2023 Pushya Nakshatra Yoga: સનાતન ધર્મમાં દરેક શુભ કાર્યની શરૂઆત શુભ મુહૂર્ત જોઈને કરવામાં આવે છે. તેની પાછળની માન્યતા છે કે તમે જે પણ કામ શરૂ કરવા જઈ રહ્યા છો, તેમાં તમને સફળતા મળવી જોઈએ. તેવી જ રીતે, વર્ષ 2023માં આ દિવસે રવિ પુષ્ય નક્ષત્રની રચના થઈ રહી છે, જેના કારણે તેને ખરીદી માટે શુભ અને વિશેષ સમય કહેવામાં આવે છે.
વર્ષ 2023નું પુષ્ય નક્ષત્ર યોગ આજે(8 જાન્યુઆરીના દિવસે) બની રહ્યો છે, જેના કારણે રવિ યોગ સંયોગ બનશે. સાથે જ આજના દિવસે સર્વાર્થસિદ્ધિ યોગ પણ બની રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ યોગને સૌથી સારો યોગ માનવામાં આવે છે. આ દરમિયાન કોઈ પણ શુભ કામ, રોકાણ, વેપારની શરૂઆત, નોકરી, લેવડદેવડ અથવા ખરીદી કરવું ખુબ શુભ માનવામાં આવે છે. ભોપાલના નિવાસી જ્યોતિષી તેમજ વાસ્તુ સલાહકાર પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા જણાવે છે, આજે બનવા વાળા યોગમાં ખરીદી કરવાનો શુભ સમય અને ખાસ નક્ષત્ર અંગે.
બની રહ્યો છે આ ખાસ યોગ
જ્યોતિષી જાણકારી અનુસાર, રવિવારના દિવસે પુષ્ય નક્ષત્ર, સર્વાર્થસિદ્ધિ યોગ, બુધાદિત્ય યોગ અને શ્રીવત્સ યોગ બની રહ્યો છે. આ સાથે જ બૃહસ્પતિ પર ચંદ્રમાની દ્રષ્ટિ પડી રહી છે, જેના કારણે ગજકેસરી યોગનું ફળ પ્રાપ્ત થશે. આ શુભ સમયમાં જે પણ કામ કરશે એમાં સફળતાની સંભાવના વધી જાય છે.
પ્રથમ પુષ્ય સંયોગની શરૂઆત
વર્ષ 2023નો પ્રથમ પુષ્ય નક્ષત્ર યોગ 8 જાન્યુઆરી 2023, રવિવારના રોજ રચાઈ રહ્યો છે. આ પર્વ રવિવારે સવારે 7:00 વાગ્યાથી શરૂ થશે, જે બીજા દિવસે સવારે 6:00 વાગ્યે સમાપ્ત થશે. રવિવાર હોવાથી આ દિવસને રવિ પુષ્ય સંયોગ માનવામાં આવે છે.
7 મોટા સંયોગો
જ્યોતિષ શાસ્ત્રની માહિતી અનુસાર, વર્ષ 2023માં 5 રવિ પુષ્ય યોગ બની રહ્યા છે, સાથે જ બે ગુરુ પુષ્ય સંયોગ પણ બની રહ્યા છે, જેના કારણે સમગ્ર વર્ષ દરમિયાન પુષ્ય નક્ષત્રથી 7 શુભ સંયોગો બનવાના છે.
પુષ્ય નક્ષત્રને શાસ્ત્રોમાં અમરેજ્ય પણ કહેવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો, આ યોગ જીવનમાં સ્થિરતા અને અમરત્વ લાવે છે. શનિ આ યોગનો સ્વામી છે, પરંતુ તેનો સ્વભાવ ગુરુ જેવો છે. જ્યારે પણ ગુરુવારે પુષ્ય નક્ષત્ર યોગ બને છે ત્યારે તેને ગુરુ પુષ્ય નક્ષત્ર યોગ કહેવાય છે. બીજી તરફ, રવિવારે બનેલા પુષ્ય નક્ષત્ર યોગને રવિ પુષ્ય નક્ષત્ર યોગ કહેવાય છે. એવું કહેવાય છે કે આ યોગોમાં ફક્ત એ જ કામ કરવા જોઈએ, જેને તમે બદલવા માંગતા નથી અથવા જે કાર્યોમાં તમે સ્થિરતા ઈચ્છો છો, તમે આ શુભ યોગોમાં કરી શકો છો.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિ પુષ્ય નક્ષત્રમાં ખરીદી કરે છે તેના જીવનમાં સમૃદ્ધિ આવે છે. આ યોગની ધાતુ સોનું માનવામાં આવે છે. જો તમે આ સમય દરમિયાન સોનું અથવા સોનાથી બનેલી જ્વેલરી ખરીદો છો, તો તે તમને સમૃદ્ધિ લાવશે. ગુરુ પુષ્ય નક્ષત્ર દરમિયાન રિયલ એસ્ટેટમાં રોકાણ, વાહન, કપડાં, ચાંદીની વસ્તુઓ, ઈલેક્ટ્રોનિક વસ્તુઓ વગેરેની ખરીદી લાભદાયક છે. આ યોગમાં વેપાર અને નોકરી કરવી પણ ફળદાયી છે.
Published by:Damini Patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર