તિરુપતિ મંદિરમાં 21 પૂજારી સહિત 158 કર્મચારીને થયો કોરોના, મંદિર બંધ કરવા અંગે થઈ રહ્યો છે વિચાર

News18 Gujarati
Updated: July 18, 2020, 7:00 PM IST
તિરુપતિ મંદિરમાં 21 પૂજારી સહિત 158 કર્મચારીને થયો કોરોના, મંદિર બંધ કરવા અંગે થઈ રહ્યો છે વિચાર
ફાઈલ તસવીર

તિરુપતિ મંદિરમાં અત્યાર સુધીમાં મંદિરના કુલ 158 કર્મચારીને કોવિડ-19 પોઝિટિવ થયો છે. જેમાં બે વરિષ્ઠ પૂજારી, સંસ્થા પ્રમુખો, પેદ્દા જિયાર સ્વામી અને ચિન્ના જિયાર સ્વામીને કોવિડ-19 પોઝિટિવ મળ્યો છે.

  • Share this:
આંધ્ર પ્રદેશઃ તિરુપતિ મંદિરમાં (Tirupati Temple) કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (Tirumala Tirupati Devasthanams- TTD)ના 21 પૂજારી કોરોના પોઝિટિવ મળ્યા છે. એક પૂજારીની તબિયત બગડવાથી તેને ચેન્નઈની (Chennai) એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તિરુપતિ મંદિરમાં અત્યાર સુધીમાં મંદિરના કુલ 158 કર્મચારીને કોવિડ-19 (covid-19) પોઝિટિવ થયો છે. જેમાં બે વરિષ્ઠ પૂજારી, સંસ્થા પ્રમુખો, પેદ્દા જિયાર સ્વામી અને ચિન્ના જિયાર સ્વામીને કોવિડ-19 પોઝિટિવ મળ્યો છે.

ત્યારબાદ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમનું બોર્ડ આ અંગે વિચાર કરી રહ્યા છે કે શું 158 કર્મચારીઓને કોરોના પોઝિટિવ મળ્યા બાદ પણ મંદિરને દર્શન માટે ચાલું રાખવું જોઈએ કે નહીં. એક આંતરિક પોલીસ રિપોર્ટમાં તિરુપતિના વરિષ્ઠ પોલીસ અધિકારીએ સલાહ આપી હતી કે મંદિરને દર્શન માટે તરત જ બંધ કરી દેવું જોઈએ.

સૌથી વધારે કોરોના વાયરસ સંક્રમણના કેસ પોટૂ અને સુરક્ષા કર્મચારીઓમાં છે

તિરુપતિમાં કુલ 100 પુજારી છે જેમાં 21 કોરોના સંક્રમિત મળ્યા છે. જ્યારે અનેક કર્મચારીઓમાં ફેલાઈ ચૂક્યો છે. કોરોના સંક્રમણમાં સૌથી વધારે પોટૂ કર્મચારી અથવા એજીએસપી સુરક્ષા કર્મચારીઓમાં સંક્રમણ મળ્યું છે. જ્યારે સ્થાનિક પ્રશાસનને પણ કહ્યું છે કે મંદિર અને ધાર્મિક સ્થળોને ખુલ્લા રાખવાથી વાયરસ પ્રસારની ઘટનાઓ આવી રહી છે.

આ પણ વાંચોઃ-સુરતમાં દારૂની રેલમછેલ! બે દિવસથી મનપાના અધિકારીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા, ત્રણ સસ્પેન્ડ

આ પણ વાંચોઃ-શું મચ્છર કરડવાથી ફેલાય છે કોરોના વાયરસ? રિસર્ચમાં થયો આવો ખુલાસોઆ પણ વાંચોઃ-જોરદાર ઈનોવેશન! અમદાવાદઃ હવે તમારા કાંડામાં લાગેલા બેન્ડથી થશે હેન્ડ સેનિટાઈઝ

આંધ્ર પ્રદેશમાં કોરોના સંક્રમણથી મરનારાની સંખ્યા વધીને 534 ઉપર પહોંચી
કોરોના વાયરસ સંક્રમણના મામલે આખા દેશમાં રોજ નવો રેકોર્ડ બની રહ્યો છે. શનિવારે છેલ્લા 24 કલાકમાં દેશમાં કુલ 34,884 નવા કોવિડ-19 પોઝિટિવ કેસો નોંધાયા છે. જ્યારે આ દરમિયાન કોરોના સંક્રમણથી 671 લોકોના મોત થયા છે.

આંધ્ર પ્રદેશમાં કોવિડ-19 સંક્રમણના પ્રકોપ ઓછો નથી થયો. અત્યાર સુધી 40,646 લોકો વાયરસની ચપેટમાં આવી ચૂક્યા છે. આંધ્ર પ્રદેશમાં કુલ 24 કલાકમાં વાયરસ સંક્રમણથી 42 વધારે લોકોના મોત થયા છે. જેનાથી રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણથી મોતનો કુલ આંકડો 534એ પહોંચ્યો છે.
Published by: ankit patel
First published: July 18, 2020, 7:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading