સવારે ઉઠતાની સાથે ભૂલથી પણ ન જોતા આ 4 ચીજો, નહીં તો થશે મોટુ નુક્શાન

News18 Gujarati
Updated: June 19, 2018, 6:31 PM IST
સવારે ઉઠતાની સાથે ભૂલથી પણ ન જોતા આ 4 ચીજો, નહીં તો થશે મોટુ નુક્શાન
આજે અમે આપને કેટલીક સામાન્ય આદત જણાવીશું જેને ટાળવી જોઇએ નહીં તો તમને ભારે નુક્શાન થઇ શકે છે

આજે અમે આપને કેટલીક સામાન્ય આદત જણાવીશું જેને ટાળવી જોઇએ નહીં તો તમને ભારે નુક્શાન થઇ શકે છે

  • Share this:
ધર્મડેસ્ક: કહેવાય છે કે જો દિવસની શરૂઆત સારી હોય તો આખો દિવસ સારો જાય છે. સવારે સારા શકન કરીને જ ઘરથી નીકળવું તેવું મોટેરા કહેતા જ હોય છે. તેમાં પણ જો કોઇ કામ બગડે તો તરત જ કહેવામાં આવે છે કે 'ખબર નહીં આજે સવારે કોનો ચહેરો જોયો હતો' તે કામ બગડ્યું. ત્યારે આજે અમે આપને કેટલીક સામાન્ય આદત જણાવીશું જેને ટાળવી જોઇએ નહીં તો તમને ભારે નુક્શાન થઇ શકે છે.

-ઘણા લોકોને સવારે ઉઠતાની સાથે પોતાનો ચહેરો અરીસામાં જોવાની ટેવ હોય છે. આવું કરવું અશુભ માનવામાં આવે છે. તેના બદલે તમે સવારે વહેલા ઉઠીને તમારા બન્ને હાથની હથેળીઓ જોવી જોઇએ અને પ્રભુનું સ્મરણ કરવું જોઇએ જેથી આપનો આખો દિવસ સારો જાય છે.

-સવારે તેલ લગેલા ચીકણા, એઠા વાસણો જોવાથી તમારો આખો દિવસ ખરાબ જાય છે, એટલા માટે જ કહેવામાં આવ્યું છે કે રાત્રીનો એઠવાડ સાફ કરીને જ સુવું એટલે કે વાસણ ઉટકીને જ સુવું જોઇએ. સવાર સવારમાં તેને જોવાથી દિવસની શરૂઆત ખરાબ થાય છે. તેથી જ સંભવ હોય તો રાત્રીના સમયે જ આ કામ પતાવી દેવું

-સવારે ઉઠીને પડછાયાથી બચવું જોઈએ. તમારો પોતાનો પડછાયો હોય કે અન્ય કોઇનો. પડછાયો જોવાથી કંઇક અશુભ થાય છે. પડછાયો જોવાથી તે મનુષ્યમાં ડર, તણાવ અને કન્ફ્યૂઝન વધે છે. જેનાથી કામ બગડે છે. એટલા માટે તેનાંથી બચો.

-સવારે જો તમે કૂતરાને લડતા જોવા છો તો તમારા માટે દિવસ અશુભ માનવામાં આવે છે. તેની સાથે સવારે કોઈ પ્રાણીઓનો ફોટો પણ ન જોવો જોઈએ. કહેવાય છે કે તેનાથી દિવસભર વિવાદ અને મુશ્કેલીઓ અનુભવાય છે. એટલા માટે પોતાના રૂમમાં પ્રાણીઓનો ફોટો ન લગાવો
First published: June 19, 2018, 6:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading