Home /News /dharm-bhakti /Numerology Suggestions 1 Nov: આજનો દિવસ નવી તકો લઈને આવશે, જન્મતારીખ પરથી જાણો કેવો રહેશે તમારો દિવસ

Numerology Suggestions 1 Nov: આજનો દિવસ નવી તકો લઈને આવશે, જન્મતારીખ પરથી જાણો કેવો રહેશે તમારો દિવસ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ જાણો.

વધુ જુઓ ...

નંબર 1(1લી,10મી,19મી અને 28મી તારીખે જન્મેલા લોકો)


આજનો દિવસ મૂંઝવણમાં વિતશે, પરંતુ માર્કેટિંગ સ્કિલ્સ લોકો સાથે શેર કરવા માટે યોગ્ય દિવસ છે. આજે તમે તમામ સુખ-સુવિધાઓનો આનંદ માણશો અને પૈસા કમાવવા અથવા લક્ષ્ય હાંસલ કરવું સરળ બનશે. કારણ કે અહીં તમારા સંબંધો ખુબ સારી રીતે કામ આવશે. સફળતા મેળવવા માટે ભગવાન સૂર્યના આશીર્વાદ લો અને ગરીબોમાં પીળા રંગનું ભોજન વિતરણ કરો. આસપાસના ઘણા લોકો તમારી સફળતાની ઈર્ષ્યા કરે છે. સાંજે દૂધના પાણીથી સ્નાન કરવાની સલાહ આપવામાં આવે છે. રમતગમતના લોકો અનિશ્ચિતતાનો સામનો કરશે. સ્ત્રીઓ જો ગાયન વગેરે કરતી હોય તો તેમના અવાજ દ્વારા દિલ જીતી લેશે. ભગવાન સૂર્યને જળ અર્પણ કરો.

માસ્ટર કલર્સ: પીળો અને વાદળી


લકી દિવસ : રવિવાર અને મંગળ


લકી નંબર: 1


દાન: સૂર્યમુખીના તેલનું દાન કરો


નંબર 2 ( 2જી, 11મી, 20મી અને 29મી તારીખે જન્મેલા લોકો)


મૂડ સ્વિંગ તમને દિવસભર હતાશ રાખે. પ્રેમમાં રહેલા લોકો માટે લાગણીઓને પરિપક્વ રિલેશનશીપમાં રૂપાંતરિત કરવા માટે મુશ્કેલ દિવસ છે. તમે કામ અને અંગત જીવન વચ્ચે સંતુલન જાળવવાના સંઘર્ષનો પણ અનુભવ કરશો. નાણાકીય બાબતોમાં મોટું જોખમ લેવાનું ટાળો. જો તમે લીકવીડ, ઈલેક્ટ્રોનિક, દવાઓ અને આયાત-નિકાસ, સૌર ઉર્જા, કૃષિ અને રસાયણોનો વેપાર કરો છો, તો નફો આપતી કોઈ જાહેરાત થઇ શકે છે.

માસ્ટર કલર્સ: વાદળી અને લાલ


લકી દિવસ: સોમવાર


લકી નંબર: 2


દાન: આજે ભિખારીઓ અને પશુઓને પીવાના પાણીનું દાન કરો


નંબર 3 (3જી, 12મી,22મી અને 30મી તારીખે જન્મેલા લોકો)


ફાઇનાન્સ ક્ષેત્રના લોકો અને રાજકારણીઓ માટે મહત્તમ ઉપયોગી દિવસ છે. વિદ્યાર્થીઓ માટે દિવસ સફળતાથી ભરેલો છે. તમારા પ્રયત્નોની દરકાર કરવામાં આવશે પરંતુ તમારા માર્ગદર્શકનો આભાર માનવાનું યાદ રાખો. તમારા જીવનસાથીને પ્રભાવિત કરવા માટે આજે સારો દિવસ છે, પરંતુ માત્ર લેખિત વાતચીત કરવી. લગ્ન માટે તમારા પ્રેમની દરખાસ્ત કરવા માટે આજનો દિવસ થોડો સામાન્ય છે. આજે તમે લોકોનું ધ્યાન આકર્ષિત કરવામાં સફળ થશો, ખાસ કરીને રાજનીતિમાં કે સરકારી અધિકારી હોય તેઓ ધ્યાન આકર્ષિત કરી શકશે. વિદ્યાર્થીઓએ પરીક્ષાનું પેપર લખતા પહેલા ગુરુ મંત્રનો જાપ કરવો જોઈએ અને આજે ઈન્ટરવ્યુમાં હાજરી આપવી જોઈએ. સ્ત્રીઓએ સાંજે ગુરુ માટે દીવો પ્રગટાવવો જોઈએ.

માસ્ટર કલર્સ: ઓરેન્જ


લકી દિવસ: ગુરુવાર


લકી નંબર: 3 અને 1


દાન:અનાથાશ્રમમાં નારંગી રંગની પેન-પેન્સિલ દાન કરો


નંબર 4 ( 4, 13, 22, 31 તારીખે જન્મેલા લોકો)


ટેક્લોલોજી કંપનીઓમાં સોફ્ટવેર અથવા હાર્ડવેરમાં રહેલા લોકોને નવી તકો પ્રાપ્ત થવાની સંભાવના છે. આજે ખુબ વધારે મેનેજમેન્ટની જરૂર રહેશે. તેથી પફેક્ટ કામ કરવું. ગૂઢ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ રહેવું જરૂરી છે. જો સૌર ઉર્જા, મૂવી ડિરેક્શન,આર્ટ મેન્યુફેક્ચરિંગ અને કુકિંગમાં કામ કરતા હોવ તો આજે મશીનોથી સાવચેત રહો. અંગત સંબંધોમાં નરમ રોમેન્ટિક વળાંક આવશે, વાતચીત કરતા રહો. શરીરમાં ઠંડક રાખવા ખાટાં ફળો ખાવું જરૂરી છે અને તમારા શોખની ચીજોમાં થોડો સમય પસાર કરવો.

માસ્ટર કલર્સ: વાદળી


લકી દિવસ: મંગળવાર


લકી નંબર: 9


દાન: ગરીબોને લીલા અનાજનું દાન કરો


નંબર 5 ( 5, 14, 23 તારીખે જન્મેલા લોકો)


તમારો દિવસ સારો બનાવવા માટે આજે શ્રી ગણેશ મંત્રનો જાપ કરો. જીવનમાં શાંતિ જાળવી રાખવા સંબંધોમાં પ્રમાણિક અને વિશ્વાસપાત્ર બનો. તમારી સ્વતંત્રતાનો અયોગ્ય રીતે ઉપયોગ ન કરવાનું યાદ રાખો. તમારા સાથીદારો અને પરિચિતોથી સાવધ રહો અને તેમની સાથે તમારા સિક્રેટ શેર કરશો નહીં. ગ્લેમર, મીડિયા, કોમોડિટી અને સ્પોર્ટ્સમાં રહેલ લોકોને ઓળખ મળશે. મિત્રો અને સંબંધીઓ સાથે નમ્રતાપૂર્વક અને સમજદારીપૂર્વક વર્તન કરો. પુરૂષો માટે લીલા રંગના અને સ્ત્રીઓ માટે વાદળી રંગના કપડાં પહેરવા લકી છે. મુસાફરી ટાળો અને આજ માટે સાદો ખોરાક લો. સંપત્તિ સંબંધિત નિર્ણયો તમારી તરફેણમાં આવશે. રમતગમતમાં જીત મળશે.

આ પણ વાંચો: આજનો દિવસ કોના માટે રહેશે શુભ અને કોને મળશે સફળતા?

માસ્ટર કલર્સ: ગ્રીન


લકી દિવસ: બુધવાર


લકી નંબર: 5


દાન: બાળકોને રોપા દાન કરો


નંબર 6 (6, 15, 24 તારીખે જન્મેલા લોકો)


તમારે ભવિષ્ય સુધારવા માટે પડકારો અને તકોનો સ્વીકાર કરવો જોઈએ. આજનો દિવસ એવો છે કે જ્યાં તમે અસુરક્ષિત મહેસૂસ કરશો પણ શ્રેષ્ઠ જીવનસાથી આપવા બદલ ભગવાનનો આભાર માનો છો. માતા-પિતા બાળકો પર ગર્વ અનુભવશે. જીવનસાથી સાથે વિચાર-વિમર્શ કરો. ઓફિસમાં પ્રેઝન્ટેશન આપવામાં સમય પસાર કરવો. સરકારી ટેન્ડરોમાં જોખમ લેવા માટે તમારી પાસે નસીબનો સાથ હશે. વાહન, મોબાઈલ, મકાન ખરીદવા અથવા નાની યાત્રાનું આયોજન કરવા માટે સારો દિવસ છે. શેરબજારમાં રોકાણ સાનુકૂળ રહેશે. રોમાંસથી આજે તમારો દિવસ ખીલી ઉઠશે.

માસ્ટર કલર્સ: એક્વા


લકી દિવસ: શુક્રવાર


લકી નંબર: 6


દાન: સફેદ સિક્કો દાન કરો


નંબર 7 ( 7, 16, 25 તારીખે જન્મેલા લોકો)


એક દિવસ માટે પૈસાની લેવડ-દેવડ ટાળો પણ આગળ દસ્તાવેજોની પ્રક્રિયા કરી શકો છો. તબીબી બાબત સૂચવવામાં આવે તો સાંજ સુધીમાં તેના પર અમલ કરો. આજનો દિવસ પરિસ્થિતિઓ સાથે સમાધાનની માંગ કરે છે. પાર્ટનરના સૂચનો સ્વીકારવા માટે મન ખોલો. વકીલની સલાહ લેવાથી પૈસાની યોગ્ય બચત કરવામાં મદદ મળશે. સોફ્ટવેર સાથે જોડાયેલ વ્યવસાયિક સોદાઓ ખૂબ જ સફળ રહેશે. લગ્નના પ્રસ્તાવો ધ્યાનમાં લેવા યોગ્ય છે. ભગવાન શિવ મંદિરની મુલાકાત લેવાથી અને ધાર્મિક વિધિઓ કરવાથી સમૃદ્ધિ પ્રાપ્ત કરવાના આશીર્વાદ મળશે.

માસ્ટર કલર્સ: પીળો


લકી દિવસ: સોમવાર


લકી નંબર: 7


દાન: મંદિરમાં પીળા સિક્કાનું દાન કરો


નંબર 8 ( 8, 17 અને 25 તારીખે જન્મેલા લોકો)


ધંધામાં ફેરફાર કરવા માટે આજે જ પૈસાનો પાવર વાપરો. સત્તામાં રહેલા લોકો અથવા પૈસાના પાવરથી કાયદાકીય કેસોનો ઉકેલ આવશે. જો કે નેટવર્કિંગ એ આજે ​​બિઝનેસ ડીલ મેળવવાની ચાવી છે. તમારા જીવનસાથી તમારી નાણાકીય સ્થિતિથી પ્રભાવિત થશે. વિદેશમાં જવાનો પ્રયાસ કરનારા વિદ્યાર્થીઓએ આજે ​ઊંચી ફી ચૂકવવી પડશે કારણ કે તે તેમના સપનાઓને પૂર્ણ કરવામાં મદદ કરશે. તમે ખુબ સમજદાર છો તેથી તમારા બધા નિર્ણયો યોગ્ય નીવડશે. ખાસ કરીને રમતગમતમાં, ખેલાડી તેમની મહેનત દ્વારા ગગનચુંબી સફળતા મેળવે. પ્રવાસની યોજનાઓને ટાળો. આજે દાન કરવું જરૂરી છે.

માસ્ટર કલર્સ: સી લીલો


લકી દિવસ: શનિવાર


લકી નંબર: 6


દાન: જરૂરિયાતમંદોને ફૂટવેર દાન કરો


નંબર 9 ( 9, 18 અને 27 તારીખે જન્મેલા લોકો)


બાળકો માટે ભવિષ્યની યોજના બનાવવા માટે ઉત્તમ દિવસ છે. સરકારી ટેન્ડરો, કરારો અને સોદાઓ સરળતાથી સહી કરી પાસ કરવામાં આવશે. ગ્લેમર, સૉફ્ટવેર, ગૂઢ વિજ્ઞાન, સંગીત, મીડિયા અથવા શિક્ષણ ઉદ્યોગમાં લોકો લોકપ્રિયતાનો આનંદ માણશે. ભાવિ રાજકારણીઓને આજે કેટલીક નવી જગ્યાઓ ઓફર કરવામાં આવશે. ભાષણ, ઇન્ટરવ્યુ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવા માટે આ દિવસનો ઉપયોગ કરવો આવશ્યક છે. સંગીતકારોના માતા-પિતા આજે તેમના બાળકો પર ગર્વ અનુભવશે. ડોકટરો અને સર્જનો પુરસ્કાર મેળવશે.

માસ્ટર કલર્સ: નારંગી


લકી દિવસ : મંગળવાર


લકી નંબર: 9


દાન: કોઈપણ સ્વરૂપમાં લાલ મસૂર દાન કરો


1લી નવેમ્બરે જન્મેલી હસ્તીઓ: વી.વી.એસ લક્ષ્મણ, ઐશ્વર્યા રાય, પદ્મિની કોલ્હાપુરે, ઈશાન ખટ્ટર, નીતા અંબાણી, ટિસ્કા ચોપરા
First published:

Tags: Aaj nu rashifal, Dharam bhakti, Numerology

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन