Home /News /dharm-bhakti /New Year 2023: નવા વર્ષમાં બે વખત એક પખવાડિયામાં થશે સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ, જાણો શું થશે અસર

New Year 2023: નવા વર્ષમાં બે વખત એક પખવાડિયામાં થશે સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ, જાણો શું થશે અસર

એક પખવાડિયામાં સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ

2023 Surya Grahan And Chandra Grahan: નવું વર્ષ 2023માં પણ બે-બે સૂર્ય ગ્રહના અને ચંદ્ર ગ્રહણ લાગશે. બંને ગ્રહણ એક પખવાડિયામાં જ થશે. જ્યોતિષ શાસ્ત્રીઓ અનુસાર એને શુભ માનવામાં આવતું નથી.

    ધર્મ ડેસ્ક: નવું વર્ષ એટલે 2023 શરુ થવાનું છે. સ્વાગતની તૈયારીઓ સાથે દરેક નવું વર્ષ શુભ હોવાની પ્રાર્થના કરી રહ્યા છે, પરંતુ જ્યોતિષીની દ્રષ્ટિએ જોઈએ તો નવું વર્ષ પણ કેટલાક અશુભકારી યોગો સાથે ઉથલ-પાથલ વાળું જ રહેશે. જેનું એક મોટું કારણ 2023માં પણ બે ચંદ્ર ગ્રહણ અને સૂર્ય ગ્રહણ હોવાનું છે. આ સૂર્ય ગ્રહણ તેમજ ચંદ્ર ગ્રહણ એક પખવાડિયા એટલે 15 દિવસમાં જ હશે, જેને જ્યોતિષની દ્રષ્ટિએ શુભ માનવામાં આવતું નથી. ચાલો તમને જણાવીએ કે આ ગ્રહણ કયા મહિનામાં લાગશે.

    બે સૂર્યગ્રહણની તારીખ

    પંડિત રામચંદ્ર જોશીના જણાવ્યા અનુસાર, વર્ષ 2023માં પણ 2022ની જેમ બે સૂર્યગ્રહણ થશે. તેમાંથી, સૂર્ય પર પ્રથમ ગ્રહણ 20 એપ્રિલ 2023ના રોજ થશે. આ દિવસે ગુરુવાર હશે. પંચાંગ અનુસાર, આ ગ્રહણ સવારે 07:04 વાગ્યે શરૂ થશે, જે બપોરે 12:29 વાગ્યે પૂર્ણ થશે. જોકે આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. આ કિસ્સામાં સૂતક અહીં માન્ય રહેશે નહીં. એ જ રીતે, બીજું સૂર્યગ્રહણ 14 ઓક્ટોબરના રોજ થશે. ભારતમાં પણ આ ગ્રહણની અસર દેખાવાની શક્યતા ઓછી છે.

    આ પણ વાંચો: Surya Gochar 2023: નવા વર્ષમાં પોતાની ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરશે સૂર્ય દેવ, આ જાતકોનું ચમકશે ભાગ્ય

    સૂર્યગ્રહણના પખવાડિયામાં ચંદ્રગ્રહણ

    પંડિત જોશીના જણાવ્યા અનુસાર નવા વર્ષમાં પણ બે વખત ચંદ્રગ્રહણ થશે. આ બંને ગ્રહણ સૂર્યગ્રહણના પખવાડિયામાં થશે. તેમાંથી, પ્રથમ ઉપછાયા ચંદ્રગ્રહણ શુક્રવાર, 5 મે 2023 ના રોજ થશે. જે રાત્રે 8:45 કલાકે શરૂ થશે અને બપોરે 1:00 કલાકે સમાપ્ત થશે. એ જ રીતે, બીજું ચંદ્રગ્રહણ પણ સૂર્યગ્રહણના 15 દિવસ પછી રવિવાર 29 ઓક્ટોબર 2023ના રોજ થશે. આ ખંડગ્રાસ ગ્રહણ હશે. જે રાત્રે 1:06 વાગ્યે શરૂ થશે અને 2:22 વાગ્યે સમાપ્ત થશે. બંને ચંદ્રગ્રહણ ભારતમાં દેખાતા હોવાને કારણે સુતક સમયગાળો માન્ય રહેશે.

    આ પણ વાંચો: Grahan 2023: 2023માં ક્યારે પડશે સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ? આ રાશિઓ પર થઇ શકે છે ખરાબ અસર



    શુભ નથી હોતા એક પખવાડિયાના ગ્રહણ

    હિંદુ શાસ્ત્રોમાં સૂર્ય અને ચંદ્રગ્રહણને શુભ માનવામાં આવતું નથી. જ્યોતિષના મતે એક પખવાડિયામાં બે ગ્રહણ વધુ અશુભ છે. પંડિત જોશીના જણાવ્યા અનુસાર, પખવાડિયામાં સૂર્ય અને ચંદ્રગ્રહણનું સંયોજન મહાભારત દરમિયાન થયું હતું. આવી સ્થિતિમાં, આ ગ્રહણ વિનાશક અસર પણ કરી શકે છે.
    Published by:Damini Patel
    First published:

    Tags: Chandra grahan, Dharm Bhakti, Solar eclipse

    विज्ञापन
    विज्ञापन