Home /News /dharm-bhakti /Mobile numerlogy: શું મોબાઈલ નંબર પણ હોઈ છે શુભ-અશુભ? જાણો 1 અંકનું મહત્વ

Mobile numerlogy: શું મોબાઈલ નંબર પણ હોઈ છે શુભ-અશુભ? જાણો 1 અંકનું મહત્વ

મોબાઈલ નંબર અંકશાસ્ત્ર

Mobile numerlogy No. 1: જ્યોતિષ શાસ્ત્રમાં અંકોને પણ ખુબ મહત્વ આપવામાં આવ્યું છે. ઘણા લોકો પોતાના લકી નંબર પ્રમાણે બધું પસંદ કરતા હોય છે જેમકે ગાડીનો નંબર મોબાઈલ નંબર. અંકશાસ્ત્રમાં મોબાઈલ નંબરને સબંધિત બાબતો પણ જણાવવામાં આવી છે. તો ચાલો જાણીએ મોબાઈલ સીરિઝમાં નંબર 1નો અર્થ શું થાય છે.

વધુ જુઓ ...

    નંબર 1 સાથે સંકળાયેલું જીવન ધરાવતા લોકોના જીવનમાં કાર્યભારમાં વૃદ્ધિ જોવા મળે છે. આ અંક અભિવ્યક્તિ, સંચાર, અહંકાર, સ્વતંત્રતા દર્શાવે છે અને વાતચીત કરવાની ક્ષમતા ઊભી કરે છે. આ શુભ અંક આશા ઉત્પન્ન કરે છે અને જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે છે. તમે આત્મવિશ્વાસ સાથે આગળ વધોએટલે તમને તમારા નોકરી ધંધે નામના અને પ્રસિદ્ધિ અચૂકથી પ્રાપ્ત થાય છે.


    મોબાઈલ સીરિઝમાં નંબર 1 એક વાર જોવા મળે તો તેનો અર્થ એ છે કે, વ્યક્તિને આ અંકની સામાન્ય સમજ છે. આ પ્રકારની વ્યક્તિને વધુ બોલવું પસંદ હોતું નથી, આ વ્યક્તિ જ્યારે તેને જરૂરિયાત હોય ત્યારે જ વાત કરવાનું પસંદ કરે છે. આ અંકના કારણે વ્યક્તિ વિશેષ કાર્યમાં સફળતા મેળવે છે. આ પ્રકારની વ્યક્તિ કોઈપણ બાબત યોગ્ય રીતે વ્યક્ત કરી શકતી ના હોવાને કારણે તે સફળતા મેળવી શકતી નથી.


    મોબાઈલ સીરિઝમાં નંબર 1 બે વાર જોવા મળે તો તેનો અર્થ એ છે કે, આ પ્રકારની વ્યક્તિ પ્રોફેશનલ અને અંગત જીવન યોગ્ય પ્રકારે સંતુલિત કરે છે. આ પ્રકારની વ્યક્તિ પાસે આત્મવિશ્વાસ હોતો નથી. તે કોઈપણ બાબત ધીરજપૂર્વક સાંભળે છે.


    આ પણ વાંચો: રાહુના પ્રકોપથી બચવા ધારણ કરો ગોમેદ રત્ન, જાણો શું કહે છે જ્યોતિષ

    મોબાઈલ સીરિઝમાં નંબર 1 ત્રણ વાર જોવા મળે તો તેનો અર્થ એ છે કે, આ પ્રકારની વ્યક્તિ ઊર્જાવાન ખુશમિજાજી, ભાગ્યશાળી હોય છે અને તેઓને વાત કરવાનું ખૂબ જ પસંદ હોય છે. તેઓ લોકોનું મનોરંજન કરી શકે છે અને સ્વતંત્ર પ્રકારે કામ કરી શકે છે તથા સફળતા મેળવે છે.


    નંબર 1 ચાર, પાંચ અથવા છ વાર જોવા મળે તો તેનો અર્થ એ છે કે,આ પ્રકારની વ્યક્તિ ખૂબ જ મહત્વાકાંક્ષી, ઓવર કમ્યુનિકેટીવ હોય છે, આ કારણોસર ગેરસમજણ ઊભી થાય છે. આ કારણોસર આ પ્રકારના મોબાઈલ નંબરને અવોઈડ કરવા જોઈએ.


    આ પણ વાંચો: Numerology Suggestions: ખૂબ જ વિશ્વાસુ અને આધ્યાત્મિક હોય છે આ તારીખે જન્મેલા લોકો, મેળવે છે પાવરફુલ પોઝિશન

    મોબાઈલ નંબરમાં 1 નંબર ના હોય તો આ પ્રકારનો નંબર પસંદ આવતો નથી, વ્યક્તિ ઉદાસીન રહે છે. ઉપરાંત તેના કારણે પ્રોફેશનલ અને અંગત જીવન પર અસર થાય છે. તેના કારણે નકારાત્મકતા ઉત્પન્ન થાય છે અને વ્યક્તિ અન્ય લોકો પર નિર્ભર રહે છે.


     

    બધાના સરવાળામાં નંબર 1 હોય ત્યારેઆ પ્રકારનો મોબાઈલ નંબર તમને વ્યવસાય ક્ષેત્રે આગળ લઈ જાય છે. આ પ્રકારના નંબરને કારણે તમારું વ્યક્તિત્વ પણ ઊભરી આવે છે અને સફળતા પ્રાપ્ત થાય છે. આ નંબર સ્વતંત્ર નિર્ણય લેવાની ક્ષમતા પણ પ્રદાન કરે છે.


    First published:

    Tags: Mobile number

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन