Home /News /dharm-bhakti /Mobile Numerology 26 Nov: તમારા મોબાઈલ નંબરમાં અંક 4 કેટલી વાર છે? તેનાથી જીવન પર કેવી અસર પડે છે?

Mobile Numerology 26 Nov: તમારા મોબાઈલ નંબરમાં અંક 4 કેટલી વાર છે? તેનાથી જીવન પર કેવી અસર પડે છે?

મોબાઈલ નંબર અંક શાસ્ત્ર

Mobile numerlogy No. 4: જ્યોતિષ શાસ્ત્રમાં અંકોને પણ ખુબ મહત્વ આપવામાં આવ્યું છે. ઘણા લોકો પોતાના લકી નંબર પ્રમાણે બધું પસંદ કરતા હોય છે જેમકે ગાડીનો નંબર મોબાઈલ નંબર. અંકશાસ્ત્રમાં મોબાઈલ નંબરને સબંધિત બાબતો પણ જણાવવામાં આવી છે. તો ચાલો જાણીએ મોબાઈલ સીરિઝમાં નંબર 4 નું મહત્વ શું થાય છે.

વધુ જુઓ ...
નંબર 4: સ્વસ્તિકની ચારેય બાજુઓનું નંબર 4 પ્રતિનિધિત્વ કરે છે. તે જીવન, બુદ્ધિ, પૈસા અને સંપત્તિમાં શિસ્ત લાવે છે. મોબાઇલ નંબરમાં 4 ધરાવતી વ્યક્તિ પોતાની બુદ્ધિનો સાચી દિશામાં ઉપયોગ કરે, મહેનત કરે તથા નિયમો અને કાયદાઓનું પાલન કરે તો તેનું જીવન સરળતાથી આગળ વધે છે અને તે અન્ય લોકો માટે પણ ફાયદાકારક સાબિત થાય છે.

આ મોબાઈલ નંબરમાં 4નો આંકડો ધરાવતી વ્યક્તિ શિસ્ત ધરાવે છે અને તમામ પાસાઓ પર સફળતા મેળવે છે. જો કે સ્વતંત્ર રીતે કામ કરવાની ઉલટી બાજુ એ પણ છે કે તેના માટે કામ કરતા અન્ય લોકો પર અવિશ્વાસ કરે છે. તે દ્રઢ મનોબળવાળો અને યથાર્થવાદી હોય છે.

તેઓ પોતાનું કામ પ્લાન પ્રમાણે ન થાય તો નકારાત્મક વિચારે છે અને અન્ય લોકો સાથે કંઈપણ શેર કરતા નથી. જો મોબાઇલ નંબરમાં માત્ર 4 એક જ વાર આવે તો સારું છે. ચાલો જાણીએ કે, 4 નંબર એક અથવા એક કરતા વધુ વખત હોય ત્યારે શું થાય છે?

નંબર 4 એક વખત હોય તો:

કામ કરવામાં સકારાત્મક વલણ અને આનંદ આપે છે. આવા લોકોને પોતાના વિચારો અથવા યોજનાઓને અનુસરવામાં આનંદ આવે છે. સારી રીતે પ્લાનિંગ કરી કાર્ય શરૂ કરે છે અને પૂર્ણ કરે છે. તેઓ તેમના આસપાસની જગ્યા સાફ રહે તેવું પસંદ હોય છે. સંગીત અને હસ્તકલામાં રસ ધરાવે છે. તેઓ સૌથી મુશ્કેલ કાર્ય પણ હાથ ધરવા અને તેમને પૂર્ણ કરવાની ઇચ્છા રાખે છે.

આ પણ વાંચો: મોબાઈલ નંબરમાં નંબર 3 ન હોય તો થઈ શકે છે નુકસાન! જાણો શું છે મહત્વ

નંબર 4 બે વાર હોય તો:

તેઓ તેમને સોંપાયેલા કોઈપણ કામમાં ઘણો રસ લે છે અને કામ કરવા માટે તેમના પોતાના પૈસા ખર્ચવા માટે પણ તૈયાર છે. તેમની પાસે કોઈપણ કાર્ય હાથ ધરવાની સારી ક્ષમતા હોય છે. તેઓ માંદા પડે ત્યાં સુધી આરામ કરી શકતા નથી, કામ અડધે રસ્તે રાખતા નથી. તેઓ કામ રસ અને સમર્પણ સાથે કરે છે. તેમનું કામ હંમેશાં બીજા પર છાપ છોડે છે. તેમનું કામ બોલે છે અને તેમની પ્રતિભા સરળતાથી ઓળખી શકાય છે

નંબર 4 ત્રણ વાર હોય તો:

ત્રણ વખત નંબર 4 વ્યક્તિને આયોજનમાં સારી અને ખૂબ જ નિયમિત બનાવે છે. તેઓ હંમેશાં તેમની ડેડલાઈનનું પાલન કરે છે. જો કે અન્ય લોકો માટે દર્દ બની જાય છે. તેઓ તમને તેમની શક્તિ અને બુદ્ધિ ચકિત કરે છે. તેઓ તેમના જ્ઞાન અને માનસિક ક્ષમતાઓનો યોગ્ય ઉપયોગ કરતા નથી, તેથી વિનાશક સાબિત થઈ શકે છે. તેઓ કંજૂસ હોય છે અને ખર્ચ કરતા પહેલા ઘણું વિચારે છે.

નંબર 4 ચાર કે તેનાથી વધુ વાર હોય તો:

મોબાઇલ નંબરમાં ચાર કે તેથી વધુ વખત નંબર 4 હોય ત્યારે લોકો કોઈ નક્કર નિર્ણય લઈ શકતા નથી. તેમને આપવામાં આવેલી કોઈપણ બાબતમાં વિલંબ થાય છે. પરિણામે તેઓ વ્યક્તિગત અને વ્યવસાયિક રૂપે સારી તકો ગુમાવે છે. તેઓ કામમાં સારા છે. સખત મહેનત અને ઘણા પ્રયત્નો કરે છે. જો કે તેઓ સમયનો ટ્રેક ગુમાવે છે અને કામ પૂર્ણ કરવા માટે ખૂબ લાંબો સમય લે છે. આને કારણે તેઓ હંમેશાં અપેક્ષિત પુરસ્કારો ન મળવા પર ગુસ્સે થાય છે. તેમના દુ:ખનું આ પણ એક કારણ છે.

આ પણ વાંચો: Grah Gochar: ડિસેમ્બર માસમાં સૌર મંડળના પ્રમુખ ગ્રહો બદલશે રાશિ, તમામ રાશિઓ પર થશે અસર

મોબાઈલ નંબરમાં અંક 4 ન હોય તો:

મોબાઇલ નંબરમાં 4નું અસ્તિત્વ ન હોવાને કારણે હંમેશાં વ્યક્તિને મોડેથી જાગતો હોય છે અને આળસુ બને છે. આવા લોકો અણઘડ અને બેદરકાર હોય છે. તેઓ મહેનતના કામથી દૂર રહેવાનું પસંદ કરે છે. આગોતરી રીતે નાણાંનું મેનેજમેન્ટ કરી શકતા નથી. તેઓ હંમેશાં સખત મહેનત કરવામાં સંકોચ કરે છે અને ઘરને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખી શકતા નથી. તેઓ કામમાં વિલંબ કરે છે અને ડેડલાઈનમાં કામ પૂરું કરી શકતા નથી.કુલ સરવાળો 4 હોય તો:

તેનો અર્થ એ છે કે તેઓ શિસ્તબદ્ધ છે અને નિયમો અને કાયદાનું કડક પાલન કરે છે. તેઓ ધ્યાય સિદ્ધ કરવાનાર બની શકે છે. જો કે આ સંખ્યા વિલંબ અને સમસ્યાઓ પછી પરિણામો લાવે છે. આ સંખ્યા મુશ્કેલીઓ અને વિરોધો પણ સાથે લાવે છે. નિર્ણય લેવામાં ખૂબ લાંબો સમય લાગે છે, પરિણામે સમસ્યાઓ થવાની જ છે.
First published:

Tags: Dharm Bhakti, Mobile number, Numerology

विज्ञापन
विज्ञापन