Home /News /dharm-bhakti /Numerology Suggestions 3 Nov: આ લોકો માટે પ્રતિભા, જ્ઞાન, કૌશલ્ય રજૂ કરવાનો દિવસ; જાણો કેવો રહેશે આજનો દિવસ

Numerology Suggestions 3 Nov: આ લોકો માટે પ્રતિભા, જ્ઞાન, કૌશલ્ય રજૂ કરવાનો દિવસ; જાણો કેવો રહેશે આજનો દિવસ

આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે

3 November 2022 numerology predictions: કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ જાણો.

વધુ જુઓ ...
નંબર 1: તમારા પાર્ટનરને તમારા શબ્દોથી પ્રભાવિત કરો. પોતાના શબ્દો કેવી રીતે વેચવા તેની મહારત ધરાવતા લોકો માટે આ સાહસિક દિવસ હોઈ શકે છે. સ્પર્ધામાં પ્રવેશતા પહેલા તમારે તમારા શિક્ષક અથવા કોચની સલાહ લેવી જોઈએ અને તેમના પર આંખો બંધ કરીને વિશ્વાસ કરવો જોઈએ. ખેલ અને રમતગમતમાં જીતની સંભાવના ઉંચી છે. બાંધકામ, કૃષિ પુસ્તકો, દવાઓ અને ફાઇનાન્સના વ્યવસાયમાં રિકવરી જોવા મળશે. બાળકને શિક્ષકો અથવા કોચ તરફથી પ્રશંસા મળશે. તમારે આજે તમારા ગુરુની પૂજા કરવી જોઈએ અને સવારે તેમના નામનો જાપ કરવો જોઈએ.

મુખ્ય રંગ: પીચ

લકી દિવસ: રવિવાર

લકી નંબર: 3

દાન : મંદિરમાં કાચી હળદરનું દાન કરો


નંબર 2: ચંદ્રદેવની પૂજા કરો અને ભગવાન શિવનો દૂધથી અભિષેક કરો. કાગળ પરના જ્ઞાન ઉતારવાનો સુંદર દિવસ છે. આજે ચોક્કસથી સ્પર્ધામાં ભાગ લેવો જ જોઈએ. તમે કોઈ એવી વ્યક્તિને મળશો જે તમારા સન્માનને ઠેસ પહોંચાડી શકે છે તેથી સાવચેત રહો. સ્ત્રીઓએ આક્રમકતા પર અંકુશની જરૂર છે. સરકારી ડીલ હાંસલ કરવા માટે સોશિયલ કોન્ટેકટનો ઉપયોગ કરવાનો શ્રેષ્ઠ દિવસ છે. એક્સપોર્ટ ઈમ્પોર્ટના બિઝનેસમેન અને રાજકારણીઓને ફાયદો થશે.

મુખ્ય રંગ: સ્કાય બ્લુ

લકી દિવસ: સોમવાર

લકી નંબર: 6

દાનઃ મંદિરમાં દૂધ કે તેલનું દાન


નંબર 3: આજે બહાર જતા પહેલા થોડા પીળા ચોખા થેલીમાં રાખો. આજે તમારી પ્રતિભા, જ્ઞાન, કૌશલ્ય રજૂ કરવાનો દિવસ છે. કાર્યસ્થળ પર નવી ભરતી તમારું સ્વાગત કરશે. લોકો તમારા જ્ઞાનની સાથે-સાથે વાણીથી પ્રભાવિત થશે. આજે લેવાયેલા તમામ નિર્ણયો ખાસ કરીને સંગીતકારો કે લેખકોની તરફેણમાં આવશે. આજે કરેલા રોકાણમાં ઊંચું વળતર મળશે. પ્રેમ કરનારાઓએ ખુલ્લા દિલે તેમની લાગણીઓની આપ-લે કરવી જોઈએ. સરકારી અધિકારીઓ તમામ વ્યવહારોમાં સારા નસીબનો આનંદ માણશે. તમારા ગુરુના નામનો જાપ કરવાનું ભૂલશો નહીં.

મુખ્ય રંગ: નારંગી

લકી દિવસ: ગુરુવાર

લકી નંબર: 3 અને 1

દાન: સ્ત્રી સહાયકને કેસર દાન કરો


નંબર 4: મુસાફરી કરવાનું ટાળો. ખાસ કરીને રાજનીતિ અને મનોરંજન ક્ષેત્રના લોકો માટે પ્રવાસ કરવા માટે પ્રતિકૂળ દિવસ છે. ટાઈમ મેનેજમેન્ટમાં શિસ્તતાની જરૂર છે, તેથી અપોઈન્ટમેન્ટ્સ માટે સારી તૈયારી કરો. ભવિષ્ય માટે આજે બીજ રોપવાનો દિવસ છે. બાંધકામ અથવા શેરબજારના વ્યવસાયમાં ધીમી ગતિ રહે પરંતુ મેડિકલ અને કૃષિ ક્ષેત્રમાં સકારાત્મક ફેરફારો જોવા મળશે. માર્કેટિંગના લોકો તેમના મહિનાના અંતના ટાર્ગેટ પૂરા કરે તેવી શક્યતા છે. આજે નોન વેજ ખાવાનું ટાળો

મુખ્ય રંગ: વાદળી

લકી દિવસ: શનિવાર

લકી નંબર: 9

દાન: ભિક્ષુકોને ધાબળા દાન કરવા સલાહભર્યા


નંબર 5: તમારી વર્સેટિલિટી આસપાસના તમામને પ્રભાવિત કરશે. સહાયક બનવાનો જશ આજે મળશે. કોઈ મિત્ર અથવા સંબંધી ટૂંક સમયમાં મદદ માટે દ્વાર ખટખટાવશે અને તમારે તમારો સપોર્ટ કરવો જ જોઈએ. બેંકર્સ ખાસ નસીબનો આનંદ માણશે. સેલ્સ અને ખાસ કરીને રમતગમત સાથે સંકળાયેલા માટે ઝડપી હિલચાલ છે. વિદ્યાર્થીઓ પણ આજે તેમની શૈક્ષણિક સિદ્ધિઓનો આનંદ માણશે

મુખ્ય રંગ: Teal (ગ્રેનિશ બ્લ્યુ)

લકી દિવસ: બુધવાર

લકી નંબર: 5

દાનઃ લીલા પાંદડાવાળા શાકભાજીનું દાન અવશ્ય કરવું


નંબર 6: આજનો દિવસ સેવા કાર્ય, ખરીદી કરવા, મુસાફરી કરવા, ઓડિશન આપવા, માસ મીડિયા સમક્ષ રજૂઆત, વિજયની ઉજવણી કરવા માટે આદર્શ દિવસ છે. બાળકો સાથે સમય વિતાવવાનો ઉત્તમ દિવસ છે. જો તમે વિઝાની રાહ જોઈ રહ્યા હોવ તો આજનો દિવસ શુભ છે. નવી ફેક્ટરી સ્થાપવા માટે મિલકત શોધી રહ્યા હોવ તો આજે સરસ વિકલ્પ મળશે. અભિનેતાઓ અને મીડિયાના લોકોને સફળતા મળશે.

મુખ્ય રંગ: Teal (ગ્રેનિશ બ્લ્યુ)

લકી દિવસ: શુક્રવાર

લકી નંબર: 6

દાન: ગરીબોને ખાંડનું દાન


નંબર 7: આજનો દિવસ લો સ્યુટ અંગે ચર્ચા માંગશે. રમતગમત અને શૈક્ષણિક ક્ષેત્રે તમારી જીતની ટકાવારી વધારવા વડીલોના આશીર્વાદ અવશ્ય લો. વિજાતીય પાત્રો તમારા લકી ચાર્મ બનશે. ગુરુ મંત્રનો પાઠ અને જાપ કરવો. સરળ હ્રદય સ્પર્શી શબ્દો આજે મન જીતી લેશે. રાજકારણીઓ માટે જાહેર સભાઓમાં હાજરી આપવા અને પક્ષના વરિષ્ઠોને પ્રભાવિત કરવાનો દિવસ છે.

મુખ્ય રંગ: નારંગી

લકી દિવસ: સોમવાર

લકી નંબર: 7

દાન: મંદિરમાં કુમકુમનું દાન કરો


નંબર 8: તમારી સામાજિક સ્થિતિનો ઉપયોગ કરો અને મોટા નિર્ણયો લેતી વખતે પણ ફ્લેક્સિબલ બનો. તમારે સફળતા મેળવવા માટે સખત મહેનત કરવી પડશે, છતાં તમને તમારી મહેનતના કારણે અંતે પરિણામ સારુ મળશે. સેમિનાર આપતી વખતે ડોકટરો પ્રશંસા મેળવશે. જાહેર વ્યક્તિઓ સાંજ સુધીમાં નાણાકીય લાભ પ્રાપ્ત કરશે.

મુખ્ય રંગ: સી બ્લુ

લકી દિવસ: શુક્રવાર

લકી નંબર: 6

દાન: ભિક્ષુકોને ખાટા ફળો દાન કરો


નંબર 9: તમારા જીવનસાથી તમારી કંપનીથી ખુશ હશે, જે ભવિષ્ય માટે તમારા બંને વચ્ચેના બોન્ડને વધારશે. સરકારી ઓર્ડર માટે સંપર્ક કરવા માટેનો સુંદર દિવસ છે. સ્પોર્ટ્સમેન અને વિદ્યાર્થીઓ માટે પણ સારો દિવસ છે. અભિનેતાઓ, CA, શિક્ષકો, સ્પોર્ટ્સમેન અને હોટેલીયર મોટા ભાગના નસીબનો આનંદ માણશે.

મુખ્ય રંગ: લાલ અને નારંગી

લકી દિવસ: મંગળવાર

લકી નંબર: 3 અને 9

દાન: ઘરેલુ સહાયકને દાડમ દાન કરો


3જી નવેમ્બરે જન્મેલી હસ્તીઓ: અમર્ત્ય સેન, પૃથ્વી રાજ કપૂર, ઔરંગઝેબ, એચજે કાનિયા, કરમબીર સિંહ, જય સિંહ 2,
Published by:Damini Patel
First published:

Tags: Aaj nu rashifal, Dharm Bhakti, Horoscope, Numerology, Numerology Suggestions

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन