Home /News /dharm-bhakti /Mobile Numerology 4 Dec : જાણો, મોબાઈલ નંબરમાં 9 અંક ધરાવતા જાતકો કેવા હોય છે

Mobile Numerology 4 Dec : જાણો, મોબાઈલ નંબરમાં 9 અંક ધરાવતા જાતકો કેવા હોય છે

ન્યુમેરોલોજી

Mobile numerlogy No. 9: જ્યોતિષ શાસ્ત્રમાં અંકોને પણ ખુબ મહત્વ આપવામાં આવ્યું છે. ઘણા લોકો પોતાના લકી નંબર પ્રમાણે બધું પસંદ કરતા હોય છે જેમકે ગાડીનો નંબર મોબાઈલ નંબર. અંકશાસ્ત્રમાં મોબાઈલ નંબરને સબંધિત બાબતો પણ જણાવવામાં આવી છે. તો ચાલો જાણીએ મોબાઈલ સીરિઝમાં નંબર 9નું મહત્વ શું થાય છે.

વધુ જુઓ ...
  નંબર 9: લગભગ તમામ ભારતીય ટેલિકોમ કંપનીઓના ગ્રાહકોને આપેલા નંબર 9થી શરૂ થાય છે. આ નંબરનો શાસક ગ્રહ-મંગળ ખૂબ જ મહત્વપૂર્ણ છે. મંગળ વ્યક્તિને તેના જીવનમાં તેના સાચા લક્ષ્યને ઓળખવામાં મદદ કરે છે અને તેને તેના સાચા વ્યક્તિત્વથી આબેહૂબ કરાવે છે. આધિપતિ મંગળ વ્યક્તિ પાસે સારું વર્તન કરાવે છે અને તેને એક આદર્શ માણસ બનાવે છે.

  મંગળની છત્રછાયા 9 મૂળાંકના વ્યક્તિ અને વસ્તુને મોટી અને ઉચ્ચ વસ્તુઓ વિચારવાની ક્ષમતા આપે છે. મંગળને કારણે તે પોતાને અને પોતાની વિચારશ્રેણીને વિસ્તૃત કરે છે અને ખુલ્લા મનનું બનાવે છે. જો તેની યોજના પ્રમાણે કામ ન થાય તો આ નવ મૂળાંક ધરાવતા વ્યક્તિઓ અધીરા થઈ જાય છે. તેમને ગુસ્સો ખૂબ જ આવે છે. આવા લોકો આવેગજન્ય બની જાય છે અને તેમના મનમાં જે આવે તે જ કહી દે છે અથવા ઝઘડો કરવા લાગે છે. તો ચાલો જોઈએ કે તમારા મોબાઈલ નંબરમાં આવતો 9 નંબર શું સૂચવે છે.

  એક વખત નંબર 9 : જો મોબાઈલ નંબરમાં એક 9 હોય તો તે સપનાને સાકાર કરવા માટે જીવનમાં આગળ વધવાની તીવ્ર ઈચ્છા પેદા કરે છે. તેઓ સેલ્ફ-ઈમ્પ્રૂવમેન્ટ માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે. તેઓ પોતાના તમામ સપનાઓને વાસ્તવિકતામાં ફેરવવામાં સક્ષમ હોય છે. તેમના મનમાં શુદ્ધ વિચારો હોય છે અને આ કરવા માટે જરૂરી ઈચ્છાશક્તિ પણ હોય છે.

  બે વખત નંબર 9 : મોબાઈલ નંબરમાં બે વખત 9 નંબરની હાજરી વ્યક્તિને ખૂબ જ આદર્શવાદી, એલર્ટ અને બુદ્ધિશાળી બનાવે છે અને ઘણીવાર અન્ય લોકો દ્વારા તેની ટીકા કરવામાં આવે છે. તેઓ અન્ય લોકો સાથે સારી રીતે ભળવાનું પસંદ કરતા નથી અને પોતાને ખૂબ જ ઉચ્ચ કોટીના માને છે. તેઓ વિચારે છે કે અન્ય કરતા ઘણા સારા છે. તેઓ ક્યારેક મહાનુભાવની જેમ વર્તે છે.

  ત્રણ વખત નંબર 9 : તેમની પાસે વસ્તુઓની અતિશયોક્તિ કરવાની જબરદસ્ત ક્ષમતા હોય છે. તેથી જ તેઓ રાઈનો પહાડ બનાવી શકે છે. તેઓ પરિણામો વિશે વધુ વિચાર્યા વિના જ ખર્ચ કરે છે, બોલી નાંખે છે. અન્ય લોકો સામે સારી છાપ બનાવવા માટે તેઓ અસામાન્ય વસ્તુઓ કરવામાં માને છે. અન્ય લોકો શું કહે છે તે તેઓ ભાગ્યે જ સાંભળે-વિચારે છે. જો તેઓને લાગે પોતાની પાસે છે અને અન્ય લોકોને કે અન્ય લોકો માટે આપી શકે છે તો તેઓ હંમેશા અન્ય લોકોને મદદ કરવા તત્પર હોય છે.

  ચાર વખત નંબર 9 : આ પ્રકારનું સંયોજન ધરાવતી વ્યક્તિના વ્યક્તિત્વ પર તેની બહુ હકારાત્મક અસર થતી નથી. મંગળ ગ્રહની વધુ પડતી અસર તેને પોતાની દુનિયામાં ખોવાયેલ બનાવે છે. પોતાની સમસ્યા અન્ય લોકો સાથે શેર કરવામાં અચકાય છે. આ પ્રકારના મોબાઈલ નંબર સાથે, તે પોતાને ઉચ્ચ રેટેડ માને છે. તેઓ પોતાના સપનામાં જીવે છે અને સામાજિકતાથી દૂર રહે છે. અંતે તેઓ ખૂબ જટિલ અને મુશ્કેલીમાં મુકાઈ જાય છે.

  આ પણ વાંચો: Mobile Numerology 3 Dec: જાણો મોબાઈલ નંબરમાં અંક 8નું શું છે મહત્વ અને કેવો હોય છે વ્યક્તિનો સ્વભાવ

  9 અંક ન હોય : જો મોબાઈલ નંબરમાં 9 ન હોય તો વ્યક્તિ કોઈની પણ સામે વિનમ્ર બની નથી શકતો. કોઈ પ્રત્યે દયા અનુભવતો નથી. તે કઠોર હૃદયનો બને છે અને સંપૂર્ણપણે એકલો-અલગ થઈ જાય છે. તે અન્ય લોકો માટે જરૂરિયાત નથી, ના તેની કોઈ જરૂરિયાત છે, તેથી તેનામાં કોઈ અટેચમેન્ટ હોતું નથી. આ લોકો ક્ષુલ્લક બાબતો પ્રત્યે પ્રેરક હોય છે અને જીવનમાં સ્થિરતાનું સ્વપ્ન ધરાવતા હોય છે.

  આ પણ વાંચો: Mobile Numerology 2 December: જાણો, તમારા મોબાઇલમાં રહેલા અંક 7ની વિશેષતાઓ  જો કુલ સરવાળો 9 થાય : આ સંખ્યા વ્યક્તિને બુદ્ધિશાળી બનાવે છે. તેઓ મગજનો સારી રીતે ઉપયોગ કરી શકે છે, તેના વિચારોને શક્તિ આપે છે અને તે નામ, ખ્યાતિ અને સફળતા અવશ્યથી મેળવે છે. આ કુલ 9 મૂળાંક સરળ-હ્રદયવાન, સારા વર્તનવાળા અને સારા હ્યુમન બિઈંગ છે. 9 નંબર તેને કંઈક અંશે ઈનોવેટિવ અને ગર્વાંગિત બનાવે છે અને ખરેખર આ લોકો ખૂબ એકલતા અનુભવતા હોય છે.

  Numerology , Mobile Numerology, અંક શાસ્ત્ર,
  First published:

  Tags: Mobile number, Numerology

  विज्ञापन
  विज्ञापन