Home /News /dharm-bhakti /Numerologgy Suggestions 10 Dec : શું તમારી જન્મતારીખમાં છે આ નંબર્સ? તો તમે બની શકો શ્રેષ્ઠ શિક્ષક

Numerologgy Suggestions 10 Dec : શું તમારી જન્મતારીખમાં છે આ નંબર્સ? તો તમે બની શકો શ્રેષ્ઠ શિક્ષક

ન્યુમેરોલોજી

10 December 2022 numerology predictions: કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ જાણો.

વધુ જુઓ ...
    આપણા જીવનમાં આવતા દરેક ઉતાર-ચઢાવ માટે રાશિઓ અને ગ્રહોની જેમ જ આપણી જન્મતારીખના અંકો (Birthdate numbers) પણ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. જન્મતારીખમાં આવતા અંકો અમુક એવા સંજોગો તમારા માટે બનાવી શકે છે, જે તમને જીવન અન્ય મુકામ સુધી પહોંચાડી શકે છે. તેવી જ રીતે તમારે કરિયર બનાવવા માટે કયું ફિલ્ડ (Luck Numbers for Career) પસંદ કરવું તે મુંઝવણ જો તમને સતાવી રહી હોય, તો તેનો જવાબ પણ તમારી જન્મતારીખ આપે છે. ચાલો જાણીએ કઇ રીતે-

    જો તમે શિક્ષક બનવા ઇચ્છો છો તો તમારી જન્મ તારીખમાં 1, 3 અને 9 નંબરનું કોમ્બિનેશન હોવું જરૂરી છે. નંબર 1એ શિક્ષકો માટે અભિવ્યક્તિ અને સંયોજનની સંખ્યા છે. વિષયને સમજવા માટે તેને મૌખિક રીતે વ્યક્ત કરવું અને એક લેવલ પર વિદ્યાર્થીઓ અથવા પ્રેક્ષકો સાથે વાતચીત કરવી મહત્વપૂર્ણ છે. એટલું જ નહીં તે સર્જનાત્મકતા અને સંશોધનાત્મક વિચારો માટે પણ જરૂરી છે, જે વિદ્યાર્થીઓ માટે શિક્ષણને રસપ્રદ બનાવે છે.

    શિક્ષક માટે વિચારોનો પ્રવાહ હોવો મહત્વપૂર્ણ છે જે નંબર 1 માંથી આવે છે, તે નેતૃત્વના ગુણો અને પ્રેક્ષકોની સામે જવાની કરવાની હિંમત પણ પ્રદાન કરે છે. નંબર ૩ ફરીથી ખાસ મૌખિક કુશળતા વ્યક્ત કરવાની ક્ષમતા આપે છે, જે ક્લાસની પ્રવૃત્તિ માટે ખૂબ જ જરૂરી છે. સંબંધો બનાવવા માટે નંબર 3 પણ જરૂરી છે. શિક્ષકોએ વિદ્યાર્થીઓ સાથે જોડાઇને રહેવાની જરૂર હોય છે, નંબર 3 વ્યક્તિને 50 કે તેથી વધુ વિદ્યાર્થીઓના વર્ગખંડનો સામનો કરવા માટે ખૂબ જ સક્રિય, વિચારોથી ભરપૂર અને સોશ્યલ બનાવે છે. આ માટે 9 નંબરની સ્ટ્રેન્થની જરૂર પડે છે, જેમાં હિંમતની સાથે સાથે એનર્જી પણ હોય છે, જે વ્યક્તિને ખૂબ જ કાળજી લેનાર અને અન્યની સેવા કરવાની તીવ્ર ઇચ્છા ધરાવનાર બનાવે છે. આ સંખ્યાઓ સાથે સંકળાયેલા ગુણો વિદ્યાર્થી સાથે લાંબા ગાળાના સંબંધો વિકસાવવામાં મદદ કરશે.

    હવે જો તમારી પાસે આ સંખ્યાઓમાં ઓછામાં ઓછા બે નંબર હોય, તો તમે એક ઉત્તમ શિક્ષક બની શકો છો અને શિક્ષણ ક્ષેત્રમાં કરિયર બનાવી શ્રેષ્ઠ દેખાવ કરી શકો છો. અથવા તમારી મોબાઇલ સિરીઝમાં તમે ખૂટતા નંબરોને ઉમેરી શકો છો.

    લકી કલર - પીળો

    લકી દિવસ - ગુરુવાર

    લકી નંબર- 3

    દાન: કૃપા કરીને મંદિરમાં અથવા આશ્રમમાં કાચી હળદરનું દાન કરો. તમારી ઓફિસની ઉત્તર દિશામાં અને તમારી સાથે પીળા રંગના ફૂલો હંમેશા રાખો.

    રાશિફળ, જન્મતારીખ, ભવિષ્ય, નંબર, Astrology, Numerology, Birthdate, Lucky Number, Prediction, Lifestyle
    First published:

    Tags: Dharm Bhakti, Horoscope, Numerology

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन