સૂર્યગ્રહણ 2018: ગ્રહણ દરમિયાન આ ઉપાય કરશો તો તમામ કષ્ટો થશે દૂર

News18 Gujarati
Updated: February 15, 2018, 11:36 AM IST
સૂર્યગ્રહણ 2018: ગ્રહણ દરમિયાન આ ઉપાય કરશો તો તમામ કષ્ટો થશે દૂર
માન્યતા અનુસાર સૂર્યગ્રહણનાં તુરંત બાદ વહેતા પાણીમાં સ્નાન કરવું જોઇએ. જેથી આપ આપનાં આરાધ્ય દેવની પૂજા કરવી જોઇએ

માન્યતા અનુસાર સૂર્યગ્રહણનાં તુરંત બાદ વહેતા પાણીમાં સ્નાન કરવું જોઇએ. જેથી આપ આપનાં આરાધ્ય દેવની પૂજા કરવી જોઇએ

  • Share this:
ધર્મડેસ્ક: વર્ષ 2018નું પહેલું સૂર્યગ્રહણ છે. જે ભારતમાં નહીં દેખાય. કારણ કે તે ભારતીય સમય અનુસાર આજે એટલે કે 15 ફેબ્રુઆરીએ રાત્રે 12.25 મિનિટથી સવારે 4.00 વાગ્યા સુધી ચાલશે. આ આંશિક સૂર્યગ્રહણ થશે.  ભલે આ સુર્યગ્રહણ ભારતમાં ન દેખાય પણ તેની અસર તો જરૂર થશે. જે લોકો ગ્રહણમાં માને છે તેમને આટલી બાબતોનું ધ્યાન રાખવું જેથી તેઓ ગ્રહણનાં દુષ્પ્રભાવથી બચી શકે છે.

આ સૂર્ય ગ્રહણ દક્ષિણ અમેરિકા, એન્ટાકર્ટિકા, ઉરૂગ્વે અને બ્રાઝિલ જેવા દેશોમાં દેખાશે. તો એન્ટાર્કટિકામાં તે વધુ સમય માટે જોવા મળશે.

સર્જાઇ રહ્યો છે દુર્લભ સંયોગ

2018ના વર્ષનું પહેલું સૂર્યગ્રહણ 15 ફેબ્રુઆરીના રોજ થશે. આની પહેલાં 31મી જાન્યુઆરીના રોજ પહેલું ચંદ્રગ્રહણ જોવા મળ્યું હતું. આ ગ્રહણ દરમ્યાન 152 વર્ષ બાદ ખૂબ જ દુર્લભ સંજોગ બન્યા હતા. હવે 15 ફેબ્રુઆરી એટલે કે આવતીકાલે કેટલાંય દેશોમાં સૂર્ય દેખાશે નહીં.

2018ની સાલમાં 3 સૂર્યગ્રહણ અને 2 ચંદ્રગ્રહણ
આપને જણાવી દઇએ કે આ વર્ષે એટલે કે 2018મા પાંચ ગ્રહણ થશે. તેમાંથી 3 સૂર્યગ્રહણ અને 2 ચંદ્રગ્રહણ છે. 15 ફેબ્રુઆરીના રોજ 2018નું પહેલું સૂર્યગ્રહણ છે. ત્યારબાદ 13 જુલાઇના રોજ બીજું અને 11 ઓગસ્ટના રોજ ત્રીજું સૂર્યગ્રહણ દેખાશે. જ્યારે પહેલું ચંદ્રગ્રહણ 31 જાન્યુઆરીના રોજ હતું અને બીજું ચંદ્રગ્રહણ 27-28 ઑગસ્ટના રોજ હશે.વિજ્ઞાનની દ્રષ્ટિએ સૂર્ય ગ્રહણ એટલે શું?
પૃથ્વી સૂર્યનો ઉપગ્રહ છે અને તેનું ચક્કર લગાવે છે. જ્યારે ચાંદો પૃથ્વીનો ઉપગ્રહ છે અને તેનું ચક્કર લગાવે છે. એટલે કે સૂર્ય, પૃથ્વી, અને ચાંદો ત્રણેય પરિક્રમા કરે છે. આ દરમિયાન જ્યારે પણ આ ત્રણેય એક સીધી રેખામાં આવે છે તેને સૂર્યનો પ્રકાશ ચાંદો ઢાંકી દે છે. આ ઘટનાને સૂર્ય ગ્રહણ કહેવાય છે.

સુર્યગ્રહણ દરમિયાન ધ્યાનમાં રાખવા જેવી બાબતો
-માન્યતા અનુસાર સૂર્યગ્રહણનાં તુરંત બાદ વહેતા પાણીમાં સ્નાન કરવું જોઇએ. જેથી આપ આપનાં આરાધ્ય દેવની પૂજા કરવી જોઇએ.
-ગ્રહણનાં પહેલાં અને તે દરમિયાન ભોજન ન કરવું જોઇએ, દર્દીઓ, ગર્ભવતી મહિલાઓ, બાળકો અને ઘરડાઓ પર આ નિયમ લાગૂ થતો નથી.
-હિન્દૂ માન્યતા અનુસાર સ્નાન અને પૂજન બાદ ગરીબોને દાન કરવું જેથી ગ્રહણનાં ખરાબ પ્રભાવ પૂર્ણ થઇ જાય અને પરિવારમાં સુખ-શાંતિ આવે.
-ગર્ભવતી મહિલાઓએ ગ્રહણ દરમિયાન ઘરની બહાર ન નીકળવું જોઇએ.
-આ દરમિયાન ગર્ભવતી મહિલાએ ફળ-શાકભાજી ન કાપવા જોઇે. તેનાંથી આવનારા બાળકનાં વિકાસ પર પ્રભાવ પડે છે.
-માન્યતા અનુસાર સૂર્યગ્રહણ સમયે કોઇપણ શુભ કામ ન કરવું જોઇએ. કામ બગડી જાય છે. કે પછી તેનું સારુ પરિણામ મળતુ નથી.
-ગ્રહણ દરમિયાન વાળ ઓળવા, કપડાં ધોવા કે નિચોવવા કે પછી દાંત સાફ કરવાથી દુષ્પ્રભાવ થાય છે અને ઘરમાં દરિદ્રતા આવે છે.
-ગ્રહણનાં સમય દરમિયાન પતિ-પત્નીએ સયંમ વર્તીને ઐક્ય ન માણવું જોઇએ.. આ સમયે પ્રભુનુ જ સ્મરણ કરવું હિતાવહ છે.
-ગ્રહણ બાદ અન્ન અને વસ્ત્રનું દાન કરવું પુણ્યલાભ આપે છે. આ દરમિયાન સૂર્યમંત્રનો જાપ કરવાથી શુભ ફળ મળે છે.
First published: February 15, 2018, 11:35 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading