10મી તારીખે છે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ, ભૂલથી પણ ન કરશો આ 4 કામ

ચંદ્રગ્રહણ

આ વર્ષે 6 ગ્રહણ થશે. જેમાંથી 4 ચંદ્રગ્રહણ અને 2 સૂર્યગ્રહણ હશે.

 • Share this:
  ધર્મડેસ્ક : નવું વર્ષ 2020 શરૂ થઇ ગયું છે. આ વર્ષની શરૂઆતમાં 10 જાન્યુઆરીનાં રોજ વર્ષ 2020નું પહેલુ ચંદ્રગ્રહણ (Chandra Grahan 2020) છે. જે ભારતમાં દેખાશે. આ પહેલા વર્ષ 2019નાં આખરી મહિના એટલે 26 ડિસેમ્બરનાં રોજ સૂર્યગ્રહણ હતું. આ વર્ષે 6 ગ્રહણ થશે. જેમાંથી 4 ચંદ્રગ્રહણ અને 2 સૂર્યગ્રહણ હશે.

  ચંદ્રગ્રહણનો સમય
  10 જાન્યુઆરીએ થનારુ ચંદ્રગ્રહણ 10 મિનિટ 37 મિનિટથી શરૂ થશે જે રાત્રે 2.42 કલાકે સમાપ્ત થશે. ચંદ્રગ્રહણની કુલ અવધિ 4 કલાકથી વધુ હશે. આ ચંદ્રગ્રહણ ભારતમાં પણ જોઇ શકાશે.

  ક્યાં ક્યાં દેખાશે ચંદ્રગ્રહણ?
  આ ગ્રહણ ભારત સિવાય યુરોપ, એશિયા, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં પણ જોઇ શકાય છે. ગ્રહણનો સૂતક સમય 12 કલાક પહેલા શરુ થાય છે. તે મુજબ 10 જાન્યુઆરીએ સવારે 10 વાગ્યાથી આ સમય લાગુ થશે. સુતક લાગ્યા બાદ મંદિરોના દરવાજા બંધ કરી દેવામાં આવશે.

  આવો જાણીએ ચંદ્રગ્રહણની અસરથી બચવા માટે કયા એવા ચાર કામો છે જેને ન કરવા જોઇએ.

  દુષિત ભોજન
  ઘણાં વૈજ્ઞાનિક સંશોધનમાં તે વાત કહેવામાં આવી છે કે, ગ્રહણ સમયે મનુષ્યની પાચન શક્તિ નબળી પડી જાય છે. તેવી સ્થિતિમાં દુષિત ભોજન અને પાણી પીવાથી બીમાર થવાની સંભાવના વધી જાય છે. માન્યતા છે કે, ગ્રહણ પહેલા જે વાસણમાં પીવાનું પાણી મુકવામાં આવે છે તેમાં દરો અને તુલસીનાં કેટલાક પાન નાંખી દેવા જોઇએ. દરો અને તુલસીમાં ગ્રહણનાં સમયે પર્યાવરણમાં ફેલાઇ રહેલા જીવાણુઓને દૂર કરવાની અદભૂત શક્તિ હોય છે.

  ગ્રહણની છાયા
  ચંદ્રગ્રહણ સમયે ગર્ભવતી મહિલાઓએ ઘરની બહાર ન જવુ જોઇએ. માનવમાં આવે છે કે ગ્રહણ સમયે નીકળતી કિરણો ઘણી જ ખતરનાક હોય છે. જેની અસર ગર્ભમાં રહેલા શિશુ પર પડે છે.

  પૂજા
  ગ્રહણ સમયે દરેક મંદિરો બંધ હોય છે, માનવામાં આવે છે કે આ સમયે પૂજા પાઠ કરવા ન જોઇએ. તમે પોતાના મનમાં ઇશ્વરની ઉપાસના કરી શકો છો પરંતુ કોઇ મંદિરમાં જઇ નથી શકતા.

  શારીરિક સંબંધ
  ગ્રહણ સમયે ક્યારેય પણ પતિ પત્નીએ શારીરિક સંબંધ બાંધવો ન જોઇએ. કહેવામાં આવે છે કે આ સમયે બનાવેલા શારીરિક સંબંધથી પેદા થયેલા બાળકને જીવનભર પરેશાનીઓ રહે છે.
  Published by:Kaushal Pancholi
  First published: