Home /News /dharm-bhakti /Numerology Speacial 19th November: મોબાઇલ નંબરની આ રીતે કરો પસંદગી, અનેક સમસ્યાઓનું થઇ જશે સમાધાન

Numerology Speacial 19th November: મોબાઇલ નંબરની આ રીતે કરો પસંદગી, અનેક સમસ્યાઓનું થઇ જશે સમાધાન

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

19 November 2022 numerology: કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. અંકશાસ્ત્ર પ્રમાણે જાણીએ મોબાઈલ નંબર કેવી રીતે પસંદ કરવો

    તમે આ વાતને કદાચ સંયોગ કહી શકો છો, પરંતુ હકીકત એ છે કે જો આપણે યોગ્ય પ્રકારનો મોબાઇલ નંબર પસંદ (Choosing Mobile Number) કરીએ તો આપણી ઘણી સમસ્યાઓનું સમાધાન થઈ શકે છે. તમને સવાલ થશે કે કઇ રીતે. તો ચાલો જોઇએ કે મોબાઇલ નંબરની પસંદગી કરવાની પ્રક્રિયામાં કઇ વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ:

    - મોબાઇલ નંબરનો કુલ ટોટલ ફ્રેન્ડલી નંબર હોવો જોઇએ.

    - ટોટલ 4,7 અને 8 હોય તો નંબર લેવાનું ટાળો.

    - નંબર્સનું રીપીટેશન ટાળવા માટે તેને ખાસ પોઇન્ટ બનાવો કારણ કે ગ્રહોની શક્તિને અસર થશે. ખાસ કરીને જન્મ તારીખમાં ખોટો નંબર મુશ્કેલી ઉભી કરી શકે છે.

    - એવો નંબર રાખવો જોઇએ જે જીવનની અન્ય જરૂરિયાતો સાથે સુસંગત હોય – જેમ કે, એજ્યુકેશન, નોલજ, પર્સનલ લાઇફ, પૈસા, સ્ટેટસ

    - મોબાઈલ નંબરનો સરવાળો સાયકિક નંબર અને ડેસ્ટિની નંબર સાથે મૈત્રીપૂર્ણ અથવા ઓછામાં ઓછો તટસ્થ હોવો જોઈએ.

    - તમારા મોબાઈલમાં ક્યારેય એવા અંકો ન હોવા જોઈએ જે તમારી જન્મતારીખમાં ખૂટી રહ્યા છે. આનાથી ગ્રહોની શક્તિ આવશે જે જીવનમાં ખૂટી રહી છે.

    - જ્યારે તમે નંબરની પસંદગી કરી રહ્યા હોય, ત્યારે તમારે તમારો બિઝનેસ કે ઇન્ડસ્ટ્રીનો પ્રકાર પણ ખાસ ધ્યાનમાં રાખવો જોઇએ, કારણ કે ખાસ ઇન્ડસ્ટ્રીઝ માટે ખાસ પ્રકારના નંબર રાખવામાં આવે છે.

    - ‘0’ (શૂન્ય)નો ટોટલ થતો હોય તેવા નંબરને અવગણવા.

    - સ્ટાઇલને બદલે મોબાઇલ નેટવર્કની ઉપયોગિતા પર તમારી પ્રાથમિકતાને કેન્દ્રિત કરો.

    - આ સાથે જ અમુક ખાસ પ્રકારના VIP નંબર તમને કંઇક આપે છે પરંતુ બદલામાં ઘણું બધુ ગુમાવવું પણ પડે છે. પ્રોફેસલ ગ્રોથ, પૈસા, તકો, ધાર્મિકતા, પરીવાર અને સામાજીક દરજ્જાને ધ્યાનમાં રાખીને આવા મોબાઇલ નંબર લેવાનું ટાળવું જોઇએ.

    હવે પછીના લેખમાં મોબાઇલ નંબર સીરિઝ અને ચોક્કસ ટોટલ પર વધુ પ્રકાશ પાડશે. તેથી કયો મોબાઇલ નંબર રાખવો તે જાણવા માટે વાંચતા રહો.
    First published:

    Tags: Dharm Bhakti, Horoscope, Numerology

    विज्ञापन
    विज्ञापन