કુમકુમ મંદિર ખાતે શિક્ષાપત્રીની ૧૯૪મી જયંતી ઉજવાશે

News18 Gujarati
Updated: January 28, 2020, 7:31 PM IST
કુમકુમ મંદિર ખાતે શિક્ષાપત્રીની ૧૯૪મી જયંતી ઉજવાશે
શિક્ષાપત્રી ઉપર ખુદ શ્રી સ્વામિનારાયણ ભગવાને આશીર્વાદ આપ્યા છે

શિક્ષાપત્રી ઉપર ખુદ શ્રી સ્વામિનારાયણ ભગવાને આશીર્વાદ આપ્યા છે કે, “આ જે શિક્ષાપત્રી તે અમારું સ્વરૂપ છે. માટે તેને પરમ આદર થકી માનવી. અને જે આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે તો તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે પુરુષાર્થની સિદ્ધિને નિશ્ચે પામશે."

  • Share this:
ગુરુવારે તા. ૩૦- ૧ - ર૦ર૦ને વસંતપંચમીના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે લખેલ ગ્રંથ સર્વજીવહિતાવહ શિક્ષાપત્રીની ૧૯૪ મી જયંતી હોવાથી શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ મણિનગર ખાતે મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં સવારે ૭-૦૦ થી ૧૦-૦૦ શ્રી સ્વામિનારાયણ ભગવાનનું ષોડ્‌શોપચારથી મહાપૂજન કરીને પંચામૃત થી અભિષેક કરવામાં આવશે.

કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, "આ પ્રસંગે ૧૨ x૧૮ ઈંચ ની વિશાળ શિક્ષાપત્રીનું પૂજન કરવામાં આવશે. અને ભકતો તે શિક્ષાપત્રીના દર્શન કરી શકે તે માટે સવારે ૮-૦૦ થી ૧ર-૦૦ અને સાંજે ૪-૦૦ થી ૬-૩૦ સુધી દર્શન માટે ખુલ્લી મૂકવામાં આવશે. આ શિક્ષાપત્રીની એ વિશિષ્ટતા એ છે કે, આ શિક્ષાપત્રીમાં શ્રી સ્વામિનારાયણ ભગવાને જે સંદેશો પાઠવ્યો છે. તે રંગીન ચરિત્રો સાથે દર્શાવામાં આવેલા છે. સાથે - સાથે આ શિક્ષાપત્રી ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં આલેખવામાં આવેલા છે. જેથી આજના અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ પણ તે વાંચી અને વિચારી શકે અને પોતાના જીવનમાં ઉતારી શકે."

કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ શિક્ષાપત્રી અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, "શિક્ષાપત્રીની રચના શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વયં મહા સુદ પંચમીના રોજ સંવત ૧૮૮૨ માં વડતાલમાં કરી હતી. જેની અંદર કુલ ર૧ર શ્લોકો છે. શિક્ષાપત્રી એટલે સ્વામિનારાયણ સંપ્રદાયનું અભૂતપૂર્વ અલૌકિક બંધારણ. શિક્ષાપત્રી અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત, ગુજરાતી આદી અનેક ભાષાઓમાં ઉપલબ્ધ છે. કુમકુમ મંદિર ખાતે શિક્ષાપત્રી જયંતીના દિવસે વિનામૂલ્યે ભેટ આપવામાં આવશે."આ શિક્ષાપત્રી ઉપર ખુદ શ્રી સ્વામિનારાયણ ભગવાને આશીર્વાદ આપ્યા છે કે, “આ જે શિક્ષાપત્રી તે અમારું સ્વરૂપ છે. માટે તેને પરમ આદર થકી માનવી. અને જે આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે તો તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે પુરુષાર્થની સિદ્ધિને નિશ્ચે પામશે.”

શિક્ષાપત્રી એટલે “શિક્ષા” એટલે હિતનો ઉપદેશ અને “પત્રી” એટલે પોતાનો અભિપ્રાય જેનાથી અન્ય સ્થળે પહોંચાડી શકાય તે સાધન. અર્થાત્‌ શિક્ષાપત્રી એટલે હિતનો ઉપદેશ આપતો પત્ર-લેખ. ‘મનુષ્યોને પોતાનું જીવન કેવી રીતે જીવવું તેનું માર્ગદર્શન આપતી માર્ગદર્શિકા.’

સરદાર વલ્લભભાઈ પટેલ કહે છે કે, શ્રી સ્વામિનારાયણ ભગવાને લખેલી શિક્ષાપત્રી પ્રમાણે સમાજ વર્તે તો દેશમાંથી પોલીસ થાણા તથા સર્વ પ્રકારની કોર્ટો ઉઠાવી લેવી પડે.

અણમોલ શિક્ષાપત્રી શ્રી સ્વામિનારાયણ ભગવાને રાજકોટમાં મુંબઈના ગર્વનર સર જ્હોન માલ્કમને તા. ર૬-ર-૧૮૩૦ ના રોજ ભેટમાં અર્પણ કરી હતી. હાલ તે ઇંગ્લેન્ડની ઓક્સફર્ડ યુનિવર્સિટીની બોડ્‌લીયન લાયબ્રેરીમાં સંગ્રહિત કરવામાં આવેલી છે. આમ, શિક્ષાપત્રી ગ્રંથ ગરીબોનાં નાનાં ઝૂંપડાંમાંથી માંડીને સારાય સારાય વિશ્વમાં ફેલાયેલી છે.- સરદાર વલ્લભભાઈ પટેલ કહે છે કે, શ્રી સ્વામિનારાયણ ભગવાને લખેલી શિક્ષાપત્રી પ્રમાણે સમાજ વર્તે તો દેશમાંથી પોલીસ થાણા તથા સર્વ પ્રકારની કોર્ટો ઉઠાવી લેવી પડે.

- મહાત્મા ગાંધીજી કહે છે કે, હિન્દુસ્તાનમાં ઘણા ધર્મો છે. પણ સ્વામિનારાયણ ધર્મ પ્રસંશનીય, શુદ્ધ અને આકર્ષક છે. મને આ ધર્મને વિષે ઘણું માન છે.
First published: January 28, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading