Home /News /dharm-bhakti /Numerology Suggestions: ખૂબ જ વિશ્વાસુ અને આધ્યાત્મિક હોય છે આ તારીખે જન્મેલા લોકો, મેળવે છે પાવરફુલ પોઝિશન

Numerology Suggestions: ખૂબ જ વિશ્વાસુ અને આધ્યાત્મિક હોય છે આ તારીખે જન્મેલા લોકો, મેળવે છે પાવરફુલ પોઝિશન

આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે

12 November 2022 numerology predictions: કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ જાણો.

વધુ જુઓ ...
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આપણી જન્મતારીખનું પણ આપણા જીવનમાં ખૂબ જ મહત્વ રહેલું છે. ત્યારે 31 તારીખે જન્મેલા લોકો ખરા અર્થમાં ભરોસાપાત્ર, સંપૂર્ણપણે આધ્યાત્મિક હોય છે, તેઓ દરેક ક્ષેત્રમાં આદરણીય હોય છે, સરળ વિચારકો હોય છે, આકર્ષક સ્મિત ધરાવતા હોય છે અને ઈશ્વર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કેવી રીતે કરવી તે જાણતા હોય છે અને તે તેમના વિકાસમાં તેમને મદદ કરે છે.

4 (રાહુ) દ્વારા સંચાલિત
લકી કલર – બ્લૂ અને ગ્રે
લકી દિવસ – શુક્રવાર અને મંગળવાર
લકી નંબર – 6 અને 9

શું હોય છે આ લોકોની ખાસિયત?

આ તારીખે જન્મેલા લોકો અનેક ગુણો અને ખાસિયતો ધરાવે છે. તેઓ પાવરફુલ પોઝિશન હોલ્ડર્સ, સુવ્યવસ્થિત, અત્યંત માનવતાવાદી, માનસિક રીતે સજાગ અને પોતાની જાતને કાયમ માટે અપડેટ રાખે છે, તમામ વસ્તુઓમાં ખ્યાતિનો આનંદ માણે છે, તીક્ષ્ણ યાદશક્તિ ધરાવે છે, કલાત્મક કાર્યશૈલી, સાફ અને કોમળ હૃદય, સંપૂર્ણપણે વિશ્વાસપાત્ર અને તમામ સંબંધોમાં વફાદાર રહેનાર વ્યક્તિ હોય છે.

કાળજી રાખવા જેવી બાબતો

યાદ રાખો કે ચેરિટી ઘરેથી શરૂ થાય છે. સરળતાથી દુ:ખી થઇ જાય છે. અપેક્ષાઓ પ્રમાણે વળતર મળતું નથી, ત્યારે ફરિયાદી વલણ ધરાવે છે. વ્યવસાયોમાં ધીમી વૃદ્ધિ જોવા મળે છે, પરંતુ અંતે ટોચ પર પહોંચે છે.

આ લોકો માટે અનુકૂળ વ્યવસાયો:

શિક્ષણ અથવા તાલીમ, થિયેટર આર્ટિસ્ટ, યોગ, હસ્તકળા, ગેસ એજન્સીઓ, કાયદો, જ્યોતિષ, વાસ્તુ, કન્સલ્ટન્ટ બિઝનેસ, બ્રોકર બિઝનેસ, ક્રેચ, કન્સ્ટ્રક્શન ગુડ્સ, ગોલ્ડ જવેલરી, વાયર, સ્ટીલ, સિમેન્ટ, ઇંટો, લોખંડના સળિયા, મિકેનિકલ અથવા એસ/ડબલ્યુ ટ્રેનિંગ

દાન: પશુઓ અથવા ગરીબોને લીલા ધાનનું દાન કરો

ફળપ્રાપ્તિ માટે શું કરવું જોઇએ?

- પ્રાણીઓને ખવડાવો

- ઉઠ્યા પછી તરત જ તમારા ધાબળાને ફોલ્ડ કરો

- આસપાસના વિસ્તારમાં છોડને પાણી આપૉ

- ભગવાન શિવનો દૂધ અભિષેક કરો

- વર્ષમાં ઓછામાં ઓછી એક વાર રાહુ પૂજા કરો

- તમારી આસપાસના વિસ્તારને હંમેશા સ્વચ્છ રાખો

- દિવસમાં એક વખત ભોજનમાં સાઇટ્રસને સામેલ કરો.

- લાલ અથવા વાદળી પેનને ખિસ્સામાં રાખવાનો પ્રયાસ કરો

- કર્મના મૂલ્યમાં વધારો કરવા માટે શાકાહારી આહાર લો.
Published by:Damini Patel
First published:

Tags: Horoscope, Numerology

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन