Home /News /dharm-bhakti /13 November Numerology Suggestions: પ્રતિભા અને અભિવ્યક્તિઓનો નંબર છે "3"

13 November Numerology Suggestions: પ્રતિભા અને અભિવ્યક્તિઓનો નંબર છે "3"

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

13 November 2022 numerology predictions: કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ જાણો.

વધુ જુઓ ...
  નંબર 3ના ગુરૂ છે ગુરુ ગ્રહ, સંચાલનકર્તા ગુરૂનો રહે છે ખાસ પ્રભાવ.

  જન્મતારીખમાં સીધો 3 નંબરનો આંકડો ધરાવતા લોકો સુપર ટેલેન્ટેડ હોય છે. તેમની સૌથી સારી વાત એ છે કે તેઓ પોતાની પ્રતિભાને ક્યારે-કેવી રીતે પ્રદર્શિત કરવી અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે પણ બખૂબી જાણે છે. તેઓ જાદુઈ રીતે ફ્લેક્સિબલ હોય છે અને કોઈપણ ખરાબ-કપરી પરિસ્થિતિમાં પણ કામ કરી શકે છે. આ 3 નંબરના આધિપતિ ગુરૂ ગ્રહ છે, જેઓ પોતે જ મોટા ગુરૂ મનાય છે અને જ્ઞાન આપનાર પથપ્રદર્શક છે. આ નંબરના જાતકો તેમના ગુરુ, માતા, શિક્ષકો, કોચ અને માર્ગદર્શકની અપાર શક્તિથી ધન્ય હોય છે. આ જ કારણ છે કે તેઓ શ્રેષ્ઠ રમતવીર, શિક્ષક, ફાઇનાન્સર, કલાકાર અને રસોઈયા બની શકે છે.

  લકી કલર્સ : ઓરેન્જ, રેડ વોયલેટ

  લકી દિવસ : ગુરુવાર અને સોમવાર

  લકી નંબર: 3 અને 2

  મજબૂત કાર્યક્ષેત્ર/તાકાત/ક્વોલિટી/USP

  આકર્ષણનું કેન્દ્ર, લેટરલ થિંકર્સ, અત્યંત પ્રતિભાશાળી, જાદુઈ શબ્દભંડોળ, જિજ્ઞાસુ મનસવૃતિ, મહત્વકાંક્ષી, મિલનસાર સ્વભાવ, સર્જનાત્મકતા પ્રેમી, તાર્કિક(Logical) નિર્ણય લેનારા, આધ્યાત્મિક, દરેક વસ્તુમાં દરેક સ્થળે આનંદ લેનાર, જ્ઞાન વાંચ્છુક અને વહેંચનારા, પ્રભાવશાળી, સાથીદારોને અત્યંત સરળતાથી-સૌમ્યતાથી પ્રભાવિત કરે છે.

  મનોરંજન કરનારા, કાયમ શીખનારાઓ, નવી વસ્તુઓ અજમાવવાનું પસંદ કરે છે, તેમની પ્રતિભાઓ સારી રીતે પ્રદર્શિત કરે છે.

  કયા કામમાં સાવધાની જરૂરી?


  ઉર્જા વેડફાઈ રહી છે, અટકાવજો. લોકો પર ખૂબ સરળતાથી વિશ્વાસ કરો છો. જીવનમાં એક મુખ્ય લક્ષ્યાંક-ઉદ્દેશ્ય સેટ કરવાની જરૂર છે. સંબંધોમાં ખૂબ જ લાગણીશીલ અભિગમ, સ્વાસ્થ્યને છોડીને તેમના ઉદ્દેશ્યોને હાંસલ કરવા માટે મનમુકીને કામ કરો.

  અનુકૂળ-પસંદંગીનું કરિયર :


  ડિઝાઇનર્સ, શિક્ષકો, કન્ટેન્ટ રાઈટર્સ-લેખકો, કલાકારો, CA, CS

  મ્યુઝીશિયન, પત્રકારત્વ, રાજકારણ, દૂધ, વકીલ, કન્સલ્ટન્સી સેવાઓ, Mattress, ઓડિટર, કેમિકલ, ફાર્માસ્યુટિકલ્સ, આધ્યાત્મિક ગુરુઓ(Spiritual Gurus), પ્રેરણા.

  દાન :

  1. મંદિરમાં ચંદનનું દાન કરો

  2. તુલસીજીના છોડ સમક્ષ દીપ પ્રગટાવો અને ગુરુ મંત્રનો જાપ કરો

  3. કામ પર તમારી ટીમના સાથીઓથી સાવચેત રહો કારણકે તેઓ તમારા માટે નકારાત્મક હોઈ શકે છે અથવા ઉર્જા વેડફનારા હોઈ શકે છે

  4. તમારા સામાનની, જ્વેલરીનું ધ્યાન રાખો

  5. કપાળ પર ચંદન તિલક અથવા કેસર પહેરવાથી મોટો લાભ થશે

  6. ઘરની ઉત્તર દિવાલમાં લાકડાની વસ્તુ મૂકો
  First published:

  Tags: Horoscope, Numerology, Numerology Suggestions

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन