સુરતના માતા-પુત્ર, એરફોર્સમાં નોકરી કરતી યુવતી સહિત 19 લોકો લેશે દિક્ષા

સાંસારિક જીવનનો ત્યાગ કરી સુરતના માતા-પુત્ર સંગાથે કરશે સંયમના માર્ગે પ્રયાણ, એક સાથે 19 દિક્ષાર્થીઓ સંયમી જીવનનો માર્ગ અપનાવશે, અમદાવાદ રિવરફ્રન્ટ પર ભવ્ય દિક્ષા મહોત્સવનું આયોજન.

News18 Gujarati
Updated: May 19, 2019, 4:40 PM IST
સુરતના માતા-પુત્ર, એરફોર્સમાં નોકરી કરતી યુવતી સહિત 19 લોકો લેશે દિક્ષા
સુરતના માતા-પુત્ર એક સાથે લેશે દિક્ષા
News18 Gujarati
Updated: May 19, 2019, 4:40 PM IST
સંજય ટાંક, અમદાવાદ: અમદાવાદમાં રિવર ફ્રન્ટથી ત્રિસ્તુતિક જૈન સંઘ દ્વારા 19 દિક્ષાર્થીઓનો દિક્ષા મહોત્સવનો પ્રારંભ થયો છે. 19 મેથી શરુ થયેલો દિક્ષા મહોત્સવ 23 મે સુધી ચાલવાનો છે. અને દિક્ષા મહોત્સવના પૂર્ણાહૂતિ દિવસે એક સાથે 19 દિક્ષાર્થીઓ સંયમી જીવનનો માર્ગ અપનાવશે. આ 19 દિક્ષાર્થીઓમાં સુરતના માતા-પુત્રનો પણ સમાવેશ થાય છે. આ માતા અને પુત્ર સાથે જ સંયમના માર્ગે પ્રયાણ કરશે.

ત્રિસ્તુતિક જૈન સંઘનો અમદાવાદના આંગણે 19 દિક્ષાર્થીઓનો દિક્ષા મહોત્સવ છે. રાજનગર શ્રી સંઘ હાથીખાના ગુરુ મંદિરથી ગચ્છાધિપતિ નિત્યસેન સૂરિશ્વરજી મ.સા. સહિત આચાર્ય ભગવંત જયરત્નસૂરિશ્વરજી મ.સા. તેમજ 100થી અધિક શ્રમણ શ્રમણી ભગવંતોનો પ્રવેશ થવાનો છે. જે અંતર્ગત અમદાવાદમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.

શોભાયાત્રામાં 11થી વધુ બગી, 7થી વધુ નૃત્યમંડળી, વાદ્યમંડળી સાથે યાત્રા નીકળી હતી. શોભાયાત્રા હાથીખાનાથી નીકળી, વીજળીઘર, નહેરુબ્રિજ થઈ મીઠાખળી છ રસ્તા પહોંચી હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. દિક્ષા મહોત્સવમાં સુરતના માતા મીનાબેન અને તેમનો પુત્ર સંયમ એક સાથે 23મીએ દિક્ષા ગ્રહણ કરશે. મૂળ સુરતના રહેવાસી એવો આ પરીવાર હીરાના વ્યવસાય સાથે સંકળાયેલો છે.

ન્યુઝ 18 ગુજરાતીએ દિક્ષા લેનારા માતા-પુત્ર સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં મીના બહેને જણાવયું કે મે, આટલા વર્ષોથી સંસાર ભોગવ્યો છે જેમાં મને માત્ર વિષયોનું વાવાઝોડુ અને કસાઈઓનો કિચડ જ જોવા મળ્યો હતો. તેમણે તેમની બે દિકરીઓને પરણાવી છે અને એક દિકરીએ આ જ રીતે દિક્ષા ગ્રહણ કરી છે. દિકરીની માફક હવે દિકરો પણ મારી સાથે સંસારનો માર્ગ ત્યાગ કરીને સંયમનો માર્ગ અપનાવી રહ્યોં છે તેનો આનંદ છે. માત્ર 12 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. માતાની ખુબ જ ઈચ્છા હતી કે દિકરો દિક્ષા ગ્રહણ કરે 23મીએ દિક્ષા ગ્રહણ કરવાની છે તેનો મને આનંદ છે તેવું મીનાબેનના પુત્ર સંયમે જણાવ્યું હતું.

આ દિક્ષા મહોત્સવ 23 મે સુધી ચાલવાનો છે. જેમાં માતા પુત્ર, બે બહેનો તેમજ એક એરફોર્સમાં નોકરી કરતી યુવતી એમ કુલ 19 જેટલા દિક્ષાર્થીઓ સાંસારીક જીવનનો ત્યાગ કરી સંયમી જીવનનો માર્ગ અપનાવવાના છે.
First published: May 19, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...