હિન્દૂત્વ માત્ર ધર્મ નથી, પરંતુ આ એક સફળ જીવન જીવવારૂપે પણ જોવામાં આવે છે. હિન્દુ ધર્મની એનેક વિશેષતાઓ છે, તથા આને સનાતન ધર્મ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભાગવત ગીતામાં સનાતનનો અભિપ્રાય જણાવતા કહેવામાં આવ્યું છે કે, સનાતન તે છે જે ના તો અગ્નિ, ના વાયુ, ના પાણી તથા ના અસ્ત્રથી નષ્ટ થઈ શકે, આ એક એવો છે જે દુનિયામાં સ્થિર દરેક સજીવ અને નિર્જિંવમાં વ્યાપ્ત છે.
ધર્મનો અર્થ થાય છે, જીવનને જીવવાની કળા. હિન્દુ સનાતન ધર્મના મૂળીયા આધ્યાત્મિક વિજ્ઞાનમાં છે. સંપૂર્ણ હિન્દુ શાસ્ત્રમાં વિજ્ઞાન અને આધ્યાત્મના સંબંધમાં વાતો કરવામાં આવી છે. યજુર્વેદના ચાલીસમા અધ્યાયમાં એવું વર્ણન આવે છે કે, જીવનની તમામ સમસ્યાઓનું સમાધાન વિજ્ઞાન અથવા આધ્યાત્મિક સમસ્યાઓ માટે અવિનાશી દર્શનશાસ્ત્રનો ઉપયોગ કરવો જોઈએ.
આજે અમે તમને હિનદુ ધર્મ સાથે જોડાયેલી 10 એવી મહત્વપૂર્ણ જાણકારી વિશે જણાવિશું, જેનું મહત્વ દરેક હિન્દુ ધર્મ સાથે જોડાયેલા વ્યક્તિ માટે મહત્વપૂર્ણ છે. આ એક એવી જાણકારી છે, જે કોઈ પણ વ્યક્તિને હિન્દુ ધર્મને સમજવામાં મદદ કરે છે.
હિન્દુ ધર્મના સિદ્ધાંત
1 - એકો બ્રહ્મ દ્વીતિયો નાસ્તિ અર્થાત એક જ ઈશ્વર છે બીજુ કોઈ નહી. 2 - આત્મા અમર છે. 3 - પુનર્જન્મ થાય છે. 4 - મોક્ષ જ જીવનનું લક્ષ્ય છે. 5 - સંસ્કારબદ્ધ જીવન જ જીવન છે. 6 - કર્મનો પ્રભાવ થાય છે, જેથી કર્મ જ ભાગ્ય છે. 7 - બ્રહ્માંડ અનિત્ય અને પરિવર્તનશીલ છે. 8 - સંધ્યાવંદન - ધ્યાન જ સત્ય છે. 9 - દાન જ પુણ્ય છે. 10 - વેદપાઠ અને યજ્ઞકર્મ જ ધર્મ છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર