Home /News /dharm-bhakti /Numerology Suggestions 28 Nov: આજનો દિવસ કોના માટે છે શુભ અને કોના બિઝનેસને થશે લાભ?

Numerology Suggestions 28 Nov: આજનો દિવસ કોના માટે છે શુભ અને કોના બિઝનેસને થશે લાભ?

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

28 November 2022 numerology predictions: કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ જાણો.

વધુ જુઓ ...
  નંબર 1- (1, 10, 19 અને 28 તારીખે જન્મેલ વ્યક્તિઓ)

  ભગવાન સૂર્યને જળ અર્પણ કરો અને તેમના આશીર્વાદ મેળવો. સારું પરિણામ મેળવવા માટે લાલ કપડા પહેરો. આજે તમારે અન્ય જૂથો સાથે ડીલ કરવાનો, ટીમને લીડ કરવાનો, ભાષણ આપવાનો, કુટુંબના કાર્યક્રમમાં હાજરી આપવાનો, ઇન્ટરવ્યૂમાં હાજરી આપવાનો અથવા ખાસ મિત્ર પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આરોગ્ય સારું રહે તે માટે બપોરના ભોજનમાં કંઈક પીળું ભોજન હોવું જોઈએ.

  માસ્ટર કલર: બેઈજ અને ઓરેન્જ

  શુભ દિવસ: રવિવાર

  શુભ નંબર: 1

  દાન: ગરીબોને પીળા ફળનું દાન કરો.

  નંબર 2- (2, 11, 20 અને 29 તારીખે જન્મેલ વ્યક્તિઓ)

  લવ રિલેશનમાં ઊભી થયેલી સમસ્યાનો અંત આવી રહ્યો છે. આજે કામકાજમાં ચાલાકી અને ડિપ્લોમસી રાખવી જરૂરી છે. ભગવાન શિવ અને ચંદ્ર ગ્રહના આશીર્વાદ લો. જો તમે લિક્વિડ, ઈલેક્ટ્રોનિક, દવાઓ, નિકાસ આયાત, સૌર ઉર્જા, કૃષિ, પ્રવાહી અને રસાયણોના વેપાર કરો છો, તો નફો મેળવવા અંગે વિશેષ જાહેરાત કરી શકો છો.

  માસ્ટર કલર: ક્રીમ

  શુભ દિવસ: સોમવાર

  શુભ નંબર: 2

  દાન: ભિક્ષુકોને સફેદ ચોખાનું દાન કરો.

  નંબર 3 (3, 12, 22 અને 30 તારીખે જન્મેલ વ્યક્તિઓ)

  રાજકીય નેતા, રમતગમતના કેપ્ટન, કોચ, શિક્ષકો અને ફાઇનાન્સરને નવી પોસ્ટ પર સંભાળવાની રહેશે. દિવસની શરૂઆત કરતા પહેલા તમારા ગુરુ અને માતાના આશીર્વાદ મેળવો. વિદ્યાર્થીઓને આજે સફળતા પ્રાપ્ત થશે. તમારી સિદ્ધિઓથી પાર્ટનરને ઈમ્પ્રેસ કરવા માટે આજે સારો દિવસ છે. સરકારી અધિકારીઓ, કલાકાર, રમતવીર અને શિક્ષણશાસ્ત્રીઓને આજે વૃદ્ધિ મળશે. ગુરુ ગ્રહની શક્તિ વધે તે માટે સ્ત્રીઓએ પીળા રંગનું ભોજન બનાવવું જોઈએ અને આખા પરિવારને પીરસવું જોઈએ.

  માસ્ટર કલર: ઓરેન્જ

  શુભ દિવસ: ગુરુવાર

  શુભ નંબર: 3 અને 1

  દાન: મંદિરમાં ચંદનનું દાન કરો.

  નંબર 4 (4, 13, 22 અને 31 તારીખે જન્મેલ વ્યક્તિઓ)

  સુખ અને શાંતિ મેળવવા માટે પાળતુ અથવા અન્ય પ્રાણીઓ સાથે થોડો સમય પસાર કરો. નાણાકીય વ્યવહારો અને નવી તક મેળવવા માટે ઓડિટ અને વેરિફિકેશનની જરૂર છે. આજનો દિવસ નાણાકીય બાબતોમાં ઉચ્ચ વ્યવસ્થાપનથી ભરેલો છે. તમારે પોતાના રોકાણ અંગે કોઈને જાણ ના કરવી જોઈએ. મોટાભાગનો સમય દસ્તાવેજોની સમીક્ષા કરવામાં પસાર કરવો જોઈએ. નિકાસ આયાત, રેસ્ટોરન્ટ, સ્ટોક, જ્વેલર, મેન્યુફેક્ચરિંગ, છૂટક વેચાણ સાથે સંકળાયેલા જાતકોએ મનની વાત સાંભળવી જોઈએ. અંગત સંબંધોમાં ઈમોશનલ મોમેન્ટ આવવાથી, કોઈને નુકસાન થવાની સંભાવના છે. જેથી સાવચેત રહેવાની જરૂર છે.

  માસ્ટર કલર: બ્રાઉન

  શુભ દિવસ: મંગળવાર

  શુભ નંબર: 9

  દાન: બાળકોને લીલી દ્રાક્ષનું દાન કરો.

  નંબર 5 (5, 14 અને 23 તારીખે જન્મેલ વ્યક્તિઓ)

  સ્વતંત્રતાનો વધુ પડતો ઉપયોગ ના થાય તે માટે તમારા ઈમોશનને કંટ્રોલમાં રાખો. વધુ પડતો ખર્ચ કરવાનું ટાળો અને ભવિષ્ય માટે બચત કરો. મિત્રો અને સંબંધીઓ સાથે ઉદાર તથા લાગણીશીલ બનો. રમતગમત, ગ્લેમર, બાંધકામ, મીડિયા, વિદેશી ચીજવસ્તુઓ અને રમતગમત સાથે સંકળાયેલા લોકોનું મૂલ્યાંકન થશે. એક્વા કલરના કપડા પહેરવાથી તમારું નસીબ તમને સાથ આપશે. આજે દારૂ અને માંસાહારી ભોજનનું સેવન ના કરવું જોઈએ.

  માસ્ટર કલર: એક્વા

  શુભ દિવસ: બુધવાર

  શુભ નંબર: 5

  દાન: અનાથ આશ્રમમાં દૂધનું દાન કરો.

  નંબર 6 (6, 15 અને 24 તારીખે જન્મેલ વ્યક્તિઓ)

  દેવી લક્ષ્મીની પૂજા અને તેમના આશીર્વાદ લેવાથી તમારું જીવન સુખમયી બની જશે. માતા-પિતાને તેમના બાળકો પર ગર્વ થવાથી આજે સેલિબ્રેશન કરશે. દંપતી વચ્ચે ઓપિનિયન બાબતે ઝઘડો થઈ શકે છે. મીટિંગ અને હોસ્ટિંગ, માર્કેટિંગ અને ઓફિસમાં પ્રેઝન્ટેશન આપવા માટેનો સમય છે. કપડાં, દાગીના, વાહન, મોબાઇલ, ઘર ખરીદવા અને શોર્ટ ટ્રિપ માટે આજે સારો દિવસ છે. આજે હળવા કલરના કપડા પહેરો.

  માસ્ટર કલર: પીચ વ્હાઈટ

  શુભ દિવસ: શુક્રવાર

  શુભ નંબર: 6

  દાન: મંદિરમાં ખાંડનું દાન કરો.

  નંબર 7 (7 અને 16 તારીખે જન્મેલ વ્યક્તિઓ)

  સૌર ઉર્જા અને લિક્વિડના વેપારીઓને આજે સારું વળતર મળશે. આજે મીઠાવાળા પાણીથી સ્નાન કરો. નવી તકનો સ્વીકાર કરવાનો પ્રયાસ કરો. મેન્યુફેક્ચરિંગ, મશીનરી, ગોલ્ડ, એજ્યુકેશન અને સોફ્ટવેર સંબંધિત બિઝનેસ ડીલ્સમાં સફળતા મળશે. શિવ મંદિરે જવાથી અને ધાર્મિક વિધિઓ કરવાથી સમૃદ્ધિ પ્રાપ્ત થશે.

  માસ્ટર કલર: પીળો

  શુભ દિવસ: સોમવાર

  શુભ નંબર: 7

  દાન: પશુઓને કેળાનું દાન કરો.

  નંબર 8 (8, 17 અને 25 તારીખે જન્મેલ વ્યક્તિઓ)

  પરિવારની શાખ, જ્ઞાન અને પૈસાની શક્તિનો ઉપયોગ કરો. પ્રભાવશાળી લોકો અથવા પૈસાની શક્તિનો ઉપયોગ કરીને કાયદાકીય બાબતોનું નિવારણ લાવવામાં આવશે. બિઝનેસ ડીલ સફળ થાય તે માટે નેટવર્કિંગ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તમારા જીવનસાથીને તમારા સમયની જરૂર પડશે, જેથી તેને સમય આપવાનો પ્રયાસ કરો. ટાર્ગેટ પૂર્ણ થવાની તૈયારી હોવાથી વિદ્યાર્થીઓએ સમર્પિતપણે કાર્ય કરવું જોઈએ. ખેલાડીઓને સફળતા પ્રાપ્ત થશે અને પ્રાણીઓને દાન કરવું જરૂરી છે

  માસ્ટર કલર: સી ગ્રીન

  શુભ દિવસ: શનિવાર

  શુભ નંબર: 6

  દાન: પશુઓને પાલકનું દાન કરો.

  નંબર 9 (9, 18 અને 27 તારીખે જન્મેલ વ્યક્તિઓ)

  IT પ્રોફેશનલ્સ, ટીચર્સ બિલ્ડરો, ડોકટરો, ફાર્માસિસ્ટ, ન્યૂઝ એન્કર અને એક્ટર્સ કંઈક નવું આપવાનો પ્રયાસ કરો. દંપતીએ બહાર જવા અને બોન્ડિંગ સ્ટ્રોંગ કરવા માટે આજે સુંદર દિવસ છે. સરકારી ટેન્ડરો, પ્રોપર્ટી ડીલ્સ, ડિફેન્સ કોર્સ, મેડિકલ કોર્સ નફાકારક રહેશે. ગ્લેમર, સોફ્ટવેર, સંગીત, મીડિયા અથવા શિક્ષણ ઉદ્યોગના લોકોને લોકપ્રિયતા મળશે. યુવા રાજકારણીઓ અને યુવા કલાકારોને નવી પોઝિશનની ઓફર કરવામાં આવશે.

  માસ્ટર કલર: બ્રાઉન

  શુભ દિવસ: મંગળવાર

  શુભ નંબર: 9

  દાન: ગરીબોને તરબૂચનું દાન કરો.
  First published:

  Tags: Horoscope, Numerology

  विज्ञापन
  विज्ञापन