શિવજીને પ્રસન્ન કરવા કરો આ મંત્રનો જાપ, થશે તમામ બાધા દૂર

News18 Gujarati
Updated: May 31, 2019, 5:32 PM IST
શિવજીને પ્રસન્ન કરવા કરો આ મંત્રનો જાપ, થશે તમામ બાધા દૂર
આ રીતે દરરોજ શિવ મંત્રોના જાપ કરવાથી તમારી બધી જ ઈચ્છાઓ પૂરી થઈ શકે છે અને ખરાબ સમય પણ દૂર થઈ શકે છે

આ રીતે દરરોજ શિવ મંત્રોના જાપ કરવાથી તમારી બધી જ ઈચ્છાઓ પૂરી થઈ શકે છે અને ખરાબ સમય પણ દૂર થઈ શકે છે

  • Share this:
ધર્મ ડેસ્ક: શિવજીને ભોલેનાથ પણ કહેવાય છે અને તેમને પ્રસન્ન કરવા સૌથી સહેલા છે. ત્યારે જો મહાદેવને પ્રસન્ન કરવામાં જો તેમને ગમતી વસ્તુઓનો ભોગ ધરાવવામાં આવે અને મંત્રોજાપ કરવામાં આવે તો ભક્તોની તમામ ઇચ્છા પૂર્ણ
થાય છે. જ્યોતિષ અનુસાર, જો કોઈ ભક્ત નીચે જણાવેલા મંત્રોના જાપ પૂરી ભક્તિ સાથે કરે તો તેની બધી જ ઈચ્છાઓ પૂરી થઈ શકે છે અને ખરાબ સમય દૂર થાય છે.

આ મંત્ર નીચે જણાવ્યાં મુજબ છે - શિવલિંગ પર દૂધ, પાણી કે પંચામૃત ચઢાવતા સમયે નીચે આપેલાં ચાર મંત્રમાંથી કોઇપણ એક મંત્રનો જાપ કરતાં રહેવું. આમ કરવાથી શિવજી પ્રસન્ન થશે અને તમારી મનોકામના પૂર્ણ થશે.

1. ऊं नमः शिवाय
(આ મંત્રનાં જાપથી તમને તમામ પ્રકારની શાંતિ મળશે અને મનોકામના પૂર્તિ થશે)

2. ऊं त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्।उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात्॥
(આરોગ્ય સંબંધિત તમામ સમસ્યા દૂર થશે)

3. ऊं तत्पुरुषाय विदमहे, महादेवाय धीमहि तन्नो रुद्र: प्रचोदयात्।
(આપને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થશે અને વિરોધીઓ પર વિજય મળશે)

4. दर्शनं बिल्वपत्रस्य स्पर्शनं पापनाशनम् |
अघोरपापसंहारं बिल्वपत्रं शिवार्पणम् ||
(તમામ મનોકામના પૂર્ણ થશે અને પ્રગતિ થશે)

મંત્રોજાપ અને શિવજીની પૂજા કરતાં પહેલાં
- સવારે સ્નાન વગેરે કર્યા પછી કોઈ મંદિરમાં અથવા ઘરમાં જ શિવજીની પૂજા કરો
- શિવજીની સામે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો
- કુશના આસન પર બેસીને રૂદ્રાક્ષની માળાથી ઉપર જણાવેલા 4માંથી કોઈ પણ એક મંત્રના જાપ કરો
- ઓછામાં ઓછી 5 માળા જાપ જરૂર કરો. તેના પછી શિવજીની આરતી કરો
- આ રીતે દરરોજ શિવ મંત્રોના જાપ કરવાથી તમારી બધી જ ઈચ્છાઓ પૂરી થઈ શકે છે અને ખરાબ સમય પણ દૂર થઈ શકે છે
First published: May 31, 2019
વધુ વાંચો
अगली ख़बर