Home /News /dharm-bhakti /

આ 4 રાશિનાં જાતકોએ જ્યોતિષની સલાહ વિના ન પહેરવી કાચબાવાળી વીંટી, નાની ભૂલથી જીવન થઈ જશે બરબાદ

આ 4 રાશિનાં જાતકોએ જ્યોતિષની સલાહ વિના ન પહેરવી કાચબાવાળી વીંટી, નાની ભૂલથી જીવન થઈ જશે બરબાદ

આ 4 રાશિનાં જાતકોએ કાચબાની વિંટી ન પહેરવી

Astrology: કાચબો સુખની નિશાની છે. તેને વાસ્તુ અને ફેંગશૂઈ બંનેમાં કાચબાને ઘરમાં રાખવાનું શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર કાચબાને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. તેનાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવતું હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે

વધુ જુઓ ...
    કાચબો સુખની નિશાની છે. તેને વાસ્તુ અને ફેંગશૂઈ બંનેમાં કાચબાને ઘરમાં રાખવાનું શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર કાચબાને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. તેનાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવતું હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. આ કારણ છે કે તમામ લોકો અનેક પ્રકારના ધાતુના કાચબાને ઘરમાં રાખે છે. કેટલાક લોકો કાચબાની વીંટી બનાવડાવીને પહેરે છે.

    આ પણ વાંચો-Rashifal 2022: નવા વર્ષમાં આ 5 રાશિના જાતકોની આર્થિક પરિસ્થિતમાં થશે સુધારો

    આ છે ફાયદા- જ્યોતિષ અનુસાર કાચબાની વીંટી પહેરવાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થાય છે. આત્મવિશ્વાસ વધે છે અને સાથે જીવનથી નકારાત્મકતા દૂર થાય છે. પૌરાણિક કથામાં ભગવાન વિષ્ણુના કચ્છપ અવતારનો પણ ઉલ્લેખ છે. આ માટે કાચબાને ભગવાન વિષ્ણુને જોડવામાં આવે છે અને પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વાળું માનવામાં આવે છે. અન્ય માન્યતા એમ પણ છે કે આ વીંટી પહેરનારાનું સૂતું ભાગ્ય પણ જાગે છે. તે જીવનમાં સૌથી વધારે તરક્કી કરવા લાગે છે. ધનના માર્ગ ખૂલે છે અને સાથે તમામ દોષ પણ સમાપ્ત થઈ જાય છે.

    આ પણ વાંચો-Astrology: ડિસેમ્બરમાં આ ચાર ગ્રહોની બદલાશે દિશા, 5 રાશિનું બદલાશે નસીબ

    આ 4 રાશિના લોકોએ ન પહેરવી જોઈએ આ કાચબાવાળી વીંટી- સામાન્ય રીતે તો આ વીંટી પહેરવાનું શુભ માનવામાં આવી રહ્યું છે પરંતુ મેષ, વૃશ્વિક, મીન અને કન્યા રાશિના લોકોએ આ વીંટી જ્યોતિષની સલાહના વિના ક્યારેય પહેરવી નહીં નહીં તો તેનું જીવન ખરાબ થઈ શકે છે. તેને પહેરવાખી કેરિયરમાં પણ મુશ્કેલી આવી શકે છે અને બિઝનેસમાં પણ નુકસાન થઈ શકે છે. આમ થવાથી પરિવારમાં આર્થિક સંકટ આવી શકે છે અને સાથે પરિવારના લોકોની વચ્ચે ઝઘડા અને ક્લેશની સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે. અન્ય રીતે કહીએ તો પરિવારની સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રભાવિત થાય છે. આ રાશિના લોકો વીંટી પહેરવાના બદલે કાચબાને પણ ઘરમાં લાવીને રાખી શકે છે. તેનાથી સકારાત્મક અસર તેના પરિવાર પર પડે છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: 4 zodiac sign, Astrology, Turtle Ring

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन