવામાં આવે તો તે આ પસંદ કરતા નથી.

આ પણ વાંચો: રદાર Sixth Sense ધરાવે છે આ 6 રાશિના જાતકો, જાણી લો આપની રાશિ તો નથીને?

મકર રાશિફળ (Capricorn)

પોતાનું ધાર્યુ કરવા માટે મકર રાશિના લોકો ખોટું બોલતા પણ અચકાતા નથી. મકર રાશિ પૃથ્વીને દર્શાવે છે તેથી તેમનામાં લાલચ સ્વાભાવિક રીતે જોવા મળે છે. મોટાભાગે મકર રાશિના લોકો પોતાના લાલચ પર લગામ લગાવી અનુશાસિત રીતે જીવન જીવતા હોય છે, પરંતુ જ્યારે પણ તેઓ ખોટું બોલે છે તો આ અનુશાસન તે ભૂલી જાય છે. ખોટું બોલવાની કળા આ લોકોમાં કુદરતી રીતે જ હોય છે.
Published by:kuldipsinh barot
First published: