આ 4 રાશિના જાતકો ગમે ત્યારે પ્રેમમાં આપી શકે છે દગો

News18 Gujarati
Updated: June 7, 2018, 7:05 PM IST
આ 4 રાશિના જાતકો ગમે ત્યારે પ્રેમમાં આપી શકે છે દગો
કેટલીક રાશિ પણ એવી હોય છે જેનાં જાતકો સંબંધોને છેક સુધી પાર પાડવામાં સક્ષમ હોતા નથી

કેટલીક રાશિ પણ એવી હોય છે જેનાં જાતકો સંબંધોને છેક સુધી પાર પાડવામાં સક્ષમ હોતા નથી

  • Share this:
ધર્મ ડેસ્ક: કહેવાય છે કે જનમ મરણ અને પરણ ઉપરથી લખાઇને આવે છે. અને તેમાં કોઇનું નથી ચાલતું. પણ ધરતી પર આપણી આસપાસ ઘણી વખત એવાં સંબંધો પણ બંધાઇ જાય છે જેમાં આપણે વિચારીયે છીએ કે આ તો જન્મ મરણ સુધી આપણી સાથે રહેશે. અને આપણે તેની સાથે જીવન મરણની કસમ પણ ખાઇ લઇએ છીએ. પણ પછી કંઇક અઘટિત થઇ જાય છે અને આ સંબંધો તુટી જાય છે જે તે વ્યક્તિ એક સમયે આપણાં જીવનમાં સૌથી વધુ મહત્વ ધરાવતી હોય પણ અંતે તે ખુબ દૂર થઇ જાય છે.

આ વાત તો સાચી કે જનમ મરણ અને પણ ઉપરથી લખાઇને આવે છે પણ કેટલીક રાશિ પણ એવી હોય છે જેનાં જાતકો સંબંધોને છેક સુધી પાર પાડવામાં સક્ષમ હોતા નથી. એટલે કે કાં તો તે પોતાનાં સંબંધને લંઇને ગંભીર નથી હોતા કે પછી તેમનામાં તેને પાર પાડવાની હિંમત નથી હોતી કે તેઓ ખરેખરમાં લફરાબાજ જ હોય છે. ત્યારે ચાલો નજર કરીએ તે ચાર રાશિનાં જાતકો વિશે જે મોટાભાગે પ્રેમમાં દગો આપી શકે છે.

મિથુન રાશિ –

આ રાશિના લોકો બહુ જલ્દી કોઈના પણ પ્રેમમાં પડી જાય છે. જો કે, તેઓ પ્રેમની બાબતમાં બહુ ગંભીર નથી હોતા. તે ગમે ત્યારે પોતાના પાર્ટનરનો સાથ છોડીને જતા રહે છે. તેઓ પોતાના પાર્ટનરનો વિશ્વાસ પણ બહુ જલ્દી તોડી નાખે છે.

કન્યા રાશિ –
આ રાશિના જાતકો બહુ ગુસ્સા વાળા હોય છે. પણ જો પ્રેમની વાત હોય તો તે પાર્ટનર સાથે બહુ વફાદાર હોય છે અને પ્રેમને સમર્પિત પણ હોય છે પણ તેમનો ગુસ્સો અને હિંમતમાં થોડા પાછા પડવાને કારણે તેઓ તેમનાં સંબંધ તોડી નાખવામાં ખચકાતા નથી. જોકે આ રાશિના જાતકો પ્રેમ ક્યારે પોતાના પાર્ટનરનો વિશ્વાસ નથી તોડતા.ધન રાશિ –
આ રાશિના લોકો પોતાની રીતે જીવવાનું પસંદ કરે છે. તેઓ પોતાના પ્રેમ કરતા પોતાની જાતને વધારે મહત્વ આપે છે. જો કોઈ તેમના પર દબાણ લાવે કે તેમને બદલવાનો પ્રયાસ કરે તો તેમનો ઇગો હર્ટ થાય છે. અને તે પાર્ટનરનો સાથ છોડતા પણ અચકાતા નથી. ધન રાશિના લોકો સ્વભાવથી બેવફા નથી હોતા પણ જો તેમનો પાર્ટનર તેમના પર કોઇપણ પ્રકારે જોહુકુમ ચલાવવાનો પ્રયાસ કરે તો તેઓ સંબંધતોડી નાખે છે.

મીન રાશિ –
આ રાશિના લોકો પાર્ટનર પાસેથી ખુબજ અપેક્ષા રાખે છે. તેમની અપેક્ષા પૂરી ન થાય તો પોતાના પાર્ટનરને છોડવામાં મોડુ નથી કરતા. તેમને પોતાના પાર્ટનરનો સાથ છોડવામાં જરા પણ ખરાબ નથી લાગતુ.
First published: June 7, 2018, 7:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading