Aaj Nu Panchang: 23 જુલાઇ પાણીયારે દિવો કરો થશે તમામ મુશ્કેલીઓ દૂર, જાણો આજનાં શુભ મુહૂર્ત અને રાહુકાળ
Aaj Nu Panchang: 23 જુલાઇ પાણીયારે દિવો કરો થશે તમામ મુશ્કેલીઓ દૂર, જાણો આજનાં શુભ મુહૂર્ત અને રાહુકાળ
આજનું પંચાંગ
Shani Rahu Dosh Nivaran: પરિવારમાં કોઈ એક ખાસ બિમારી થવી, કોઈ વિશેષ સંબંધોમાં તિરાડ પડવી, સંધ્યાકાળે જ ખરાબ સમાચાર આવવા, કામધંધામાં મનદુઃખ થવા, ગમે તેટલી પૂજા કરાવવા છતાં ઘરમાં શાંતિ અને સુખ જળવાય જ નહીં... વગેરે સમસ્યાઓથી અનેક પરિવારો ઝઝૂમતા હોય છે. આ સમસ્યાનું પ્રાથમિક નિવારણ કરવા માટે પાણિયારે દિવો અચૂક પ્રગટાવજો. પાણિયારે દિવો પ્રગટાવવાથી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ક્યારેક કોઈક અજાણતા ભૂલ થઈ હોય અથવા વર્ષોથી ચાલી આવતી કોઈ પરંપરાનો લોપ થયો હોય તો તેનું નિવારણ થાય છે. સાથે સાથે ભગવાન વિષ્ણુની કૃપા પણ પ્રાપ્ત થાય છે.
ધર્મભક્તિ ડેસ્ક: 23 જુલાઈ 2022 ને શનિવારનો (Todays Panchang) દિવસ કેવો રહેશે, કેવું છે આજનું પંચાગ (Aaj Nu panchang) તે અંગે જ્યોતિષાચાર્ય અમિત ત્રિવેદી (jyotishacharya Amit Trivedi)જણાવે છે. આજે શનિવાર છે. શનિદેવ અને હનુમાનજીનો દિવસ. ત્યારે આજે વાત કરીશું શનિ દેવને પ્રસન્ન કરવા અને રાહુ દોષને નષ્ટ કરવાનાં ઉપાય વિશે. કેટલાક પરિવારમાં વંશપરંપરાગત કેટલીક મુશ્કેલીઓ ચાલી આવતી હોય છે. જેમ કે, પરિવારમાં કોઈ એક ખાસ બિમારી થવી, કોઈ વિશેષ સંબંધોમાં તિરાડ પડવી, સંધ્યાકાળે જ ખરાબ સમાચાર આવવા, કામધંધામાં મનદુઃખ થવા, ગમે તેટલી પૂજા કરાવવા છતાં ઘરમાં શાંતિ અને સુખ જળવાય જ નહીં... વગેરે સમસ્યાઓથી અનેક પરિવારો ઝઝૂમતા હોય છે. આ સમસ્યાનું પ્રાથમિક નિવારણ કરવા માટે પાણિયારે દિવો અચૂક પ્રગટાવજો. પાણિયારે દિવો પ્રગટાવવાથી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ક્યારેક કોઈક અજાણતા ભૂલ થઈ હોય અથવા વર્ષોથી ચાલી આવતી કોઈ પરંપરાનો લોપ થયો હોય તો તેનું નિવારણ થાય છે. સાથે સાથે ભગવાન વિષ્ણુની કૃપા પણ પ્રાપ્ત થાય છે.
પાણીયારે દિવો અને પિતૃઓનો રાજીપો...
ઘરમાં શનિ-રાહુનો કોઈ શાપિત દોષ પોતાનો દુષ્પ્રભાવ પાથરતો હોય તો તેનું શમન થાય છે અને પરિવારમાં સુખ-શાંતિ જળવાય છે. એક વાત ખાસ યાદ રાખજો પાણિયારે કોઈ દિવસ તેલનો દિવો ન કરતા અને આડીવાટનો દિવો પણ ન કરતા. પાણિયારે હંમેશા ઘીનો દિવો અને ઊભી વાટનો દિવો પ્રગટાવવો. દિવો ઘરની વહુએ કરવો અને દિવો કરતી વખતે માથે દુપટ્ટો અથવા સાડી અવશ્ય ઓઢવી અને બે હાથ જોડી મસ્તક નમાવવું. પિતૃઓની મર્યાદા જાળવી દિવો કરશો તો તેનું ફળ અનેકગણું પ્રાપ્ત થશે અને કોઈપણ પ્રકારનો પિતૃદોષ હશે તો તેનું નિવારણ આપોઆપ થશે.