Home /News /dharm-bhakti /Numerology Suggestions 16 Nov: આજનો દિવસ કોના માટે છે શુભ અને કોને મળશે સફળતા?

Numerology Suggestions 16 Nov: આજનો દિવસ કોના માટે છે શુભ અને કોને મળશે સફળતા?

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

16 November 2022 numerology predictions: કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ જાણો.

વધુ જુઓ ...
  નંબર 1: જીવનસાથી સાથે ચડસાચડસી થઈ શકે છે, પરંતુ જો તમે એકાગ્રતા કરો તો આજનો દિવસ ખૂબ જ સારો છે. આજનો દિવસ સરકારી કરારો પર હસ્તાક્ષર કરવા, પ્રેઝન્ટેશન સ્પોન્સર ઇવેન્ટ્સમાં હાજર રહેવા અને ટુર્નામેન્ટ રમવામાં પસાર કરવો જોઈએ. તમારે તમારા મજબૂત બેકગ્રાઉન્ડ દ્વારા કાયદાકીય અથવા સત્તાવાર સમસ્યાઓના નિવારણ માટે મિત્રો અથવા સંબંધીઓને તમારો સાથ આપવો જોઈએ. ચામડાની વસ્તુઓનો ઉપયોગ ના કરશો.

  માસ્ટર કલર: ઓરેન્જ

  શુભ દિવસ: રવિવાર

  શુભ નંબર: 7 અને 1

  દાન: ગરીબો અથવા જાનવરોને કેળાનું દાન કરો

  નંબર 2: આજે તમને સાઈડમાં કરી દેવામાં આવશે, જેથી શાંત રહો. કોઈ તમારી લાગણીઓને નુકસાન પણ પહોંચાડી રહ્યું છે. આજે તમારે કારકિર્દી બાબતે ધ્યાન આપવું જોઈએ. તમારી લાગણીઓને વાસ્તવિકતામાં ફેરવવા માટેનો રોમેન્ટિક દિવસ છે. વ્યવસાયિક પ્રતિબદ્ધતાઓ સરળતાથી પૂર્ણ થશે. ભવિષ્યની યોજનાઓ અન્યને જણાવવાનું ટાળવું જોઈએ. રાજકારણીઓએ કાગળો પર સહી કરતી વખતે સાવચેત રહેવું જોઈએ.

  માસ્ટર કલર: પીળો અને વાદળી

  શુભ દિવસ: સોમવાર

  શુભ નંબર: 2 અને 6

  દાન: ગરીબોને અથવા મંદિરમાં તેલનું દાન કરો

  નંબર 3: આજે તમારી અંદર ખૂબ જ ઊર્જા રહેશે, જેથી તમારે આધ્યાત્મિકતા અને ધ્યાન દ્વારા તમારી છઠ્ઠી ઇન્દ્રિય પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આજે સ્ટેજ પર તમારી હાજરી આકર્ષક રહેશે. રંગભૂમિના કલાકારોએ નવી શરૂઆત કરવી જોઈએ. આજે તમે નવા સંબંધમાં બંધાઈ શકો તેવી સંભાવના છે. સાર્વજનિક વ્યક્તિઓ અને વકીલોને આજે તેમનું નસીબ સાથ આપશે. સંગીતકારો, ડિઝાઇનર્સ, વિદ્યાર્થીઓ, સમાચાર એન્કર, રાજકારણીઓ, અભિનેતાઓ, કલાકાર, ગૃહિણીઓ અને લેખકો માટે કારકિર્દીમાં આગળ વધવા માટે વિશેષ જાહેરાત થવાની સંભાવના છે

  માસ્ટર કલર: લાલ

  શુભ દિવસ: ગુરુવાર

  શુભ નંબર: 3 અને 1

  દાન: બાળકોને પીળી પેન્સિલનું દાન કરો

  નંબર 4: સમાધાન વિના નાણાંની વધુ આવક થઈ શકે છે, જે ભવિષ્યમાં ફાયદાકારક રહેશે. લીલા શાકભાજી અને ખાટા ફળ ખાવાથી શારીરિક અને માનસિક આરોગ્ય સારું રહે છે. બાંધકામ, મશીનરી, ધાતુઓ, સોફ્ટવેર અને દલાલી સાથે સંકળાયેલા વ્યવસાયીઓએ આજે કરાર પર હસ્તાક્ષર કરવાનું ટાળવું જોઈએ. રમતવીરને કરિયર પ્લાન માટે તક મળશે અને તેનો સ્વીકાર કરવો જોઈએ.

  માસ્ટર કલર: વાદળી

  શુભ દિવસ: મંગળવાર

  શુભ નંબર: 9

  દાન: ગરીબોને લીંબુનું દાન કરો

  નંબર 5: પરિવારના સભ્યો સાથે ફ્લેક્સિબલ રીતે રહેતા શીખો. તમારી સાથે ઓફિસમાં કામ કરતા લોકો અને સિનિયર વ્યક્તિ આજે તમારા નેતૃત્વથી પ્રભાવિત થશે. આ કારણોસર આજે તમારી પ્રશંસા થવાની સંભાવના છે. ટૂંક સમયમાં પ્રોપર્ટી અથવા શેરમાં રોકાણ કરવાની તક મળશે અને તેનાથી તમને નાણાકીય લાભ થવાની સંભાવના છે. સ્પોર્ટ્સમેન અને ટ્રાવેલર્સને શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થશે. મીટિંગમાં નસીબ સાથ આપે તે માટે લીલા રંગના કપડા પહેરો.

  માસ્ટર કલર: લીલો

  શુભ દિવસ: બુધવાર

  શુભ નંબર: 5

  દાન: ગરીબોને સફેદ લોટનું દાન કરો

  નંબર 6: યુગલો અથવા પ્રેમમાં રહેલા લોકોએ કમિટમેન્ટ કરવા માટે આજે વિશેષ દિવસ છે. રોમાંસ અને વચનોની લાગણી આજે તમારા મન પર હાવી રહેશે. તેથી તે બાબતનો આનંદ મેળવો. વ્યવસાય અને નોકરીમાં વૃદ્ધિ પ્રાપ્ત થશે, પરંતુ વ્યક્તિગત મુદ્દાઓ આજે વધુ જટિલ બનશે. જેથી દલીલ ટાળવી જોઈએ. તમારા ખભા પર એકસાથે અનેક જવાબદારીઓ ના લેશો, કારણ કે તમે તમામ લોકોને ખુશ રાખી શકતા નથી. હોટેલિયર, ટ્રાવેલર્સ, જ્વેલર્સ, અભિનેતાઓ, જોકીઓ અને ડોકટરો તેમનું કૌશલ્ય દર્શાવે તો આજનો દિવસ તેમના માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. રમતગમતમાં કોચનું માર્ગદર્શન લેવાથી તેનાથી લાભ થવાની સંભાવના રહેલી છે.

  માસ્ટર કલર: વાદળી

  શુભ દિવસ: શુક્રવાર

  શુભ નંબર: 6

  દાન: ગરીબોને દહીંનું દાન કરો

  નંબર 7: વકીલો, સોફ્ટવેર એન્જિનિયરો, વિદ્યાર્થીઓ, સ્પોર્ટ્સમેન અને CA માટે આજે સૌથી સારો દિવસ છે. તમારું નેતૃત્વ અને વિશ્લેષણાત્મક કૌશલ્ય એ તમારા વ્યક્તિત્વને છતુ કરે છે. વાદ વિવાદોની બાબતમાં ના પડવું જોઈએ તેનાથી તમારી છબીને નુકસાન થવાની સંભાવના છે. પ્રેમ સંબંધમાં તમને વિશ્વાસ અને સન્માન પ્રાપ્ત થશે. પરંતુ કોર્ટ, થિયેટર, ટેક્નોલોજી, સરકારી ટેન્ડરો, રિઅલ એસ્ટેટ, શાળાઓમાં કામ કરતા લોકો માટે આજે ઉત્તમ દિવસ છે. જ્યાં સુધી તમે ભાગીદારીમાં નહીં રહો ત્યાં સુધી વ્યવસાયિક સંબંધો જળવાયી રહેશે.

  માસ્ટર કલર: ઓરેન્જ અને વાદળી

  શુભ દિવસ: સોમવાર

  શુભ નંબર: 7

  દાન: મંદિરમાં ચંદનનું દાન કરો

  નંબર 8: તમે મિત્રો અને પરિવારજનો સાથે આજનો દિવસ ખૂબ જ આનંદથી પસાર કરશો. હાલમાં તમારે શોપિંગ કરવા, ટ્રાવેલ કરવા અને લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરવો જોઈએ. વેપારમાં લેવડ-દેવડ સફળ થઈ શકે છે. કૌટુંબિક કાર્યો, પ્રેઝન્ટેશન, સરકારી કરારો અથવા ઇન્ટરવ્યુમાં હાજરી આપવી જરૂરી છે. સેલ્ફ ડ્રાઈવ ના કરવું જોઈએ. મધ્યસ્થી શક્તિ વધારવા અને પ્રેમ સંબંધોને મજબૂત કરવા માટે આજે શ્રેષ્ઠ સંયોજન છે.

  માસ્ટર કલર: વાદળી

  શુભ દિવસ: શુક્રવાર

  શુભ નંબર: 6

  દાન: પશુઓને લીલા અનાજનું દાન કરો

  નંબર 9: આજે લોકોની સાથે દિવસ પસાર થશે. લોકપ્રિયતા એ હંમેશા તમારી નોકરી અને વ્યક્તિત્વનો ભાગ છે. મીડિયા, રમતગમત, બાંધકામ, તબીબી, રાજકારણ અને ગ્લેમર ઉદ્યોગના લોકોને સફળતા પ્રાપ્ત થશે. શિક્ષણ અથવા ક્રિએટીવ આર્ટમાં આગળ વધવા માટે આજે તમને સિદ્ધિ પ્રાપ્ત થશે. વ્યવસાય અથવા નોકરીમાં વૃદ્ધિ માટે કુટુંબના સભ્યો સાથે જોડાયેલા રહેવું જરૂરી છે. આજના દિવસની શરૂઆત લાલ કપડા પહેરીને કરવી જોઈએ.

  માસ્ટર કલર: લાલ

  શુભ દિવસ: મંગળવાર

  શુભ નંબર: 9 અને 6

  દાન: મહિલાઓને ઓરેન્જ કલરના કપડાનું દાન કરો

  16 નવેમ્બરના રોજ જન્મેલી જાણીતી હસ્તીઓ:આ દિત્ય રોય કપૂર, પુલેલા ગોપીચંદ, રામોજી રાવ, તેજસ્વી સૂર્યા, મીનાક્ષી શેષાદ્રી, ડૉ. શ્રીરામ લાગુ
  First published:

  Tags: Dharm Bhakti, Horoscope, Numerology

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन