હનુમાન જયંતી: વાયુપુત્રનાં 12 નામોનું સ્મરણ કરી આજનાં દિવસે મેળવો વિશેષ કૃપા

હનુમાન દાદાની વિશેષ કૃપા મેળવવા માટે જો આપ આ ઉપાય કરશો તો આપને ચોક્કસથી લાભ થશે.

News18 Gujarati
Updated: April 19, 2019, 12:45 PM IST
હનુમાન જયંતી: વાયુપુત્રનાં 12 નામોનું સ્મરણ કરી આજનાં દિવસે મેળવો વિશેષ કૃપા
હનુમાન દાદાની વિશેષ કૃપા મેળવવા માટે જો આપ આ ઉપાય કરશો તો આપને ચોક્કસથી લાભ થશે.
News18 Gujarati
Updated: April 19, 2019, 12:45 PM IST
ધર્મ ડેસ્ક: હનુમાન જયંતી ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે. આજે 19 એપ્રિલનાં રોજ હનુમાન જયંતી છે ત્યારે હનુમાન દાદાની વિશેષ કૃપા મેળવવા માટે જો આપ આ ઉપાય કરશો તો આપને ચોક્કસથી લાભ થશે.

માનવામાં આવે છે કે આ દિવસે હનુમાનજીની પૂજા અર્ચના કરવાથી વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. તેમજ સાધકની ચિંતા અને ડર પણ દૂર થાય છે. આ માટે સાધકે પૂર્વ અથવા ઉત્તર તરફ મુખ રાખીને લાલ આસન પર બેસવાનું રહેશે. આર્થિક મુશ્કેલીને નિવારવા માટે હનુમાન જયંતીના દિવસે પીપળના 11 પાન પર શ્રીરામનું નામ લખો.

લાલ ધોતી અને ઉપર વસ્ત્ર ચાદર અથવા દુપટ્ટો રાખો. સામે નાની એવી થાળીમાં લાલ વસ્ત્ર પાથરીને તાંબાની થાળી પર લાલ ફુલનું આસન બનાવી હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરો. મૂર્તિ પર સિંદૂરથી ટીકો કરો અને લાલ પુષ્ય અર્પિત કરો. અને બાદમાં હનુમાનજીનાં બાર નામોનું સ્મરણ 151 વખત કરો

1. હનુમાન
2. અંજનીસુત
3.વાયુપુત્ર
Loading...

4. મહાબલ
5. રામેષ્ટ
6. ફાલ્ગુનસખા
7. પિંગાક્ષ
8. અમિતવિક્રમ
9. ઉદધિક્રમણ
10. સીતાશોકવિનાશન
11. લક્ષમણપ્રાણદાતા
12. દશગ્રીવદર્પહા
First published: April 19, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...