Home /News /dharm-bhakti /Numerology Suggestions 14 November : જાણો આજે તમામ મોરચે કેવો રહેશે તમારો દિવસ, આ વસ્તુઓનું દાન કરવું બનશે શ્રેષ્ઠ

Numerology Suggestions 14 November : જાણો આજે તમામ મોરચે કેવો રહેશે તમારો દિવસ, આ વસ્તુઓનું દાન કરવું બનશે શ્રેષ્ઠ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

14 November 2022 numerology predictions: કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ જાણો.

વધુ જુઓ ...
  નંબર 1 -જો તમે કોઇ જાહેર હસ્તી છો તો તમારા ફોલોવર્સ પર આંધળો વિશ્વાસ કરવાનું ટાળશો અને તેમનાથી બચીને રહેશો. તમે કોઇ બિઝનેસ યુનિટ શરૂ કરવા માટે આઝાદી અને આત્મવિશ્વાસ અનુભવશો અથવા નોકરીમાં સારી પોઝીશન મેળવી શકો છો. વ્યક્તિગત મોરચે પણ તમારી ભાવનાઓને નસીબનો સાથ મળશે. તમને કોઇ પ્રપોઝલ મળી શકે છે અથવા તો રોમાન્સ, રીવોર્ડ અને તમારા પ્રેમીજનો પાસેથી સપોર્ટ મળી શકે છે. સોલર બિઝનેસ, જ્વેલર્સ, એન્જીનીયર્સ, ઇલેક્ટ્રોનિક્સ, મેટલ, ગ્રેઇન્સ, કોસ્મેટિક્સ, કપડાનો વ્યવસાય કરતા લોકોને લાભ મળશે.

  માસ્ટર કલર – લીલો અને પીળો
  લકી નંબર – 1 અને 5
  દાન – મંદિરમાં સનફ્લાવરના સીડ્સનું દાન કરો

  નંબર 2- પ્રેમની બાબતમાં આજે તમારું ભાગ્ય થોડું નબળું સાબિત થઇ શકે છે, તેથી કોઇ પણ પ્રપોઝલનો વિચાર ટાળજો. બાળકો આત્મવિશ્વાસ અનુભવશે, છતાં તેમને પરીણામ મેળવવામાં મોડું થઇ શકે છે. માતાપિતા માટે બાળકોના ઉચ્ચ અભ્યાસ માટે રોકાણ કરવાનો શ્રેષ્ઠ દિવસ. ઇન્ટરવ્યૂ આપવા માટે સારો દિવસ છે. આજે કોઇ ઇન્ટરવ્યૂ કે મહત્વની મીટિંગમાં સી ગ્રીન કલર પહેરવાથી સારા નસીબનો સાથ મળશે. ભવિષ્યમાં મદદ મેળવવા માટે જૂના મિત્રો સાથે વાતચીત કરો. વકીલો અને અભિનેતાઓને ખાસ સફળતા મળશે.

  માસ્ટર કલર – સી ગ્રીન
  લકી દિવસ – સોમવાર
  લકી નંબર – 2 અને 6
  દાન – ગરીબોને મીઠાનું દાન કરો

  નંબર 3 - તમારું સોશિયલ નેટવર્ક અને માર્કેટિંગ કૌશલ્ય, બંને વ્યાવસાયિક જીવનમાં એક નવા ડેવલપમેન્ટનું કારણ બનશે. જો આજે તમે વાતચીત કરશો તો સંબંધ ખીલશે, તેથી મૌન રહેવાનું ટાળવું જોઇએ. ક્રિએટિવ લોકો પાસે રોકાણ અને વળતર મેળવવા માટેનો શ્રેષ્ઠ સમય હશે. સાહસ શરૂ કરવાનો વિચાર આજે સફળતાપૂર્વક અમલ કરી શકાય છે. શિક્ષકો, હોટેલિયર્સ, સંગીતકારો અને રાજકારણીઓને પ્રમોશન અને પ્રસિદ્ધિ મળશે. બપોરના ભોજન પછી બિઝનેસમેન ક્લાયન્ટ્સને મળી શકે છે.

  માસ્ટર કલર – બ્રાઉન
  લકી દિવસ – ગુરૂવાર
  લકી નંબર – 3 અને 1
  દાન – આશ્રમમાં પીળા ભાતનું દાન કરો

  નંબર 4 – તમારા પ્લાનને અમલમાં મૂકો. કારણ કે આજે તેમાં કામના સ્થળે કોઇ સકારાત્મક ગતિવિધિ જોવા મળી શકે છે અને લાંબા સમય સુધી તે યથાવત રહેશે. તમારી માર્કેટિંગ સ્ટ્રેટેજીને એક્શનમાં મૂકો અને નસીબને તેનું કામ કરવા દો. દિવસની શરૂઆતમાં થોડી મૂંઝવણ અને લક્ષ્યહિન લાગશે, પરંતુ સાંજ સુધીમાં તમને પરીણામ તમારી તરફ આવતા દેખાશે. યુવાનોએ પ્રેમનો એકરાર કરવો જોઇએ અને મિત્રતા કે સંબંધનો દૂર ઉપયોગ કરવાનું ટાળવું જોઇએ. આજના દિવસે નોનવેજ અને શરાબનું સેવન ટાળો.

  માસ્ટર કલર – ટીલ
  લકી દિવસ – મંગળવાર
  લકી નંબર – 9
  દાન – ગરીબોને વેજ સાઇટ્રસ ફૂડનું દાન કરો

  નંબર 5 – તમારું આકર્ષક વ્યક્તિત્વ તમામ સહકર્મીઓ પર છવાયેલું રહેશે. તમારા ઉદ્દેશોની પ્રાપ્તિ માટે નસીબનો સાથ મળશે. આજે વર્ચસ્વ જાળવવાનું ભૂલશો નહીં, કારણ કે અચાનક નસીબ અને કારકિર્દીમાં વૃદ્ધિનો અનુભવ થઈ શકે છે. સંબંધોનો આનંદ માણવા, ખરીદી કરવા, જોખમ લેવા, સ્ટોક ખરીદવાનો, મેચ રમવાનો અને સ્પર્ધાનો સામનો કરવાનો ઉત્તમ દિવસ. આજે તમે તમામ સુખ-સુવિધાઓ સાથે ટૂંકી યાત્રા પર જઇ શકશો. કોઇ ખાસ વ્યક્તિને મળવાનું થઇ શકે છે. તમે જે પણ નાની કે મોટી વસ્તુ ખરીદવા ઇચ્છતા હતા તે ખરીદો. સ્ટોક અથવા પ્રોપર્ટીમાં રોકાણ કરો. પ્રમોશન અથવા અપ્રેઝલના અપ્રૂવલ માટે આગળ વધી શકો છો. તમે કોઇ ખાસ ગાઇડ અથવા ફ્રેન્ડને મળી શકો છો.

  માસ્ટર કલર – સી ગ્રીન
  લકી દિવસ – બુધવાર
  લકી નંબર – 5
  દાન – લીલા છોડનું દાન કરો

  નંબર 6 – વર્કિંગ વુમન, વિદ્યાર્થીઓ, સ્પોર્ટ્સમેન, અભિનેતાઓ અને ડિઝાઇનર્સ માટે તરફેણ ભર્યો દિવસ સાબિત થશે. આજે જવાબદારીઓ ખૂબ જ વધારે હશે. પરંતુ તમે તેનો આનંદ માણી શકશો. આજે તમે તમારા દરેક ટાર્ગેટ પૂર્ણ કરીને વિજેતા જેવો અનુભવ કરી શકશો. રાજકારણીઓ ઉદ્દેશ્યને સાધી શકશે અને ફિલ્ડમાં જીત મેળવશે. હોમમેકર્સને પરીવાર દ્વારા સન્માનની લાગળી અનુભવાશે. સરકારી અધિકારીઓને નવી પ્રોફાઇલ અથવા પ્રમોશન મળી શકે છે. આર્ટિસ્ટ દર્શકોને ખુશ કરી શકશે. પ્રોપર્ટી સંબંધિત કામ સરળતાથી થઇ શકશે. લગ્ન પ્રસ્તાવ મળી શકે છે.

  માસ્ટર કલર – સ્કાય બ્લૂ
  લકી દિવસ – શુક્રવાર
  લકી નંબર – 6 અને 2
  દાન – બાળકોને બ્લૂ પેન્સિલ અથવા પેનનું દાન કરો

  નંબર 7 – સફળતા મેળવવા માટે હંમેશા નિયમિત રહો અને વધારે પડતું કોમ્યુનિકેશન કરવાનું રાખો. બિજનેસ ડિલ્સમાં અપોઝીટ જેન્ડર વધારે લકી સાબિત થશે. પ્રેમ અને આકર્ષણ આજે તમારી આસપાસ અનુભવશો. તમે તમારા બધા સપના આજે પૂર્ણ કરશો. દિવસની શરૂઆતમાં વડીલોના આશીર્વાદ લો અને પીળા કઠોળનું દાન કરો. મોટી બ્રાન્ડ્સની સરખામણીએ નાની બ્રાન્ડ્સને વધુ સફળતા મળશે. આજે જે પણ નિર્ણયો લેવામાં આવે છે તેનું યોગ્ય પાલન કરવું જોઈએ કારણ કે તમે આજે તમારા સાથીદારો પર વિશ્વાસ કરી શકો છો

  માસ્ટર કલર – ઓરેન્જ
  લકી દિવસ – સોમવાર
  લકી નંબર – 7
  દાન - આશ્રમમાં ઘઉંનું દાન કરો,

  નંબર 8 – નસીબનો સાથ મળશે તેથી આત્મવિશ્વાસ જાળવી રાખો અને ભૂતકાળમાં કરેલ મહેનત તમને દરેક મુશ્કેલીમાંથી આજે બહાર આવવામાં મદદ કરશે. પશુઓને દાન કરવાનો દિવસ. કપલ્સ વચ્ચે પ્રેમસંબંધ સારો રહેશે. ડોક્ટર્સ, ફાર્માસિસ્ટ, એન્જીનીયર્સ અને મેન્યુફેક્ચરર્સને નાણાકિય લાભ મળી શકે છે. મશીનરી ખરીદવા અને પ્રોપર્ટીમાં રોકાણ કરવાનો ઉત્તમ દિવસ છે. તણાવના કારણે શારીરિક સમસ્યાઓ થઇ શકે છે તેથી સારી ઊંઘ માટે યોગા કરો,.

  માસ્ટર કલર – બ્લૂ
  લકી દિવસ – શુક્રવાર
  લકી નંબર – 6
  દાન – ગરીબોને દાડમનું દાન કરો

  નંબર 9 – ખાસ કરીને સ્ત્રીઓ માટે વર્કઆઉટ અથવા શારીરિક કસરત ખૂબ જરૂરી છે. સામાન અંગે સાવધાની રાખો અને યાદ રાખો કે દાનની શરૂઆત ઘરેથી થાય છે. બિઝનેસ કે સ્ટોક સિવાય અન્યમાં રોકાણ કરવાનો ઉત્તમ દિવસ. યુવાનો તેના પાર્ટનરને આજે પ્રભાવિત કરી શકે છે. પ્લાન્સ પર એક્શન કરવા માટે સર્જનાત્મક લોકો માટે ખાસ દિવસ બની શકશે. દિવસ દરમિયાન સમૂહમાં બોલવું, ઇવેન્ટ્સમાં જવું, પાર્ટીનું આયોજન કરવું, દાગીનાની ખરીદી કરવી, કાઉન્સેલિંગ કરવું કે કોઇ રમત રમવી ફાયદાકારક સાબિત થશે.

  માસ્ટર કલર – બ્રાઉન
  લકી દિવસ – મંગળવાર
  લકી નંબર – 9 અને 6
  દાન – આશ્રમમાં ઘરમાં જરૂરિયાતની વસ્તુઓનું દાન કરો

  14 નવેમ્બરે જન્મેલી હસ્તીઓ - આદિત્ય વિક્રમ બિરલા, જવાહર લાલ નહેરુ, સબા કરીમ, મનોજ તિવારી, ઋષિકેશ કાનિટકર, વિકાસ ખન્ના
  First published:

  Tags: Numerology

  विज्ञापन
  विज्ञापन