અમદાવાદ: મુમુક્ષુઓની ભવ્ય વર્ષીદાન યાત્રા, 25 લોકોએ કર્યો સંસારનો ત્યાગ


Updated: January 30, 2020, 3:41 PM IST
અમદાવાદ: મુમુક્ષુઓની ભવ્ય વર્ષીદાન યાત્રા, 25 લોકોએ કર્યો સંસારનો ત્યાગ
25 મુમુક્ષુઓની ભવ્ય વર્ષીદાન યાત્રા

આ યાત્રામાં પંજાબનું ભટીંડા બેન્ડ, હિંમતનગરનું દીનકર બેન્ડ, રાજકોટનું ખરેડી બેન્ડ અને નાસિક ઢોલ આકર્ષણનું કેન્દ્ર બન્યા

  • Share this:
વસંત પંચમીનું પર્વ ગુરુવારે છે ત્યારે આચાર્ય દેવ શ્રીમદ વિજય મુક્તિ પ્રભસુરીશ્વરજી આદિ નવ આચાર્ય ભગવંતો તથા ત્રિશતાધિક સાધુ સાધ્વીજીઓની નિશ્રામાં અમદાવાદમાં એક સાથે 25 મુમુક્ષુઓ સંયમ જીવન સ્વીકારશે. આ દીક્ષા મહોત્સવના વિવિધ પ્રસંગોમાં આજે રિવરફ્રન્ટ પાલડી ખાતેથી ભવ્ય વર્ષીદાન યાત્રા નીકળી હતી. જેમાં સેંકડો ભાવિકો જોડાયા હતા. આ વર્ષીદાન યાત્રાનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર કોલકત્તાના કલાકારો હતા. કોલકત્તાના કારીગરો દ્રારા તૈયાર કરાયેલાં વિશિષ્ટ ફ્લોટમાં મુમુક્ષુઓને બિરાજમાન થયો હતો.

પંજાબના બેન્ડની ધમાલ
બુધવારે સવારે 8.30થી પાલડી ખાતે આવેલાં રિવરફ્રન્ટથી વર્ષીદાન યાત્રાનો પ્રારંભ થયો હતો. આ વર્ષીદાન યાત્રા પાલડી ચાર રસ્તા નવા વિકાસ ગૃહ રોડ, ધરણીધર, અંજિલ ચાર રસ્તા થઈને રિવરફ્રન્ટ ખાતે પરત ફરી હતી. આ યાત્રામાં પરમાત્માના ત્રણેય રથ પણ જોવા મળ્યા હતા. આ ઉપરાંત પંજાબનું ભટીંડા બેન્ડ, હિંમતનગરનું દીનકર બેન્ડ, રાજકોટનું ખરેડી બેન્ડ અને નાસિક ઢોલ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

આ ઉપરાંત સમગ્ર માર્ગ પર સિદ્દી ધમાલ આદિવાસી મંડળી તેમના મનમોહક નૃત્ય પણ જોવા મળ્યા. ત્યારબાદ આજે બપોરે 2.30ના તમામને ઉપકરણના ચઢાવો કરવામાં આવ્યો હતો. સાંજે 4 કલાકે દીક્ષાર્થીઓનું પરિવાર સાથે શાહી વાયણું પણ યોજાયું હતું. આ સાથે રાત્રે 8 કલાકે દીક્ષાર્શીઓનો અંતિમ વિદય સમારોહ યોજાઈ હતો.

આ ભવ્યાતિભવ્ય દીક્ષા મહોત્સવમાં 1.89 લાખ હજાર સ્કેવર ફિટ એરિયામાં દીક્ષા મંડપ ઉભો કરાયો છે. આ ઉપરાંત ખાસ એક્સ ફેક્ટર પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે 30 જાન્યુઆરીએ પરોઢે 4.45 કલાકે આ તમામ દીક્ષાર્થીઓની દીક્ષાવિધીનો પ્રારંભ થશે.
First published: January 30, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading