Yogini Ekadash 2022: આવતી કાલે યોગિની એકાદશી (Yogini Ekadashi) વ્રત છે. તેને વિધિપૂર્વક કરવાથી 88 હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. સાથે જ ભગવાન વિષ્ણુની કૃપાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ દિવસે પૂજાનાં સમયે યોગિની એકાદશી વ્રત કથા સાંભળવાથી કે વાંચવાથી પાપમાંથી મુક્તિ મળે છે. જે લોકો યોગિની એકાદશી વ્રત રહેશે.
ધર્મભક્તિ ડેસ્ક: 24 જૂન શુક્રવારનાં અષાઢ મહિનાનાં કૃષ્ણ પક્ષનાં યોગિની એકાદશી (Yogini Ekadashi) વ્રત છે. તેને વિધિપૂર્વક કરવાથી 88 હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. સાથે જ ભગવાન વિષ્ણુની કૃપાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ દિવસે પૂજાનાં સમયે યોગિની એકાદશી વ્રત કથા સાંભળવાથી કે વાંચવાથી પાપમાંથી મુક્તિ મળે છે. જે લોકો યોગિની એકાદશી વ્રત રહેશે. આ યોગિની એકાદશી વ્રત કથાઓ અવશ્ય વાંચવી. કાશીનાં જ્યોતિષાચાર્ય ચક્રપાણી ભટ્ટ કહે છે કે, યોગિની એકાદશી વ્રત કથા વિશે. 30 જૂન ગુરુવારથી અષાઢ મહિનાની શરઆત થશે. આ દિવસોમાં દેવશયની એકાદશી, યોગિની એકાદશી, મિથુન સંક્રાંતિ, પ્રદોષ વ્રત, માસિક શિવરાત્રિ, સંકષ્ટી ચોથ અને જગન્નાથ રથયાત્રા જેવાં અનેક તહેવાર આવશે.
ધર્મ ગ્રંથો પ્રમાણે અષાઢ મહિનાનાં સ્વામી ભગવાન વિષ્ણુ છે. અષાઢ મહિનો જ્યોતિષની દ્રષ્ટિએ ખુબજ ખાસ છે. આમ હિના દરમિયાન જ સાયન અને નિરયન બંને પ્રકારનાં સૂર્ય કર્ક રાશિમાં આવે છે. જેથી દક્ષિણાયન શરૂ થાય છે. અષાઢમાં જ વર્ષા ઋતુની શરૂઆત પણ થઇ ગઇ છે. આ મિહને સૂર્ય તેની મિત્ર રાશિમાં જ રહેશે. 30 જૂનથી દેવી ઉપાસના માટે ગુપ્ત નવરાત્રિ શરૂ થશે. જેમાં સાધનાનું ખાસ મહત્વ રહેશે. આ દિવસે કલશ સ્થાપનનો શુભ મુહૂર્ત પ્રાત: કાળ સવારે 05:26 મિનિટથી લઇ 06.43 મિનિટ સુધી રહેશે.
24 જૂન, શુક્રવાર (યોગિની એકાદશી)- 5 જુલાઇએ જેઠ મહિનાનાં વદ પક્ષની એકાદશી રહેશે, આ દિવસે ભગવાન વિષ્ણુનાં વામન અવતાર અને યોગીરાજ શ્રીકૃષ્ણની પૂજા કરવાની પરંપરા છે.
29 જૂન બુધવાર (જેઠ અમાસ)- આ દિવસને હલહારિણી અમાસ કહેવાય છે. આ પર્વમાં સ્નાન દાન સાથે જ પિતૃઓ માટે શ્રાદ્ધ કરવાની પરંપરા છે. સાથે જ આ દિવસે ધરતી માતાની ખાસ પૂજા કરવામાં આવે છે.
30 જૂન ગુરુવાર (નવરાત્રી, ચંદ્ર દર્શન)- આ દિવસથી દેવી ઉપાસના માટે ગુપ્ત નવરાત્રિ શરૂ થશે. જેમાં સાધનાનું ખાસ મહત્વ રહેશે. આ દિવસે કલશ સ્થાપનનો શુભ મુહૂર્ત પ્રાત: કાળ સવારે 05:26 મિનિટથી લઇ 06.43 મિનિટ સુધી રહેશે.
1 જુલાઇ શુક્રવાર (ભગવાન જગન્નાથની રથયાત્રા)- આ દિવસે પુષ્ય નક્ષત્રનો સંયોગ પણ બની રહ્યો છે. આજનાં દિવસે અમદાવાદનાં જમાલપુર વિસ્તારમાં આવેલાં જગન્નાથ મંદીરથી રથયાત્રનો પ્રારંભ થશે અને તે સરસપુર વિસ્તારમાં આવેલાં મામાનાં ઘરે જશે. અને પછી ત્યાંથી પ્રભુ પરત ફરશે.
3 જુલાઇ, રવિવાર (વિનાયક ચોથ)- સૌભાગ્ય અને સુખ-સમૃદ્ધિની કામના સાથે ભગવાન ગણેશજીની પૂજા સાથે વ્રત રાખવામાં આવશે.
10 જુલાઇ, રવિવાર (દેવશયની એકાદશી, ચાતુર્માસનો પ્રારંભ)- માન્યા છએ કે, આ તિતિથી ચાર મહિના માટે ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં શયન કરવા જશે અને પછી દેવઉઠી એકાદશીએ જાગશે. આ દિવસથી ચાતુર્માસ પણ શરૂ થશે. આ ચાર મહિના શુભ કાર્યો માટે વર્જિત માનવામાં આવે છે.
13 જુલાઇ, બુધવાર (ગુરુ પૂર્ણિમા, અષાઢ પૂર્ણિમા)- આ તિથિએ અષાઢ ણહિનાનો સુદ પક્ષ પૂર્ણ થઇ રહ્યો છે. અને 25 જુલાઇથી શ્રાવણ શરૂ થશે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર