Home /News /dharm-bhakti /આ 3 રાશિના લોકો પોતાની વાત મનાવવામાં હોય છે પાવરધા, તેઓ જલ્દી નથી માનતા હાર
આ 3 રાશિના લોકો પોતાની વાત મનાવવામાં હોય છે પાવરધા, તેઓ જલ્દી નથી માનતા હાર
આ 3 રાશિના લોકો પોતાની વાત મનાવવામાં હોય છે હોશિયાર
વૈદિક જ્યોતિષ અનુસાર અમે કેટલીક એવી રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે પોતાની વાત મનાવવામાં હોશિયાર ગણવામાં આવે છે. તેઓ અત્યંત ચાલક અને બુદ્ધિમાન હોય છે તેમજ સામે વાળાને કન્વિન્સ કરી શકે છે.
વૈદિક જ્યોતિષમાં 12 રાશિ ( zodiac signs), 27 નક્ષત્ર અને 9 ગ્રહોનું વર્ણન છે. આ તમામ 12 રાશિમાં કોઈ ને કોઈ વ્યક્તિ જરૂર જન્મ્યો હોય છે. એટલે ક દરેક વ્યક્તિનો સ્વભાવ અને વ્યક્તિત્વ અલગ અલગ હોય છે કેમ કે 12 રાશિઓ પર કોઈ ને કોઈ ગ્રહનું (Planet)આધિપત્ય હોય છે.
આજે અમે તમને એવી 3 રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી જોડાયેલા જાતક પોતાની વાત મનાવવામાં હોશિયાર હોય છે. તેઓ સામે વાળાને કન્વિન્સ કરી શકે છે. તેઓ અત્યંત ચાલક અને બુદ્ધિમાન હોય છે. તેઓ કોઈની પાસેથી પણ પોતાનું કામ કઢાવી શકે છે. આવો જાણીએ આ 3 રાશિઓ કઈ છે.
મિથુન રાશિ: આ રાશિના લોકોને સમજવું સરળ નથી હોતું. તેમના મનમાં ક્યારે શું ચાલી રહ્યું છે તેનો કોઈ અંદાજો લગાવી શકતું નથી. આ લોકો કહે કંઈક અને કરે કંઈક. તેઓ શાર્પ મગજના હોય છે, તેમની સેન્સ ઓફ હ્યુમર ખૂબ સારી હોય છે. તેઓ કોઈપણ સાથે દલીલ કરે છે અને તેઓ પોતાની વાત મનાવીને જ દમ લે છે. મિથુન રાશિનો સ્વામી બુધ ગ્રહ છે, જે તેમને આ ખૂબી આપે છે.
કન્યા રાશિ: આ રાશિના લોકો બુદ્ધિશાળી અને તાર્કિક હોય છે. તેઓ ઝડપથી હાર માનતા નથી. આ લોકો જે કામ હાથ ધરે છે તે પૂરું કરીને જ જંપે છે. તેમની અંદર એક કન્વિન્સ પાવર હોય છે અને તે પોતાનું કામ કોઈપણ પાસેથી કઢાવી શકે છે. તેઓ તેમના કાર્યસ્થળ પર પણ લોકોને સમજાવી શકે છે. તેઓ અજાણ્યા સ્થળોએ જઈને પણ ત્યાંના લોકો પાસેથી કામ કરાવવાની ક્ષમતા ધરાવે છે. કન્યા રાશિનો સ્વામી બુધ દેવ છે, જે તેમને આ ગુણો પ્રદાન કરે છે.
વૃશ્ચિક રાશિ: આ રાશિના લોકો બુદ્ધિશાળી અને દૂરંદેશી માનવામાં આવે છે. તેઓ કોઈપણ વિષયને ખૂબ સારી રીતે સમજાવે છે. તેમની કન્વિન્સ પાવર ખૂબ સારી હોય છે. તેઓ બીજા પાસેથી કામ કરાવવામાં માહિર હોય છે. જ્યારે તેઓ કોઈપણ મુદ્દા પર દલીલ કરે છે, ત્યારે તેઓ એવા સારા તર્ક આપે છે કે સામેની વ્યક્તિ તેને સ્વીકારવા માટે મજબૂર થઈ જાય છે. તેઓ સાહસી અને નિર્ભય હોય છે. ઉપરાંત, તેઓ જોખમ લેવાથી ડરતા નથી. વૃશ્ચિક રાશિ પર મંગળ દેવનું શાસન છે, જે તેમને આ ખૂબી આપે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર