દિવાળીના દિવસે જો દેખાઇ જશે આ 4 પ્રાણીઓ તો સમજી લે જો તમારી કિસમત ખુલી ગઇ !

Network18 | News18 Gujarati
Updated: October 19, 2017, 1:22 PM IST
દિવાળીના દિવસે જો દેખાઇ જશે આ 4 પ્રાણીઓ તો સમજી લે જો તમારી કિસમત ખુલી ગઇ !
Network18 | News18 Gujarati
Updated: October 19, 2017, 1:22 PM IST
દિવાળી પર મા લક્ષ્મીનું પૂજન કરવામાં આવે છે. આ દિવસ સાથે ખાસ માન્યતાઓ જોડાયેલી છે. કહેવાય છે કે કેટલાંક ખાસ પ્રાણીઓ જો આજનાં દિવસે દેખાઇ જાય તો ન ફક્ત તમારો દિવસ પણ આખુ વર્ષ સુધરી જાય છે. અને તમારા પર લક્ષ્મીજીની કૃપા રહે છે.
જો દેખાય ગરોળી
આમ તો ગરોળી જોઇને લોકો ડરવા લાગે છે અને તેને ઘરમાંથી ભગાડવાનો પ્રયાસ કરે છે. પણ આજનાં એટલે કે દિવાળીનાં દિવસે જો આપનાં ઘરમાં ગરોળી દેખાય તો તેને ભગાડતા નહીં પણ તેનાં દર્શન કરીને ધન્યતા અનુભવજો કારણ કે એવી માન્યતા છે કે દિવાળીનાં દિવસે ગરોળી દેખાય તો સો ટકા ધનલાભ થશે.

બિલાડી દેખાય તો

આપણા દેશમાં બિલાડી માટે અનેક માન્યતાઓ છે. બિલાડી રસ્તો કાપે કે રાત્રે રડે તો અશુભ સંકેત કહેવાય છે. પરંતુ દિવાળીના દિવસે જો બિલાડી તમારા ઘરમાં પ્રવેશ કરીને જાય અને ઘરમાં રાખેલું દૂધ પી જાય તો તે લક્ષ્મીની કૃપા તમારા પર વરસે તેવી પુરેપુરી શક્યતા છે.

છછુંદર દેખાઇ જાય તો
આમ તો આજકાલનાં સમયમાં ઘરમાં છછુંદર નથી જોવા મળતા. પણ જો આપને આજનાં દિવસે ઘર કે બહાર ક્યાંય પણ છછુંદરનાં દર્શન થઇ જાય તો સમજી લેજો કે તમને ચોક્કસથી ધનલાભ થવાનો છે.

જો રાતમાં ઘુવડ દેખાય તો
મહા લક્ષ્મીજીનાં વાહન ઘુવડનાં દર્શન જો તમને આ પાંચ રાત્રીઓમાં થઇ ગયા તેમાં પણ ખાસ કરીને દિવાળીની રાત્રે તો સમજી લો કે તમારી કિસમત ખુલી ગઇ. ઘુવડ હંમેશા રાતના અંધારામાં જ નીકળે છે અને જો દિવાળીની રાત્રે તમને ક્યાંક અંધારુ નહિ મળે, બધે જ રોશની કરેલી હોય છે. છતા પણ જો તમને ઘુવડ જોવા મળે તો સમજો કે તમારા ઘરમાં મા લક્ષ્મીની કૃપા થવાની છે
First published: October 19, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर