Home /News /dharm-bhakti /Mobile Numerology 1 December: જાણો, મોબાઈલ નંબરમાં અંક 6ના હોય તો કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે
Mobile Numerology 1 December: જાણો, મોબાઈલ નંબરમાં અંક 6ના હોય તો કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે
મોબાઈલ નંબર અંક શાસ્ત્ર
Mobile numerlogy No. 6: જ્યોતિષ શાસ્ત્રમાં અંકોને પણ ખુબ મહત્વ આપવામાં આવ્યું છે. ઘણા લોકો પોતાના લકી નંબર પ્રમાણે બધું પસંદ કરતા હોય છે જેમકે ગાડીનો નંબર મોબાઈલ નંબર. અંકશાસ્ત્રમાં મોબાઈલ નંબરને સબંધિત બાબતો પણ જણાવવામાં આવી છે. તો ચાલો જાણીએ મોબાઈલ સીરિઝમાં નંબર 6નું મહત્વ શું થાય છે.
જે વ્યક્તિનું જીવન અંક 6 સાથે સંકળાયેલું હોય તે વ્યક્તિ પોતાના મિત્રો અને સંબંધીઓ પ્રત્યેની જવાબદારી અને તેમની જરૂરિયાતને સમજે છે. ઉપરાંત તેમના પ્રત્યે લાગણી પણ રાખે છે. જે વ્યક્તિના જીવનમાં અંક 6નો પ્રભાવ હોય તે વ્યક્તિ ખૂબ જ શાંત હોય છે. આ પ્રકારની વ્યક્તિ મોટાભાગે બહારના કામ કરે છે, ઘણીવાર તેઓ અસ્વીકાર્ય સંબંધોમાં પણ શામેલ થઈ શકે છે. જો મહત્ત્વપૂર્ણ વાત કરવામાં આવે તો આ અંક સાથે સંકળાયેલ વ્યક્તિ સારી દેખાતી વસ્તુઓ પ્રદર્શિત કરે છે, જે સુંદર અને રંગીન પરિધાન તરફ આકર્ષિત થાય છે. આ પ્રકારની વ્યક્તિ પોતાના જીવનમાં મિત્રતા અને પ્રેક્ટીકલ વ્યવહાર પર વધુ ધ્યાન આપે છે. આ કારણોસર તેમના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સારી તક આવે છે.
મોબાઈલ નંબરમાં અંક 6 એકવાર હોય ત્યારે
જો તમારા મોબાઈલ નંબરમાં અંક 6 એકવાર હોય તો તમારા પરિવારમાં અને સંબંધોમાં પ્રેમભાવ રહે છે. ઉપરાંત તમને જે પણ કામ આપવામાં આવ્યું છે, તે કામ પૂર્ણ કરવા માટે ક્ષમતા પણ પ્રાપ્ત થાય છે. આ પ્રકારની વ્યક્તિ સારા માતા અને પિતા સાબિત થાય છે. જે વ્યક્તિના મોબાઈલ નંબરમાં અંક 6 હોય, તે વ્યક્તિ તમામ લોકોની ચિંતા કરે છે અને આસપાસના તમામ લોકો ખુશ રહે તેવી ઈચ્છા ધરાવે છે. તેઓ માતા પિતા તરીકેની તમામ જવાબદારી પૂર્ણ કરે છે.
મોબાઈલ નંબરમાં અંક 6 બે વાર હોય તો
જો તમારા મોબાઈલ નંબરમાં અંક 6 બે વાર હોય તો તમારે તે મોબાઈલ નંબર બદલી દેવો જોઈએ. આ કારણોસર આ પ્રકારની વ્યક્તિ ખૂબ જ ચિંતિત રહે છે અને તે હંમેશા સાવચેત તથા સતર્ક રહે છે. આ પ્રકારની વ્યક્તિ ખૂબ જ પ્રોટેક્ટીવ બની જાય છે. આ વ્યક્તિને સુંદરતા ખૂબ જ પ્રિય હોય છે અને તેને વિવિધતા જોવાનું વધુ પસંદ હોય છે. તે હંમેશા પોતાના બાળકોની ચિંતા કરે છે અને બાળકોને જવાબદાર, સ્વતંત્ર અને પગભર બનાવે છે.
મોબાઈલ નંબરમાં અંક 6 ત્રણ વાર હોય તો
મોબાઈલ નંબરમાં અંક 6 ત્રણ વાર હોય તો તેને અશુભ માનવામાં આવે છે. આ પ્રકારની વ્યક્તિ માનસિક રીતે પરેશાન રહે છે અને પોતાની સામાજિત છબી ખરડાઈ ન જાય તેવા પ્રયત્ન કરે છે. આ પ્રકારની વ્યક્તિ અન્ય લોકોને મદદ કરે તો તેના કારણે તેના પરિવારે તેનું પરિણામ ભોગવવું પડે છે. ઉપરાંત આ વ્યક્તિ ખૂબ જ નકારાત્મક હોય છે અને નિરાશાજનક વાતો જ કરે છે. આ પ્રકારની પ્રેક્ટીકલ હોતી નથી, તેમણે સામાજિક કાર્યોમાં પણ શામેલ થવું જોઈએ.
મોબાઈલ નંબરમાં અંક 6 ચાર વાર કે ચારથી વધુ વાર હોય તો
મોબાઈલ નંબરમાં અંક 6 ચાર વાર કે ચારથી વધુ વાર હોય, ત્યારે આ પ્રકારની વ્યક્તિ વધુ પડતી એક્ટીવ થઈ જાય છે અને એક્ટિવિટી કરવાનું જ બંધ કરી દે છે. આ પ્રકારની વ્યક્તિ અન્ય લોકો માટે માથાનો દુખાવો બની જાય છે અને વાતાવરણ સમજવાની કોશિશ કરતા નથી. આ પ્રકારની વ્યક્તિ રુટીન લાઈફમાં યોગ્ય પ્રકારે કામ કરી શકતી નથી અને અન્ય લોકોને પોતાનું બધું જ ગુમાવી બેસે છે.
મોબાઈલ નંબરમાં અંક 6 ના હોય તો તે વ્યક્તિ જવાબદારી લેવાનું ટાળે છે અને આગળ વધવાની સુવર્ણ તક ખોઈ બેસે છે. આ પ્રકારની વ્યક્તિએ અનેક પ્રકારના કાર્યોમાં અલગ અલગ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઉપરાંત જો કોઈ સારી તક મળે તો તે તકનો આનંદ લઈ શકતી નથી. મોબાઈલ નંબર અંક 6 ન હોવાને કારણે કોઈપણ પ્રકારનું વચન લેવાનું હોય ત્યારે તે વ્યક્તિમાં આત્મવિશ્વાસ જોવા મળતો નથી.
મોબાઈલ નંબરનો સરવાળો 6 થાય ત્યારે વ્યક્તિને તમામ પ્રકારની સુખ અને સુવિધાઓ પ્રાપ્ત થાય છે. ઉપરાંત આ પ્રકારની વ્યક્તિ એક જવાબદાર વ્યક્તિ બની જાય છે. અંક 6ની સાથે તમને સુવર્ણ તક મળે છે અને નિર્ણય લેવામાં મદદ કરે છે. જ્યારે કોઈ વ્યક્તિને સુવિધાઓની આદત પડી જાય, ત્યારે તે પોતાની જાતે મહેનત કરતી નથી અને ઘરની બાબતો પર વધુ ધ્યાન આપવામાં રસ દાખવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર